SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ 312 શ્રી ઉપદેશપ્રાસદ ભાષાંતર-ભાગ 4 [તંભ 19 વૃક્ષની શાખાદિકે પોતાના શરીરને બાંધીને ગળાફાંસો ખાવા વડે, પર્વતથી પડતું મૂકીને, કૂવામાં પડતું મૂકીને, અથવા શસ્ત્રાદિકના ઘાતે કરીને જે મરણ પામવું તે વૈહાયસમરણ કહેવાય છે. (14) “ગૃધ્રસ્કૃષ્ટમર' ગૃધ્ર એટલે ગીઘ અને ઉપલક્ષણથી સમળી, શિયાળ વગેરેએ જેમાં સ્પર્શ કરેલો છે એવું જે મરણ તે ગૃધ્રસૃષ્ટમરણ કહેવાય છે. આ મરણ હસ્તી વગેરેના શવમાં પેસીને ગૃધ્રાદિકવડે જેનું ભક્ષણ કરાય તેને જ સંભવે છે. (15) ભવેત્તરજ્ઞામર ભક્ત એટલે ભોજન અને ઉપલક્ષણથી પાનાદિક જાણવાં, એટલે કે “આ અશનપાનાદિ મેં ઘણી વાર વાપર્યા છે, તે અવદ્ય એટલે પાપ તેના જ હેતુભૂત છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ.” એમ “શ” પરિજ્ઞાવડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે (ભક્ત પાનાદિકનો) ત્યાગ કરીને જે મરણ પામવું તે ભક્તપરિજ્ઞામરણ કહેવાય છે. (16) “ગિનીમર' નિયમિત કરેલા પ્રદેશમાં જ ચેષ્ટા કરતાં જે મરણ પામવું તે ઇંગિનીમરણ કહેવાય છે. આ મરણ ચતુર્વિઘ આહારનું પ્રત્યાખ્યાન કરીને નિયમિત પ્રદેશમાં જ પોતાની મેળે ઉદ્વર્તનાદિક કરતા એવા મુનિને હોય છે. (17) પાવો મમર' પાદપ એટલે વૃક્ષ, ઉપ એટલે સશપણું અને ગમ એટલે પામવું, અર્થાત્ જેમ પડેલું વૃક્ષ સમ વિષમ સ્થાનનો વિચાર કર્યા વિના જ્યાં જેમ પડ્યું હોય છે તેમજ નિશ્ચળ રહે છે, અને બીજાના કંપાવ્યાથી જ માત્ર કંપે છે, તેમ આ પ્રકારનાં અનશનને અંગીકાર કરેલા પૂજ્ય મુનિ પણ પોતાનું નિર્નિમેષ અંગ પ્રથમથી જ સમ અથવા વિષમ, જેવા સ્થાનમાં પડ્યું હોય તેમનું તેમજ રહેવા દે, પોતે કિંચિત્ પણ હલાવે નહીં, તેવા પ્રકારે જે મરણ પામે તે પાદપોપગમ મરણ કહેવાય છે. જોકે આ છેલ્લાં ત્રણ મરણનું ફળ વૈમાનિકપણું અથવા મુક્તિ એ બે પ્રકારનું ત્રણેમાં સરખું છે, તોપણ વિશિષ્ટ, વિશિષ્ટતર અને વિશિષ્ટતમ શૈર્યવાળાને તે ઉત્તરોત્તર સંભવે છે. તેવો વિશેષ ભાવ હોવાથી પહેલું મરણ કનિષ્ઠ (નાનું), બીજું મધ્યમ અને ત્રીજું જ્યેષ્ઠ કહેવાય છે. સાધ્વીઓને તે ત્રણ મરણ પૈકી પહેલું એક જ મરણ હોય છે. કહ્યું છે કે सव्वा वि अ अज्जाओ, सब्वे वि य पढमसंघयणवज्जा / सब्वे वि देसविरया, पच्चक्खाणेणओ मरंति // 1 // ભાવાર્થ-“સર્વે સાધ્વીઓ, સર્વે પ્રથમ સંહનન વિનાના જીવો, અને સર્વે દેશવિરતિવાળા જીવો પ્રત્યાખ્યાને કરીને જ મરણ પામે છે.” અહીં પ્રત્યાખ્યાન શબ્દ કરીને ભક્તપરિજ્ઞા જ જાણવી. ઇંગિની નામનું અનશન અતિ વિશિષ્ટ શૈર્યવાળાને જ હોય છે, એમ સાથ્વીના નિષેઘથી નિશ્ચય થાય છે, અને પાદપોપગમન તો વય પરિપક્વ થાય ત્યારે દેવ ગુરુને નમસ્કાર કરીને તેમની પાસે અનશન ગ્રહણ કરીને, પર્વતની ગુફા વગેરે ત્રસસ્થાવર જંતુ રહિત સ્થંડિલે, વૃક્ષની જેમ નિમેષાદિક* કરવામાં પણ ચેષ્ટા રહિત થઈને, પ્રથમ સંતાનવાળાને, કોઈ પણ પ્રકારની શરીરની સંભાળ વિના, જેવા તેવા સંસ્થાનવડે સ્થિત થઈને પ્રશસ્ત ધ્યાન કરતાં પ્રાણાંત સુધી નિશ્ચળ રહેવું તે કહેવાય છે. તે વિષે કહ્યું છે કે * આંખનું મટકું મારવું તે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy