SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ વ્યાખ્યા ૨૫૩ મિથ્યાત્વના ભેદ [સ્તંભ ૧૭ एकदा द्विविधा नूनं, चतुर्धा त्रिविधा मतम् । दशधा पंचधा चैव, मिथ्यात्वं बहुधा स्मृतम् ॥ १॥ ભાવાર્થ-મિથ્યાત્વના એક, બે, ચાર, ત્રણ, દશ અને પાંચ વગેરે અનેક પ્રકારો કંહેલા છે. એક ભેદ–શ્રી વીતરાગના વચન ઉપર અવિશ્વાસ તથા જીવાદિ પદાર્થો ઉપર અશ્રદ્ધા, તે એક પ્રકારે મિથ્યાત્વ કહેલું છે. બે ભેદ–મિથ્યાત્વ વ્યક્ત અને અવ્યક્ત એમ બે પ્રકારે છે. તેમાં પ્રમાણ વાક્યો વડે તથા યુક્તિ વડે એકાંત પક્ષની પુષ્ટિ કરનારા એવા સ્પષ્ટ ચૈતન્યવાળા સંજ્ઞી પંચેંદ્રિયાદિ જીવોને જે મિથ્યાત્વ હોય છે, તે વ્યક્ત મિથ્યાત્વ કહેવાય છે; અને અનાદિ કાળથી મોહનીય કર્મની પ્રકૃતિરૂપ મિથ્યાત્વ, કે જે સમ્યગ્દર્શન આદિ આત્માના ગુણોનું આચ્છાદન કરનાર છે અને જીવની સાથે સર્વ કાળ સતત ભાવે રહેલું છે, તે અવ્યક્ત મિથ્યાત્વ કહેવાય છે. આ અવ્યક્ત મિથ્યાત્વ અસંજ્ઞી એકેંદ્રિયાદિ જીવોને તથા નિગોદના જીવોને હોય છે. દ્રવ્ય ભાવથી પણ બે પ્રકારે મિથ્યાત્વ કહેલું છે. તેમાં બાહ્ય વૃત્તિથી મિથ્યાત્વના આચરણ કરે, પણ અંતરંગ વૃત્તિમાં નિર્મળપણું (સમકિત) જ હોય તે દ્રવ્ય મિથ્યાત્વ જાણવું. આવું મિથ્યાત્વ કુમારપાળ રાજાના આગ્રહથી સોમેશ્વર મહાદેવની યાત્રા કરનારા શ્રી હેમચંદ્ર આચાર્યની જેમ, તથા રાજાના ઉપરોઘથી ગૈરિક તાપસની ભક્તિ કરનાર કાર્તિક શ્રેષ્ઠીની જેમ સમજવું; અને ભાવ મિથ્યાત્વ તે નિરંતર ત્રિકાળજ્ઞાની એવા તીર્થંકરોનાં વચન ઉપર જે અનાદર કરવો તે સમજવું. તેવી જ રીતે વ્યવહારમિથ્યાત્વ તથા નિશ્ચય મિથ્યાત્વ એવા બે ભેદો પણ અનુક્રમે દ્રવ્ય મિથ્યાત્વ અને ભાવ મિથ્યાત્વ પ્રમાણે જ જાણવા. ચાર ભેદ–મિથ્યાત્વ ચાર પ્રકારે પણ કહેલું છે તે આ પ્રમાણે–લૌકિક દેવગત મિથ્યાત્વ, લૌકિક ગુરુગત મિથ્યાત્વ, લોકોત્તર દેવગત મિથ્યાત્વ અને લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ. તેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ગણપતિ, ગોત્રદેવી, ક્ષેત્રપાળ વગેરે લૌકિક દેવોનું પૂજનાદિ કરવું તે લૌકિક દેવગત મિથ્યાત્વ જાણવું; વૈરાગી, સંન્યાસી, જોગી, જંગમ, તાપસ, બ્રાહ્મણ વગેરે લૌકિકગુરુની પૂજા, સત્કાર વગેરે કરવું તે લૌકિક ગુરુગત મિથ્યાત્વ જાણવું; વીતરાગ દેવની યાત્રાદિક માનતા કરવી—જેમકે “હે અમુક પ્રભુ! જો મારું અમુક કાર્ય સિદ્ધ થશે, તો હું શ્રીફળ, સ્નાત્ર, દીપક, નિત્ય દર્શન, અષ્ટપ્રકારી પૂજા વગેરે કરીશ.’ ઇત્યાદિ સંસારના સુખને અર્થે માનતા કરવી; અથવા—‘હૈ પ્રભુ! મારા વિવાહ વગેરે દુર્લભ કાર્ય તમે જ સિદ્ધ કર્યાં છે. હવે મારા પુત્રને તથા વહુને કુશળ રાખજો.’’ ઇત્યાદિ વિવિધ પ્રકારે સ્તુતિ કરવી તે લોકોત્તર દેવગત મિથ્યાત્વ જાણવું. એ પ્રમાણે માનતા તથા સ્તુતિ કરીને ઘણા લોકો અવિકારી, અવિનાશી અને વીતરાગ પ્રભુને દૂષણ આપે છે. અરે! જે મૂઢ પ્રાણીના ચિત્તમાં મિથ્યાત્વ વ્યાપી રહ્યું છે તેને ધિક્કાર છે! કહ્યું છે કેલોકોત્તર દેવમાં લૌકિક દેવનાં જે ચિહ્નો છે તેનું આરોપણ કરવું તે મિથ્યાત્વ છે. અર્થાત્ ‘આપની ઇચ્છા પ્રમાણે જ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે, તમે જ સુખદુઃખના આપનારા છો.' ઇત્યાદિ લૌકિક દેવની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy