SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ स्वायत्तमेकान्तगुणं विधात्रा, विनिर्मितं छादनमज्ञतायाः । विशेषतः सर्वविदां समाजे, विभूषणं मौनमपंडितानाम् ॥१॥ ભાવાર્થ-“પોતાને આધીન અને એકાંત ગુણકારી એવું મૂર્ખતાનું આચ્છાદન (ઢાંકણ) વિઘાતાએ નિર્માણ કરેલું છે, તે મૌન છે અને પંડિતોની સભામાં મૂર્ખને માટે વિશેષે કરીને મૌન રાખવું એ જ ઉત્તમ ભૂષણ છે.” રાગદ્વેષ સહિત એવું તે બન્ને તાપસીનું વચન વસ્ત્ર પડવાનું કારણ થયું.” એમ વિચારી સમભાવથી મૌન રહેલા ત્રીજા હરિશર્માનું વસ્ત્ર આકાશમાં જ રહ્યું. આ દૃષ્ટાંતથી સ્યાદ્વાદ ઘર્મને જાણનારા મુનિએ તો લાભાલાભનો વિચાર કરીને અવશ્ય વચનગુતિ અને ભાષાસમિતિની યોજના કરવી. હવે તૃતીય કાયમુમિ નામનો આઠમો ચારિત્રાચાર કહે છે काय गुप्तिर्दिधा प्रोक्ता, चेष्टानिवृत्तिलक्षणा । ___यथागमं द्वितीया च, चेष्टानियमलक्षणा ॥१॥ ભાવાર્થ-“આગમને અનુસાર કાયવુતિ બે પ્રકારની કહેલી છે. પહેલી સર્વથા ચેષ્ટાની નિવૃત્તિ લક્ષણવાળી અને બીજી આગમના અનુસારે ચેષ્ટાના નિયમ લક્ષણવાળી જાણવી.” અહીં એમ સમજવાનું છે કે દેવકૃત, મનુષ્યકૃત, તિર્યચકૃત અને સ્વફત આસ્ફાલન પતન વગેરે–એમ ચાર પ્રકારના ઉપસર્ગનો તથા સુથા તૃષા વગેરે પરીષહોનો સંભવ છતાં પણ કાયોત્સર્ગ કરવા વગેરેથી દેહને નિશ્ચલ રાખવો તે, તથા સર્વ યોગનો નિરોઘ કરવાની અવસ્થાએ સર્વથા ચેષ્ટાનો નિરોઘ કરવો તે પહેલી કાયગતિ છે; અને શયન, આસન, નિક્ષેપ, આદાન વગેરેમાં સ્વચ્છંદપણાનો પરિહાર કરીને શાસ્ત્રોક્ત ક્રિયા કરવા પૂર્વક કાયચેષ્ટાને નિયમમાં રાખવી તે બીજી કાયમુર્તિ છે. તેમાં શયન તે રાત્રીને વિષે જ કરવું, પણ દિવસે નહીં. રાત્રિએ પણ પ્રથમ પ્રહર વ્યતીત થયા પછી, ગુરુની આજ્ઞા લઈને, પૃથ્વીનું પ્રેક્ષણ તથા માર્જન કરીને, સંથારાનાં બે પડ ભેળાં કરીને, મસ્તક, શરીર અને પગ વગેરે મુખવસ્ત્રિકા તથા રજોહરણ વડે પૂજીને, પછી આજ્ઞા આપેલા સંથારા પર બેસી પોરસી ભણવી. પછી બાહુનું જ ઉપઘાન (ઓશીકું) કરીને બન્ને પગને સંકોચીને સૂવું, અથવા બન્ને જંઘાઓ કૂકડીની જેમ અઘર આકાશમાં રાખવી, અને પૂંજેલી ભૂમિ પર પગ રાખવા. પછી હાથપગનો સંકોચ કરતાં ફરીને પણ તેને પ્રમાર્જવા. ડાંસ વગેરે ઉડાડતાં તેમજ ઉદ્વર્તન (ખરજ) કરતાં પણ મુખવઝિકા વડે શરીરને પૂંજવું. એ રીતે પોતાના દેહ પ્રમાણ એટલે ત્રણ હાથ જેટલા ભૂમિ પ્રદેશમાં સૂઈને અલ્પ નિદ્રા કરવી. તથા જે સ્થાને બેસવાની ઇચ્છા હોય તે સ્થાન પ્રથમ ચક્ષુથી જોઈ, પછી તેને પૂંજીને બેસવાનું વસ્ત્ર પાથરીને બેસવું. અશુદ્ધ અંડિલ હોય તો કાયમુતિ વિશેષે કરવી. તે ઉપર દ્રષ્ટાંત કહે છે કે—કોઈ એક સાઘુએ સાથે સાથે વિહાર કર્યો. એક દિવસ અરણ્યમાં મુકામ થયો. તે અરણ્યમાં ભૂમિ બહુ જીવવ્યાકુળ હોવાથી શુદ્ધ અંડિલ મળ્યું નહીં, તેથી તે સાધુ ૧ મૂકવું તે, ૨ લેવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy