SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૩] માયા પિંડનાં દોષો ૧૨૩ સત્ય વચન આપો, કે જેના આઘારે અમે ઘડી, મુહૂર્ત વગેરે કાળ નિર્ગમન કરીએ.” તે સાંભળીને તેમની ચેષ્ટા ઇષ્ટ કરીને ચારિત્ર ચેષ્ટાથી ભ્રષ્ટ થયેલા તે મુનિ પાછા આવવાનું વચન આપીને ગુરુ પાસે ગયા અને ગુરુ પ્રત્યે કહ્યું કે-“હે પૂજ્ય ગુરુ! મેં બાલ્યાવસ્થામાં જ દીક્ષા ગ્રહણ કરી હતી, તેથી આજ સુઘી પંચેંદ્રિયનું સુખ કાંઈ પણ જોયું નથી. હાલમાં દેવાંગના જેવી બે નટકન્યાઓ મને ચાહે છે, માટે હું ત્યાં જાઉં છું. મને આજ્ઞા આપો અને આ તમારાં રજોહરણ, મુખવત્રિકા વગેરે ગ્રહણ કરો.” તે સાંભળી સૂરિએ વિચાર્યું કે-“અહો! માયાપિંડથી આહાર ગ્રહણ કરવાનું આ ફળ છે. પરંતુ આ નટપુત્રી પાસેથી નીકળીને અહીં આજ્ઞા લેવા આવ્યો છે, તેથી કાંઈક આજ્ઞાવર્તી જણાય છે. પણ ભ્રષ્ટ થયેલા સંયમના પરિણામથી તે જાણતો નથી કે સાવદ્ય વચન નહીં બોલનારા મુનિઓ સાવદ્ય કર્મમાં પ્રવર્તવાની આજ્ઞા શી રીતે આપશે? તો પણ તેની સ્થિરતાની પરીક્ષા કરું કે તે સર્વથા વ્રતથી ભ્રષ્ટ થયો છે કે કાંઈક ન્યૂનતા છે?” એમ વિચારીને સૂરિ બોલ્યા કે-“હે શિષ્ય! વ્રતારાઘનથી પ્રાપ્ત થનારાં ઇંદ્રાદિકના સુખને મૂકીને તું નટપુત્રીના અંગસંગમાં આસક્ત થયો છે. તો પણ તારે મદ્ય તથા માંસ ખાવું નહીં એ બેના પ્રત્યાખ્યાન કોઈ વખત પણ છાંડવા નહીં, અને તેના ખાનારનો પણ સંગ કરવો નહીં. આટલું મારું વચન પ્રમાણ કર.” આ પ્રમાણે ગુરુવચન સાંભળીને તે વિનયથી નગ્ન થઈને બોલ્યો કે- “હે ગુરુ! જીવન પર્યત આપનું આ વચન હું ઘારણ કરીશ.” ગુરુએ વિચાર્યું કે–“આટલાથી જ આને મોટો લાભ થશે. કેમકે તે સર્વથા શ્રદ્ધારહિત હજુ થયો નથી, તેથી જો કે સંયમગુણઠાણાથી કર્મવશે ભ્રષ્ટ થયો છે તો પણ અલ્પ વિરતિનું રક્ષણ કરવાથી તે દેશવિરતિ રહેશે, અને તેથી પણ તેનો પુનઃ ઉદ્ધાર થશે.” પછી તે અષાઢભૂતિ ચારિત્રનો ત્યાગ કરી, ચરિત્રનો રસિક થઈને નટને ઘેર આવ્યો, અને તેના ઘરનાં સર્વ માણસોને કહ્યું કે-“તમો સર્વે મદ્યમાંસનો સર્વથા ત્યાગ કરો તો હું તમારે ત્યાં રહું, અન્યથા નહીં.” નટે તેનું વાક્ય અંગીકાર કરી પોતાની બન્ને કન્યા તેને પરણાવી. તેમની સાથે તે સુખવિલાસ ભોગવવા લાગ્યો. પછી રાજાની પાસે જે જે નટો આવતા તેમને પોતાની કળાથી જીતીને અનેક ઘન,વસ્ત્ર વગેરે મેળવી તેણે પોતાના સસરાનું ઘર ભરી દીધું; તેથી સમગ્ર નટકુળમાં તેની અત્યંત પ્રશંસા થવા લાગી. આ પ્રમાણે નિરંતર સુખમાં મગ્ન રહેતા તેણે બાર વર્ષ નિર્ગમન કર્યા. તેવામાં કોઈ એક નટ અષાઢ નટની અનેક પ્રકારની પ્રશંસા સાંભળીને તે સહન ન થવાથી તેને જીતવા માટે રાજસભામાં આવ્યો; તેણે વાદમાં અનેક નટોને જીત્યા હતા, અને તેમની સંખ્યા કરવા માટે ચોરાશી સુવર્ણના પૂતળાં તેને પગે બાંધેલાં હતાં. તેણે રાજા પ્રત્યે વિજ્ઞતિ કરી કે-“તમારા રાજનટને બોલાવો, તેને મારી કળા દેખાડીને હું જીતી લઈશ.” રાજાએ અષાઢ નટને બોલાવ્યો, એટલે તે રાજસભામાં આવ્યો અને તે પરદેશી નટની સાથે તેણે શરત કરી કે-“આપણામાં જેનો પરાજય થાય તે પોતાનું સર્વસ્વ છોડીને જતો રહે.” આ પ્રમાણે બન્ને જણાએ સર્વ જન સમક્ષ અંગીકાર કર્યું. પછી અષાઢ પોતાને ઘેર જઈ સ્વજનોને કહ્યું કે-“હું તે નટને જીતવા માટે જાઉં છું.” ત્યારે તેની બન્ને પ્રિયાઓ બોલી કે-“કાર્ય સાથીને વહેલા આવજો.” પછી તે સર્વ સામગ્રી લઈને રાજસભામાં ગયો. તેના ૧ ચરિત્રમાં રસિક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy