SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૩] ઘર્મીજનની પ્રશંસા ૨૬૩ ઘર્માચાર્ય તો શ્રી મહાવીર ભગવાન છે, પણ મારો ઘર્માચાર્ય તો તું જ છે. ચંદનના વૃક્ષની જેમ તે પરીષહો સહન કરીને મને સમ્યકત્વરૂપી સુગંધ આપી છે, તે સર્વ મારો અપરાધ ક્ષમા કરજે.” ઇત્યાદિ તે શ્રેષ્ઠીની સ્તુતિ કરીને દેવતાએ પોતાને સ્વર્ગથી ત્યાં આવવાનું કારણ કહી બતાવ્યું. વળી તે બોલ્યો કે “હું સ્વર્ગથી સમ્યકત્વ રહિત અહીં આવ્યો હતો, અને તેનાથી પરિપૂર્ણ થઈને પાછો સ્વર્ગે જઈશ. તે બહુ સારું કર્યું કે એક મિથ્યાત્વરૂપ વસ્તુથી મને ખાલી કર્યો, અને એક સમ્યક દર્શનરૂપ વસ્તુના દાનથી મને ભરપૂર કર્યો. અહો! તારું ચાતુર્ય અકલિત છે.” એમ કહીને તે દેવ શ્રેષ્ઠીને ત્રણ પ્રદક્ષિણા દઈ તેના ઉપકારનું સ્મરણ કરતો સતો સ્વર્ગે ગયો. પછી શ્રેષ્ઠી કાયોત્સર્ગ પારીને ત્યાં પઘારેલા શ્રી મહાવીરસ્વામીને વંદના કરવા ગયો. તે વખતે બાર પર્ષદાઓની સમક્ષ પ્રભુએ કામદેવને કહ્યું કે “હે શ્રાવક! તેં આજ રાત્રિએ મહા ભયંકર ત્રણ પરીષહો બહુ સારી રીતે સહન કર્યા, અને ઘર્મધ્યાનથી જરા પણ ચલિત થયો નહીં. તે દેવતાએ ક્રોધથી પોતાની સર્વ શક્તિ પ્રગટ કરી, અને તે પણ આત્મવીર્ય ફોરવીને અદીન મનથી સ્થિરતા રાખી. તારું વ્રતનું પાળવું મેરુપર્વતના જેવું અચલિત છે. છેવટે તે દેવતા તને ખમાવીને ગયો. આ હકીકત બરાબર છે?” કામદેવે કહ્યું કે “તેમ જ છે.' આ પ્રમાણે પ્રભુએ તેની ઘર્મની દ્રઢતા વખાણીને સર્વ સાધુ સાધ્વી વગેરેને ઉદ્દેશીને કહ્યું કે “હે ગૌતમાદિક સાધુઓ!જ્યારે શ્રાવક પણ આવા ઉપસર્ગો સહન કરે છે ત્યારે તમારે તો તેથી પણ વધારે સહન કરવા જોઈએ; કેમકે તમે તો ઉપસર્ગરૂપી સૈન્યના સમૂહને જીતવા માટે જ રજોહરણરૂપ વીરવલયને ઘારણ કરીને વિચરો છો.” તે સાંભળીને સર્વેએ “તહત્તિ” એમ બોલીને પ્રભુનો ઉપદેશ અંગીકાર કર્યો, અને તેઓ પણ કામદેવની પ્રશંસા કરવા લાગ્યા. પછી કામદેવ શ્રેષ્ઠી પોતાને ઘેર ગયો, અને આનંદ શ્રાવકની જેમ એકાદશ પ્રતિમા પૂર્ણ કરીને વશ વર્ષ સુધી જૈનઘર્મ પાળી આયુષને અંતે એક માસની સંખના કરીને પ્રથમ દેવલોકમાં અરુણાભ વિમાનને વિષે ચાર પલ્યોપમના આયુષ્યવાળો વૈમાનિક દેવતા થયો. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. ભયંકર ઉપસર્ગો આવ્યા છતાં પણ દ્રઢ રીતે વ્રતમાં તલ્લીન રહેલા કામદેવાદિકને ઘન્ય છે. કે જેઓની તીર્થકરે પણ શ્લાઘા કરી છે.” વ્યાખ્યાન ૨૭૩ ધર્મીજનની પ્રશંસા संभूतिविजयेशेन, स्थूलभद्रो हि संस्तुतः । भूपामात्यादयो नूनं, श्लाघिता हेमसूरिभिः॥४॥ ભાવાર્થ-“સંભૂતિવિજય ગુરુએ સ્થૂલભદ્રની પ્રશંસા કરી હતી, તેમજ હેમચંદ્રસૂરિએ રાજા, અમાત્ય વગેરેની પ્રશંસા કરી હતી.” સ્થૂલભદ્ર મુનિ જ્યારે વેશ્યાને ઘેર ચાતુર્માસ કરીને ગુરુ પાસે ગયા, ત્યારે તેને દૂરથી જ જોઈને શ્રી સંભૂતિવિજય ગુરુએ “અહો! દુષ્કર કામ કરનાર! અહો! દુષ્કર કામ કરનાર!” એવા સંબોઘનથી બોલાવીને તેની શ્લાઘા કરી હતી; માટે દર્શનાચારનું પાલન કરનારે અવશ્ય ગુણીઓના ગુણ વઘારવા માટે તેની પ્રશંસા કરવી. અંહીં હેમચંદ્રસૂરિનો સંબંઘ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy