SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ લાવીને દિવસે વાપરવું; આ ચાર ભાંગામાં છેલ્લો ભાંગો યોગ્ય છે. પહેલા ત્રણ ભાંગા યોગ્ય નથી. તેથી જો આ મુનિ કદી જિલ્લાની લોલુપતાથી આ આહાર કરશે તો તેમના ઉત્તર ગુણની હાનિ થશે, અને તેથી અનુક્રમે મૂલ ગુણનો પણ ઘાત થશે; તેથી મોટી હાનિ થશે. કેમકે રાત્રિભોજનમાં અનેક દોષ રહેલા છે. અને આ મુનિ ગીતાર્થ હોવાથી તે જાણે છે તો પણ અત્યારે તેમના ચિત્તમાં તેનું સ્મરણ થતું નથી; તેથી હું એવું કરું કે જેથી તેમને કાળનો નિર્ણય થાય અને તેથી તેમને મોટો ગુણ થઈ પડે.” એમ વિચારીને તે શ્રાવકે યુક્તિપૂર્વક વિનય કરીને કહ્યું કે-“હે સ્વામી! આજે જંગમ કલ્પવૃક્ષ સમાન તથા ગુરુ પાસેથી બે પ્રકારની શિક્ષાને ઘારણ કરનારા આપ અકસ્માત્ મારે ઘેર પઘાર્યા, તેથી હું મારું મોટું ભાગ્ય સમજું છું. આપનું શુદ્ધ ચારિત્રવાળું સ્વરૂપ જોઈને જાણે મેં આજે પુંડરીકસ્વામી વગેરે સર્વ પૂર્વ મુનિઓના દર્શન કર્યા એમ હું માનું છું. તમારા સંતોષામૃતયુક્ત આચરણને અને ચરણ કરણને ઘન્ય છે. હું તો મોહજાળમાં ફસાયેલો, લોભથી ગ્રસાયેલો, ઇંદ્રિયોના ક્ષણિક સુખમાં મગ્ન થયેલો તથા સ્ત્રીપુત્રાદિકમાં આસક્ત થયેલો છું; તેથી એક મુખથી આપની સદ્ભાવનાનું વર્ણન કરવાને અસમર્થ છું, તેમ છતાં પણ આપે અહીં પઘારી તેવા સંસારમાં ખેંચી ગયેલા એવા મારા પર મોટી કૃપા કરી છે. હવે હું આપને એક પ્રશ્ન પૂછું છું તેનો ઉત્તર આપવા કૃપા કરો કે–હું દરરોજ પ્રાતઃકાળે બે ત્રણ તારા આકાશમાં દેખાતા હોય તે વખતે નવકારસી વગેરે પ્રત્યાખ્યાન કરું છું, આજે મેં પુરિમઠ્ઠનું પચખાણ કર્યું છે તો તેનો કાળ પૂર્ણ થયો છે કે નહીં?” તે સાંભળીને મુનિએ શ્રુતજ્ઞાનનો ઉપયોગ દઈ આકાશમાં તારામંડળ તરફ જોયું, તો જાણ્યું કે હજુ રાત્રિના બે પહોર વ્યતીત થયા છે તેથી મધ્યરાત્રિનો સમય છે. ઉત્તરાધ્યયનના છવ્વીશમા અધ્યયનમાં કહ્યું છે કે पढमपोरिसि सज्झायं, बीयं झाणं च झायइ । तइयाए निद्दमोख्खं तु, चउत्थिए भूयोवि सज्झायं ॥४॥ ભાવાર્થ-“રાત્રિની પ્રથમ પોરિસીએ સ્વાધ્યાય કરવો, બીજીએ ધ્યાન ઘરવું, ત્રીજીએ નિદ્રાનો ત્યાગ કરવો અર્થાત્ નિદ્રા લેવી અને ચોથી પોરિસીએ પાછો સ્વાધ્યાય કરવો.” રાત્રિના ચાર પહોર કેવી રીતે જાણવા તે વિષે કહ્યું છે કે जं नेइ जया रत्तिं, नख्खत्तं तम्हिह चउब्भाए । સંપત્તે વિનિષ્ણા, સટ્ટાયમો પોસ નંમિ રા. ભાવાર્થ-“જ્યારે જે નક્ષત્ર રાત્રિને સમાપ્ત કરે, એટલે કે જે નક્ષત્ર જે ઠેકાણે અસ્ત થવાથી રાત્રિ પૂરી થતી હોય તે નક્ષત્ર પ્રદોષકાળે જ્યાં દેખાયું હોય ત્યાંથી આકાશના ચોથા ભાગે આવે. તે વખતે (પહેલો પહોર પૂરો થયો જાણી) સક્ઝાયથી વિરામ પામવું. (એ પ્રમાણે ચારે પહોર માટે જાણી લેવું.) આ પ્રમાણે વિચારતાં તે સાઘુએ પોતાના મનનું ભ્રમિતપણું પણ જાણ્યું અને મનમાં વિચારવા લાગ્યા કે-“અહો! મેં મૂર્ખ વિરૂપ આચરણ આચર્યું, લોભથી પરાભવ પામેલા મારા જીવિતને ધિક્કાર છે.” એમ વિચારી તે શ્રાવક પ્રત્યે કહ્યું કે-“હે જૈન તત્ત્વજ્ઞ શ્રાવક! તું ઘન્ય છે અને ૧. આ નક્ષત્ર પ્રાયે સૂર્ય નક્ષત્રથી ચૌદમું હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy