SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ ત્રુટી ગઈ, તે જોઈને સુનંદ અત્યંત શોકાતુર થયો. તેણે સ્વજનોને કહ્યું કે “હું કોઈ વખત પણ આવું હિંસાનું કામ કરીશ નહીં.” એમ કહીને પ્રફુલ્લિત મનથી તેણે નિરવશેષ અનશનનું પચખાણ કર્યું, અર્થાત્ ચારે પ્રકારના આહારનો ત્યાગ કર્યો. ત્યાંથી મરીને તે રાજગૃહી નગરીમાં મણિકાર શ્રેષ્ઠીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો; માતાપિતાએ તેનું દામનક નામ રાખ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે આઠ વર્ષનો થયો, એટલે મારીના ઉપદ્રવથી તેનું સર્વ કુટુંબ નાશ પામ્યું; તેથી ભયને લીધે તે પોતાના ઘરમાંથી નાસી ગયો. ફરતાં ફરતાં તે જ નગરમાં સાગરદત્ત નામના શ્રેષ્ઠીને ઘેર આવ્યો, અને નોકરી કરીને આજીવિકા કરવા લાગ્યો. એક દિવસ કોઈ બે મુનિ ગોચરી માટે તે શેઠને ઘેર આવ્યા. તેમાં મોટા સાધુ સામુદ્રિક શાસ્ત્રમાં નિપુણ હતા, તેમણે દામનકને જોઈને બીજા મુનિને કહ્યું કે-“આ દાસપણાનું કામ કરનાર માણસ છે તે મોટો થઈને આ જ ઘરનો સ્વામી થશે.” આ પ્રમાણેનું સાઘુનું વચન શ્રેષ્ઠીએ ભીંતની ઓથે ઊભા રહીને સાંભળ્યું, તેથી વજઘાત થયો હોય તેમ તેને ઘણો ખેદ ઉત્પન્ન થયો. તેણે વિચાર્યું કે–“આ બાળકને કોઈ પણ ઉપાયથી આજે જ મારી નાખું, એટલે બીજનો નાશ કર્યા પછી અંકુર ક્યાંથી થશે?” એ પ્રમાણે વિચારીને તેણે તે બાળકને લાડુનો લોભ બતાવીને ચાંડાળને ઘેર મોકલ્યો. ત્યાં એક ચાંડાળને તે શ્રેષ્ઠીએ પ્રથમથી દ્રવ્ય આપીને સાઘી રાખ્યો હતો અને તેને કહ્યું હતું કે–“હું તારી પાસે મોકલું તે બાળકને મારીને તેની નિશાની મને બતાવજે.” તે બાળકને મૃગલાના બચ્ચાની જેવો મુગ્ધ આકૃતિ (સુંદર આકૃતિ) વાળો જોઈને તે ચાંડાળને દયા આવી, તેથી તેની કનિષ્ઠિકા આંગળી કાપી લઈને તે બાળકને તેણે કહ્યું કે–“રે મુગ્ધ! જો તું જીવવાને ઇચ્છતો હોય તો અહીંથી જલદી નાસી જા.” તે સાંભળીને તે બાળક ભાગતી ભાગતો કોઈ નજીકના ગામડામાં ગયો. તે ગામમાં સાગર શ્રેષ્ઠીનું જ ગોકુળ હતું. ત્યાં ગોકુળના રક્ષણ કરનાર ગોપાલકે તેને વિનયી જોઈને પુત્ર તરીકે રાખ્યો. ત્યાં તે સુખે રહેવા લાગ્યો અને અનુક્રમે યુવાવસ્થા પામ્યો. એકદા સાગર શ્રેષ્ઠી ગોકુળમાં આવ્યો, ત્યાં છેદેલી આંગળીના ચિહ્નથી તેણે દામનકને ઓળખ્યો. પછી કાંઈક કાર્યનું મિષ કરી ગોકુળના રક્ષકને કહીને શ્રેષ્ઠીએ પોતાના પુત્ર પર કાગળ લખી દામનકને તેની પાસે મોકલ્યો. દામનક કાગળ લઈને ઉતાવળો રાજગૃહે પહોંચ્યો. અઢાંત ચાલવાને લીધે થાક લાગવાથી ગામ બહાર ઉદ્યાનમાં કામદેવના મંદિરમાં તે વિશ્રાંતિ લેવા બેઠો. ત્યાં તેને થાકેલો હોવાથી તરત જ ઊંઘ આવી ગઈ; તેવામાં શ્રેષ્ઠીની વિષા નામની પુત્રી પતિની ઇચ્છાથી તે જ કામદેવના મંદિરમાં આવી. ત્યાં દામનકની પાસે પોતાના પિતાની મુદ્રાવાળો કાગળ જોઈને તે કાગળ તેણે ઘીરેથી લઈ લીઘો, અને કાગળ ખોલીને તે વાંચવા લાગી. “સ્વસ્તિશ્રી ગોકુળથી લિવ શ્રેષ્ઠી સાગરદત્ત સમુદ્રદત્ત પુત્રને સ્નેહપૂર્વક ફરમાવે છે કે–આ કાગળ લાવનારને વગર વિલંબે તરત જ વિષ આપજે, તેમાં કાંઈ પણ સંદેહ કરીશ નહીં.' આ પ્રમાણેનો લેખ વાંચીને દામનકના રૂપથી મોહિત થયેલી વિષાએ સળી વડે આંખની મેષથી “વિષ” ઉપરનું બિંદુ કાઢીને “પ” પાસે કાનો કરી વિષને બદલે વિષા કર્યું. પછી તે કાગળ બંઘ કરીને હતો તેમ મૂકી દઈ હર્ષથી તે પોતાને ઘેર ગઈ. કેટલીક વારે દામનક પણ જાગૃત થયો; એટલે ગામમાં જઈને તેણે શ્રેષ્ઠીપુત્રને તે કાગળ આપ્યો. તે પણ કાગળ વાંચી આનંદ પામ્યો અને તે જ વખતે લગ્ન લઈને મોટા આડંબરથી સર્વ જન સમક્ષ પોતાની બહેન વિષાને તેની સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy