SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૮] દશમાં અદ્ધા પચખાણના દશ ભેદ અને તેનું ફળ ૧૪૯ કતપૂણ્ય છે. તેં મને સિંહકેસરીઆ આપીને અને પરિમ પચખાણ સંબંધી પ્રશ્ન કરીને સંસારમાં ડૂબતાં બચાવ્યો છે. તારી ચોયણા સાચી છે. વળી મને માર્ગભ્રષ્ટને માર્ગ પર ચઢાવવાથી તું મારો ઘર્મગુરુ છે. તારી ચતુરાઈ તથા શૈર્યતા, વાણીથી કહી શકાય તેમ નથી.' ઇત્યાદિ પોતાની નિંદા અને તે શ્રાવકની શ્લાઘા કરીને પછી રાત્રિ હોવાથી ચાલવાનો આચાર નથી એમ જાણી તે શ્રાવક પાસે રહેવા માટે સ્થાન માગીને ત્યાં એકાંતે ધ્યાનમગ્ન થઈને રહ્યા. પ્રાતઃકાળે તે આહાર પરઠવવા માટે શુદ્ધ સ્થડિલ ભૂમિએ જઈને વિધિપૂર્વક મોદકનું ચૂર્ણ કરતાં ઢંઢણ મુનિના જેવી ભાવના ભાવવા લાવ્યા; અને શુક્લધ્યાન રૂપી અગ્નિ વડે કર્મરૂપી ઇન્જનને બાળવા લાગ્યા. એ પ્રમાણે એક ક્ષણમાત્રમાં સમગ્ર ઘાતકર્મનો નાશ થવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ કરેલાં સુવર્ણકમળ ઉપર બેસીને તેમણે દેશના આપી. પેલો શ્રાવક વગેરે સર્વ લોકો તે જોઈને આશ્ચર્ય પામ્યા. આ મુનિએ લીધેલા સિંહકેસરીઆ લાડુની જેમ લોભપિંડ શુદ્ધ ન હોવાથી ગ્રહણ કરવા યોગ્ય નથી એમ સમજવું, અને શ્રાવકનાં યુક્તિવાળાં વચનથી તે મુનિએ પોતાના ગુણનું સ્મરણ કર્યું તેમજ વ્રતના રાગી હતા તેથી તેઓ પરમાત્મપદને પામ્યા એમ જાણવું.” વ્યાખ્યાન ૨૪૮ દશમા અદ્ધા પચખાણના દશ ભેદ અને તેનું ફળ प्रत्याख्यानानि दिग्भेदे, कालिकानि प्रचक्ष्यते । प्रत्याख्यानं प्रतीत्यैकं, वर्धमानफलं भवेत् ॥१॥ ભાવાર્થ-“પ્રત્યાખ્યાનના મુખ્ય દશ ભેદ છે. તેમાં કાળ પ્રત્યાખ્યાનના પણ દશ ભેદ છે તે કહે છે. એ દરેક પ્રત્યાખ્યાન અધિક અધિક ફળદાયી છે.” પૂર્વાચાર્યોએ અદ્ધા પચખાણના દશ ભેદ પ્રત્યાખ્યાન ભાષ્યમાં કહેલા છે તે આ પ્રમાણે नवकारसहिय पोरिसी, पुरिमद्वेगासणेगठाणेय । आयंबिल अब्भत्तठे, चरिमे अभिग्गहे विगइ॥१॥ ભાવાર્થ-“નવકારશી, પોરસી, પુરિમઠ્ઠ, એકાસણું, એકલઠાણું, આંબિલ, ઉપવાસ, ભવચરિમ અથવા દિવસચરિમ, અભિગ્રહ અને વિગઈ. એ દશ પ્રકારના પ્રત્યાખ્યાન છે.” (૧) તેમાં પહેલું નવકારશીનું પચખાણ છે. તેમાં પ્રત્યાખ્યાનના ભંગના દોષ ટાળવા માટે અનાભોગ તથા સહસાત્કાર રૂપ બે આગાર (અન્નથ્થણાભોગેણં, સહસાગારેણં) જાણવા. અહીં કોઈ શંકા કરે કે-“નવકારશીના પચખાણમાં કાળનું માન કાંઈ જણાવ્યું નથી, તેથી તે સંકેત પચખાણ હોવું જોઈએ એમ જણાય છે. તેને અદ્ધા (કાળ) પચખાણ કેમ કહ્યું?” તેનો જવાબ એ છે કેનવકારસહિયે” એ પદમાં સહિત એ વિશેષણ છે. માટે વિશેષ્ય તરીકે મુહર્ત લેવાથી કાંઈ દોષ નથી. પ્રશ્ન–અહીં મુહર્ત શબ્દ વિશેષ્ય તરીકે લખ્યો નથી, તો તે શી રીતે લઈ શકાય?કેમકે આકાશનું પુષ્પ અસત્ય છે, તેથી તેને ખુશબોદાર, સુંદર વગેરે વિશેષણો ડાહ્યા પુરુષો શી રીતે આપે? ૧ અજાણપણું ૨ અકસ્માતપણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy