SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ gશ જૈન ઘર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈએ અથાગ પ્રયત્નપૂર્વક ચીવટથી કરીને પ્રકાશિત કરેલ. હાલ Dh Sા કેટલાય વખતથી તે અપ્રાપ્ય હોવાથી અમો તેમની સંમતિ લઈને ગુજરાતી લિપિમાં હો; Rા પ્રકાશિત કરીએ છીએ. આ ગ્રંથ મુખ્યત્વે ઉપદેશબોઘનો છે. કોઈ પણ વસ્તુ દ્રષ્ટાંતથી સમજાવતાં વિશેષ દૃઢ થાય છે અને હૃદયમાં સોંસરી ઊતરી જાય છે. એ શૈલી ગ્રંથકારે આપનાવેલી છે. સમકિત, સમકિતના ૬૭ બોલ, શ્રાવકના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને તે બઘા વ્રતના અતિચારો; ઘર્મના ચાર ભેદ-દાન, શીલ, તપ, ભાવ; તીર્થયાત્રા અને તેનું ફળ; જિનપૂજા, જિનમૂર્તિ, જિનચૈત્ય; |દેવદ્રવ્ય-ભક્ષણના માઠાં ફળો, તીર્થકર ભગવાનના પંચ કલ્યાણકોનું વર્ણન; છ આરાનું સ્વરૂપ, દીપોત્સવી, જ્ઞાનપંચમી આદિ પર્વોનું વર્ણન; પાંચ સમવાય છે. [છા કારણ; નવનિતવ, અંતરંગશત્રુઓ; જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર અને SDE 6. વીર્યાચારનું સ્વરૂપ; યશોવિજયજી ઉપાધ્યાયના ૩૨ અષ્ટકોનું વિવેચન–વગેરે | %ા વિષયો ઉપર ટૂંક કે વિશદ વિવેચન કરી નાના-મોટા દ્રષ્ટાંતોથી અસરકારક છે વ્યાખ્યાન આપેલાં છે. પ્રસ્તુત ભાગ ૪ માં ૭પ વ્યાખ્યાનોમાં એકંદરે નાની-મોટી ૧૦૦ કથાઓ (ા સમાવિષ્ટ કરેલ છે. એમાં ઘર્મના ચાર પ્રકાર–દાન, શીલ, તપ, ભાવ; અંતરંગ DિE છ શત્રુઓ; છ લેશ્યાનું સ્વરૂપ, કાર્યસિદ્ધિના પાંચ સમવાય કારણ; નવ નિયાણા, કે Mા ચાર કષાય-ક્રોધ, માન, માયા, લોભ; જ્ઞાનાચારના આઠ ભેદ; દર્શનાચારના દિ આઠ ભેદ, ચારિત્રાચારના આઠ ભેદ અને તપાચારના પાંચ ભેદ પૈકી ત્રણ ભેદનું દ્રષ્ટાંતો સાથે વર્ણન આપેલ છે. પ્રસંગોપાત્ત સત્સંગનું માહાભ્ય, અવિસ્મૃશશ શ્યકારિતાનું વિપરિણામ, આશાતનાનાં ફળ, અસ્વાધ્યાયકાળ, સત્તર પ્રકારનાં કે કુંજ મરણ વગેરે વિષયો પણ ચર્ચા છે, સાથે દિવાલીપર્વ, કાર્તિકી પૂર્ણિમા અને મૌન 5 ઉળા એકાદશી આ ત્રણ પર્વોનું માહામ્ય તથા આરાઘના વિધિ પણ બતાવેલી છે. છિંદ ગ્રંથની ઉપયોગિતા માટે દરેક ભાગના અંતે કથાઓ તથા દ્રષ્ટાંતોની શી વર્ણાનુક્રમણિકા આપી છે, જેથી કોઈને દ્રષ્ટાંત શોઘવું હોય તો સહેલાઈથી તેને મળી શકે. ગ્રંથની શરૂઆતમાં અનુક્રમણિકા પણ આપેલ છે. શ્રાવકમાત્રના ઘરમાં આ મહાગ્રંથ હોવો જરૂરી છે કે જેમાં આખા વર્ષનો Mાનિત્ય નવો સ્વાધ્યાય છે. ૩૬૦ દિવસ પ્રમાણે ૩૬૦ વ્યાખ્યાન અલગ અલગ ડિE શાવિષયો ઉપર સંકલનાબદ્ધ અને દ્રષ્ટાંતો સાથે આપેલા છે. આ ગ્રંથમાં કાંઈક દ્રષ્ટિદોષથી કે અજ્ઞાનથી કોઈ ક્ષતિ કે ભૂલ રહી ગઈ હોય તો તે બદલ જ્ઞાનીવર્ગ અમને ક્ષમા કરે, અને સૂચના આપે જેથી ભવિષ્યમાં | (સુધારી શકાય. પ્રકાશક જશવંતલાલ મિરઘલાલ શાહ P555 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy