________________
૨૫૩
વ્યાખ્યાન ૨૭૦] દર્શનાચારનો ત્રીજો ભેદ-નિર્વિચિકિત્સા
अध्यात्मरतचित्तानां, दंभः स्वल्पोऽपि नोचितः ।
छिद्रलेशोऽपि पोतस्य, सिंधूल्लंघयतामिव ॥४॥ ભાવાર્થ-જેમ સમુદ્રને ઓળંગનારા પુરુષોને નાવમાં એક લેશ માત્ર પણ છિદ્ર હોય તો તે ડૂબવાનું કારણ છે, તેમ જેનું ચિત્ત અધ્યાત્મધ્યાનમાં આસક્ત છે તેઓને થોડો પણ દંભ રાખવો ઉચિત નથી, કેમકે તે સંસારમાં ડુબાડનાર છે.”
दंभलेशोऽपि मल्ल्यादेः, स्त्रीत्वानर्थनिबंधनम् ।
अतस्तत्परिहाराय, यतितव्यं महात्मना ॥५॥ ભાવાર્થ_“મલ્લિનાથ સ્વામી વગેરેને લેશમાત્ર દંભ પણ સ્ત્રીપણા રૂપ અનર્થનું કારણ થયો હતો, તેથી તે દંભ તજવા માટે મહાત્મા પુરુષે અવશ્ય યત્ન કરવો.”
ઇત્યાદિ ઉપદેશ સાંભળીને તે સ્ત્રી પ્રતિબોઘ પામી, અને તેણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. પછી દેવતા લક્ષ સોનૈયા શ્રેષ્ઠીને આપીને અંતર્ધાન થયો.
અનુક્રમે ભોગસાર શ્રેષ્ઠી પોતાની પત્ની સહિત શ્રાવકઘર્મ પાળીને સ્વર્ગે ગયો. ત્યાંથી અનુક્રમે થોડા જ ભવ કરીને તે શ્રેષ્ઠી મુક્તિસુખને પામશે.
ભોગસાર શ્રેષ્ઠીની જેમ ઘર્મક્રિયામાં વિચિકિત્સાનો ત્યાગ કરવો. તેવા જીવોને દેવતાઓ પણ સેવકની જેમ સાન્નિધ્ય કરે છે.”
|| અષ્ટાદશ જલ સમાપ્ત
>
>
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org