SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાને ર૮૪] તપાચારનો પહેલો ભેદ-અનશન 313 पढमंमि अ संघयणे, वर्सेतो सेलकुट्टसमाणो / तेसिं पि अ वुच्छेओ, चउदसपुवीण वुच्छेए // 1 // ભાવાર્થ-જે પ્રથમ સંહનનમાં વર્તતા હોય, અને જે પર્વતના શિખરના જેવા નિશ્ચળ હોય તેમને પાદપોપગમન અનશન હોય છે. તેનો પણ ચૌદપૂર્વીનો ઉચ્છેદ થાય ત્યારે વિચ્છેદ થાય છે. આ ત્રણે પ્રકારના અનશન નિર્વાઘાતપણામાં સંલેખનાપૂર્વક જ કરવામાં આવે છે, નહીં તો આર્તધ્યાનનો સંભવ થાય. પણ વ્યાધિ, વીજળી, પર્વત, ભીંત વગેરેનું પડવું અથવા સર્પાદિકનું કરડવું વગેરે વ્યાઘાત પ્રાપ્ત થયેલ હોય ત્યારે તો સંલેખના વિના પણ તે અનશન લઈ શકાય છે. આ ઇવર અને માવજીવ એ બન્ને પ્રકારનું અનશન તપ સમગ્ર કર્મનો ક્ષય કરનાર છે. તે ઉપર દૃષ્ટાંત કહે છે– અનશન તપ ઉપર ધન્ય મુનિનું દ્રષ્ટાંત કાકંદીપુરીમાં ઘના નામે એક સાર્થવાહ રહેતો હતો. તેને ઘન્ય નામે પુત્ર હતો. તે ભોગને સમર્થ એવી યુવાવસ્થાને પામ્યો, ત્યારે તેની માતા ભદ્રાએ બત્રીશ પ્રાસાદ કરાવીને બત્રીશ શ્રેષ્ઠીની કન્યાઓ સાથે એક જ દિવસે તેને પરણાવ્યો. ઘન્ય તે સ્ત્રીઓ સાથે દોગંદુકદેવની જેમ સુખ ભોગવવા લાગ્યો. તે સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતાં તેણે કેટલાક વર્ષો વ્યતીત કર્યા. એકદા ચોવીશ અતિશયોથી વિરાજમાન શ્રી મહાવીર સ્વામી પુરીમાં સમવસર્યા, તે વખતે ઘન્ય પણ ભગવાનના દર્શનમાં ઉત્કંઠિત થઈને પગે ચાલતો પ્રભુ સમીપે ગયો, અને વિશ્વબંધુ પ્રભુને વાંદીને તેમની પાસે ભવના ક્લેશનો નાશ કરનારી દેશના સાંભળી. ત્રિકાળજ્ઞાની પ્રભુની દેશના મનમાં વિચારતાં ઘન્ય વૈરાગ્ય પામ્યો; એટલે તેણે તેની માતા પાસે જઈને કહ્યું કે-“હે માતા! ભગવાનની દેશના સાંભળીને મને વિષયોમાં ઉગ થયો છે, માટે તમારી આજ્ઞાથી હું દીક્ષા ગ્રહણ કરીશ.” તે સાંભળીને માતાએ મુનિનાં વ્રત પાલન કરવામાં અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો સહન કરવા તથા રસ વિનાના વિરસ આહાર કરવા ઇત્યાદિ અનેક પ્રકારનાં અતિ દુઃખ છે એમ જણાવ્યું, તોપણ તે ઘન્ય પુરીષની જેમ વિષયભોગની ઇચ્છા કરી નહીં, ત્યારે ભદ્રાએ ખુશીથી તેનો નિષ્ક્રમણોત્સવ કર્યો. ભગવાને પોતે જ તેને દીક્ષા આપી. તે જ દિવસે ઘન્યમુનિએ સ્વામી પાસે અભિગ્રહ કર્યો કે, “હે ભગવન્! આપની આજ્ઞાથી હું નિરંતર છઠ્ઠ તપ કરીશ, અને પારણામાં ગૃહસ્થ તજી દીઘેલી ભિક્ષાથી આંબિલ કરીશ.” ભગવાન બોલ્યા કે, “હે ઘન્ય! જેમ સુખ ઊપજે તેમ તપઘર્મમાં પ્રવૃત્તિ કર.” એવી જિનેશ્વરની આજ્ઞાથી હૃષ્ટતુષ્ટ થઈને ઘન્ય મુનિ તપસ્યામાં પ્રવર્તી. પહેલા છઠ્ઠના પારણાને દિવસે પહેલી પોરસીમાં તેમણે સ્વાધ્યાય કર્યો, બીજી પોરસીમાં ધ્યાન કર્યું, અને ત્રીજી પોરસીમાં જિનેશ્વરની આજ્ઞા લઈને ભિક્ષા માટે અટન કરી આંબિલને માટે અન્ન ગ્રહણ કર્યું. બીજી કાંઈ ઇચ્છા કરી નહીં. તે જ પ્રમાણે દરેક પારણાને દિવસે ભિક્ષાટન કરતાં કોઈ વખત અન્ન મળે, કોઈ વખત માત્ર જળ મળે, તોપણ તે ખેદ કરતા નહીં. જો કોઈ પણ દિવસે ભિક્ષા મળે તો તે પ્રભુને બતાવતા, અને પછી પ્રભુની આજ્ઞાથી માત્ર દેહને ધારણ કરવા માટે જ આહાર કરતા. એ પ્રમાણે તપ કરતાં તે મુનિનું શરીર અતિ કૃશ થઈ ગયું. માંસ રહિત અને માત્ર સૂકાં હાડકાંથી ભરેલું તેમનું શરીર કોયલાના ગાડાની જેમ રસ્તામાં ચાલતી વખતે ખડ ખડ' શબ્દ કરતું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy