SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૩] મિથ્યાત્વના ભેદ ૧૭૭ જેમ લોકોત્તર દેવ પાસે કહેવું તે પણ મિથ્યાત્વ છે. આ પ્રમાણે લોકોત્તર દેવગત નામનું ત્રીજું મિથ્યાત્વ જાણવું, અને પાસસ્થાદિકને ગુરુબુદ્ધિથી વંદનાદિક કરવું, તે લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ જાણવું; અથવા લોકોત્તર દેવગત મિથ્યાત્વ એવી રીતે જાણવું કે—પરતીર્થિકોએ ગ્રહણ કરેલી જિનપ્રતિમાને વંદન, પૂજન આદિ કરવું, રાત્રિને સમયે શ્રાવિકાઓએ જિનમંદિરમાં જવું, સાધુઓએ જિનમંદિરમાં નિવાસ કરવો અથવા રાત્રીએ પ્રભુની સ્નાત્રાદિક પૂજા કરવી, અથવા તંબોલાદિકનું ભક્ષણ કરવું, જળક્રીડા કરવી, હીંચકા ખાવા, નાટકાદિક જોવું વગેરે લૌકિક દેવના મંદિરની જેમ જિનેશ્વરના મંદિરમાં પણ તેવી રીતે કરવું તે સર્વ લોકોત્તરદેવગત મિથ્યાત્વ કહેવાય છે. લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ પણ પક્ષાંતરે પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહ્યું છે કે जे लोगुत्तमलिंगा, लिंगिअदेहावि पुप्फतंबोलं । મહામં સવં, નાં પાં ચેવ સચિત્તા भुंजंति थीपसंगं, ववहारं गंथसंग्गहं भूसं । गागित्तं મમાં, सच्छंदविहिअं વયનું શા चेइअ मठाइवासं, वसहीसु निच्चमेव संठाणं । गेअं निअवरनाणच्चावणमवि कणयकुसुमेहिं ॥३॥ तिविहं तिविहेणय, मिच्छत्तं वज्जियं जहिं दूरं । निच्छयउ ते सढ्ढा, अन्ने उण नामओ चेव ॥४॥ ભાવાર્થ—જે લોકોત્તર લિંગવાળા (સાધુ) યતિવેષ ધારણ કર્યા છતાં પુષ્પ, તંબોલ, આદ્યાકર્મી સર્વ વસ્તુ તથા સચિત્ત જળ અને ફળ ખાય તથા સ્ત્રી પ્રસંગ કરે, વ્યાપાર કરે, દ્રવ્યાદિકની ગાંઠડીઓ બાંધે, વીંટી વગેરે આભૂષણ ઘારણ કરે, એકલા ભમે, સ્વચ્છંદપણે વર્તે, મરજી પ્રમાણે વચન બોલે, ચૈત્યમાં મઠવાસીની જેમ રહે, વસતીમાં હમેશાં સ્થિતિ કરે, ગાયનમાં પોતાનાં વખાણ ગવરાવે અને સોનૈયા વડે તથા પુષ્પો વડે પોતાની પૂજા કરાવે. આ પ્રમાણે મિથ્યાભાવમાં વર્તતા વેષઘારી સાધુઓને જે ત્રિવિષે ત્રિવિધે દૂરથી જ વર્ષે છે, તેઓ નિશ્ચે ખરેખરા શ્રાવક છે; તે સિવાય બીજા તો માત્ર નામના જ શ્રાવક છે.’’ ત્રણ ભેદ–હવે ત્રણ પ્રકારે મિથ્યાત્વ તે મન, વચન અને કાયાથી જાણવું. તે વિષે પૂર્વાચાર્યોએ કહ્યું છે કે एयं अनंतरुत्तं, मिच्छं मनसा न चिंतइ करेमि । सयमेव नो करेउ, अनेण कए न सुठु कयं ॥ १॥ एवं वाया न भणइ, करेमि अन्नं च न भणइ करेह । अन्नकयं न पसंसइ, न कुणइ सयमेव कारण ॥२॥ करसन्नभमुहखेवाइहिं, न य कारवेइ अणेणं । अणयकयं न पसंसइ, अणेण कए न सुठु कयं ॥३॥ ભાવાર્થ-આ અનંતર કહી ગયેલા મિથ્યાત્વને માટે મનમાં ચિંતવે નહીં કે—હું પોતે જ આ કામ કરું, અથવા કોઈ પાસે કરાવું, અથવા કોઈએ કર્યું હોય તે સારું કર્યું' એમ અનુમોદન આપું; Jain Educati⟨ભાગ ૪-૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy