SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ શ્રી હેમચંદ્રસૂરિ પ્રબંધ એકદા શ્રી કુમારપાળ રાજાએ સોરઠ દેશના રાજા સમરને જીતવા માટે ઉદયન નામના પ્રધાનને મોકલ્યો. તે પાદલિસ (પાલિતાણા) નગ૨માં શ્રી વીરને નમીને શ્રી ઋષભદેવ ભગવાનને વાંદવાની ઇચ્છા થવાથી સામંતાદિકને આગળ પ્રયાણ કરવાનું કહીને પોતે શત્રુંજય પર્વત પર ચડ્યો, ત્યાં દ્રવ્યસ્તવ સંપૂર્ણ કરીને અવગ્રહની બહાર નીકળી ત્રીજી નિસ્સીહિ કરીને ચૈત્યવંદના કરવાની શરૂઆત કરતો હતો, તેટલામાં એક ઉંદર દીવાની સળગતી વાટ કાષ્ઠના પ્રાસાદમાં પોતાના દ૨ને વિષે લઈ જવા લાગ્યો. દેરાના પૂજારીએ તેને જોયો, તેથી તે વાટ મુકાવી. તે જોઈને મંત્રીની સમાધિનો ભંગ થયો, અને કાષ્ઠના પ્રાસાદનો આવી રીતે કોઈ વખત નાશ થવાનો સંભવ લાગવાથી દિલગીર થઈને તેણે વિચાર કર્યો કે ‘રાજ્યાદિના અપાર વ્યાપારમાં ગૂંથાયેલા અમને ધિક્કાર છે કે જેથી અમે આવા જીર્ણ ચૈત્યનો ઉદ્ધાર કરી શકતા નથી! રાજાઓની પાપવ્યાપાર વડે ઉપાર્જન કરેલી લક્ષ્મી શા કામની છે કે જે લક્ષ્મી તેના અધિકારીઓથી તીર્થાદિકમાં વાપરીને કૃતાર્થ કરાતી નથી!'' પછી જીર્ણોદ્ધાર કરવાની ઇચ્છાવાળા મંત્રીએ પ્રભુ સમક્ષ બ્રહ્મચર્ય, એકાસણું, પૃથ્વી પર શયન અને તાંબુલનો ત્યાગ ઇત્યાદિ અભિગ્રહો ગ્રહણ કર્યા, અને સિદ્ધિગિરિ પરથી ઊતરીને પ્રયાણ કરતાં પોતાના સૈન્યની ભેળો થઈ ગયો. સમરસેન રાજા સાથે યુદ્ધ થતાં પોતાનું સૈન્ય ભાંગવાથી પોતે સંગ્રામમાં ઊતરીને શત્રુનું સૈન્ય કાવા લાગ્યો; તેમાં પોતે જોકે શત્રુઓના બાણથી જર્જરિત થયો, તો પણ તેણે અનેક બાણો વડે સમર રાજાને મારી નાખ્યો. પછી તેના દેશમાં પોતાના રાજાની આજ્ઞા પ્રવર્તાવીને મંત્રી સ્વદેશ તરફ પાછો વળ્યો. ૨૬૪ [સ્તંભ ૧૯ માર્ગમાં શત્રુના પ્રહારની પીડાથી મંત્રી આંખે અંઘારા આવવાથી મૂર્છા ખાઈને પૃથ્વી પર પડ્યો; તેને પવન વગેરેના ઉપચારથી સજ્જ કર્યો, એટલે તે કરુણ સ્વરે રોવા લાગ્યો. તે જોઈને સામંત વગેરેએ તેને રડવાનુ કારણ પૂછ્યું, ત્યારે તે મંત્રીએ પોતાના મનના ચાર શલ્ય કહ્યાં. પોતાના નાના પુત્ર અંબડને સેનાપતિપણું અપાવવું, શત્રુંજય ગિરિપર પથ્થરમય પ્રાસાદનું બનાવવું, ગિરનાર પર્વત ઉપર નવાં પગથિયાં કરાવવાં અને આ મૃત્યુસમયે નિઝામણા કરનારા ગુરુનો અભાવ, આ ચાર શલ્ય સાંભળીને સામંતાદિક બોલ્યા કે “હે મંત્રીશ્વર! પ્રથમના ત્રણ મનોરથ તો તમારો મોટો પુત્ર બાહડદેવ પૂર્ણ કરશે, તેમાં અમે સાક્ષીભૂત છીએ, અને આરાધના કરવા માટે કોઈ સાધુને અમે હમણાં જ લાવીએ છીએ.’’ એમ કહીને કોઈ વંઠ પુરુષને સાધુનો વેષ પહેરાવીને મંત્રી પાસે લાવીને કહ્યું કે “આ ગુરુ આવ્યા.’’ મંત્રી તેને ગૌતમસ્વામીની જેમ નમી, સમગ્ર પ્રાણીઓને ખમાવી કરેલા પાપને નિંદી તથા પુણ્યકરણીનું અનુમોદન કરી સ્વર્ગે ગયો. તે સર્વ જોઈને પેલા વંઠે વિચાર્યું કે “અહો! આ મુનિના વેષનો મહિમા કેવો છે? હું ભિક્ષુક છતાં આ સર્વ લોકનો પરાભવ કરનાર અને જગત જેની વંદના કરે છે એવા મંત્રીએ મને વંદના કરી; તેથી આ જગવંદ્ય વેષને હું ભાવથી પણ શરણરૂપ કરું છું.” એમ નિશ્ચય કરીને તે ગિરનાર પર્વત પર જઈ બે માસના અનશનથી કાળ કરીને દેવલોકે ગયો. ‘ઉદયન મંત્રીએ તથા સામંતાદિકે તે મુનિની શુદ્ધ પ્રશંસા કરી, જે સાંભળીને ભિક્ષુકની શ્રદ્ધા દૃઢ થઈ, તેથી તે ગિરનાર પર જઈને સ્વર્ગે ગયો.’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy