SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૩] ઘર્મજનની પ્રશંસા ૨૬૫ પછી સામંતાદિક સૈન્ય સહિત પાટણ આવ્યા, અને શ્રી ચૌલુક્ય (કુમારપાળ) રાજાને શત્રુની લક્ષ્મી વગેરેનું પ્રાકૃત (ભટણું) આપીને શ્રી ઉદયન પ્રધાનના શૌર્યની પ્રશંસાપૂર્વક સર્વ વૃત્તાંત કહ્યો. પછી રાજા, સામંત વગેરે બાહડ અને અંબડને ઘેર ગયા, અને તેમનો શોક ઉતરાવીને બોલ્યા કે युवां यदि पितुर्भक्तौ, धर्ममर्मविदावपि ।। उद्धियेथां तदा तीर्थे, गृहीत्वा तदभिग्रहान् ॥१॥ ભાવાર્થ-જો તમે બન્ને ભાઈઓ ખરેખરા પિતાના ભક્ત હો અને ઘર્મના રહસ્યને જાણતા હો, તો તમારા પિતાએ ગ્રહણ કરેલા અભિગ્રહોને ગ્રહણ કરીને તે બન્ને તીર્થોનો ઉદ્ધાર કરો.” ऋणमन्यदपि प्रायो, नृणां दुःखाय जायते । यद्देवस्य ऋणं तत्तु, महादुःखनिबंधनम् ॥२॥ ભાવાર્થ-“બીજું (લૌકિક) ઋણ પણ ઘણું કરીને માણસોને દુઃખદાયી થાય છે, તો દેવનું ઋણ તો મહા દુઃખનું કારણભૂત છે.” स्तुत्याः सुतास्त एव स्युः, पितरं मोचयंति ये। ऋणाद् देवऋणात् तातं, मोचयेथां युवां ततः॥३॥ ભાવાર્થ-જેઓ પોતાના પિતાને ઋણથી મુક્ત કરે છે તે પુત્રો જ પ્રશંસા કરવા લાયક છે, તેથી તમે તમારા પિતાને દેવઋણથી મુક્ત કરો.” सवितर्यस्तमापन्ने, मनागपि हि तत्पदम् । अनुद्धरंतस्तनया, निंद्यते शनिवजनैः॥४॥ ભાવાર્થ-“સવિતા અસ્ત પામ્ય સતે તેના પુત્રો જો તેના સ્થાનનો જરા પણ ઉદ્ધાર ન કરે, તો તેવા પુત્રો શનિની જેમ લોકો વડે નિંદાય છે.” આ પ્રમાણેનાં રાજા વગેરેનાં અમૃત તુલ્ય વચનો સાંભળીને ઉત્સાહ પામેલા બાહડ તથા અંબડે એક એક અભિગ્રહ ગ્રંહણ કર્યો. પછી બાહડે પોતાના ઓરમાન ભાઈ અંબડને સેનાપતિનું સ્થાન રાજા પાસે અપાવ્યું, અને પોતે રાજાની આજ્ઞા લઈને રૈવતક (ગિરનાર) ગયો. ત્યાં અંબિકા દેવીએ જે માર્ગ અક્ષત છાંટ્યા તે માર્ગે ત્રેસઠ લાખ દ્રવ્યનો વ્યય કરીને નવાં સુગમ પગથી કરાવ્યાં. પછી ત્યાંથી શત્રુંજયની તળેટીએ જઈને ત્યાં આવાસસ્થાન કરાવી સૈન્ય સહિત પડાવ નાખ્યો અને દેશ પરદેશના કારીગરોને બોલાવ્યા. ચૈત્યોદ્ધારના સમાચાર સાંભળીને બીજા અનેક શ્રાવક ગૃહસ્થો પણ ત્યાં આવ્યા. તે વખતે ચટીમાણક નામના ગામનો રહીશ ભીમ નામનો કુડલીઓ વણિક માત્ર છ રૂપિયાની જ મૂડી વડે ઘી લઈને ત્યાં આવ્યો, તે ઘી બાહડના સૈન્યમાં વેચીને શુદ્ધ વ્યાપારથી તેણે એક રૂપિયાથી અધિક નફો ઉપાર્જન કર્યો પછી એક રૂપિયાનાં પુષ્પો લઈને તે વડે પ્રભુની પૂજા કરી તે સૈન્યમાં આવ્યો. ત્યાં આમ તેમ ફરતાં તેણે અનેક જનોથી સેવાતા બાહડ મંત્રીને જોયો. તે વખતે દ્વારપાળો તેને ઘક્કા મારીને દૂર કરતા હતા, છતાં પણ તેણે અંદર પેસી જઈને વિચાર કર્યો કે– - ૧ સવિતા એટલે સૂર્ય તથા પિતા એ બે અર્થ થવાથી–સૂર્ય અસ્ત પામે ત્યારે જો તેના સ્થાનને શનિ નામનો ગ્રહ જુએ નહીં તો તે ઘણો રિષ્ટ ગણાય છે, એ વાત જ્યોતિષશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy