SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ 314 શ્રી ઉપદેશપ્રાસાદ- ભાષાંતર-ભાગ 4 [સ્તંભ 19 એકદા વિહાર કરતાં ભગવાન રાજગૃહી નગરીના ગુણશીલ વનમાં સમવસર્યા. તેમને વાંદવા માટે શ્રેણિક રાજા ત્યાં આવ્યા. સ્વામીને વાંદીને દેશના સાંભળી, પછી તેમણે પૂછ્યું કે “હે ભગવન્! આ સઘળા મુનિઓમાં કયા મુનિ દુષ્કરકારક છે?” પ્રભુ બોલ્યા કે “આ ગૌતમ વગેરે ચૌદ હજાર મુનિઓમાં ઘન્યમુનિ મોટી નિર્જરા કરનાર મહા દુષ્કરકારક છે. તે ભદ્રાપુત્ર નિરંતર છઠ્ઠ તપ કરીને આંબિલથી પારણું કરે છે.” ઇત્યાદિ સર્વ વૃત્તાંત સાંભળીને શ્રેણિક રાજા હર્ષ પામી ઘન્યઋષિ પાસે ગયા, અને તે મુનિને નમીને તેમણે કહ્યું કે, “હે ઋષિ! તમને ઘન્ય છે, તમે કૃતપુણ્ય છો.” ઇત્યાદિ સ્તુતિ કરીને રાજા પોતાના નગરમાં ગયા. એકદા ઘન્યઋષિ રાત્રે ઘર્મજાગરિકાએ જાગતાં એમ વિચાર કરવા લાગ્યા કે “તપસ્યાથી શુષ્કદેહ થયેલો હું પ્રભાતે સ્વામીની આજ્ઞા લઈ વિપુલગિરિપર જઈને એક માસની સંખનાવડે શરીરનું શોષણ કરી જીવિત તથા મરણમાં સમભાવ રાખતો સતો વિચરીશ.” પછી તેમણે તે જ પ્રમાણે કર્યું. પ્રાંતે શુભ ધ્યાન વડે કાળ કરીને સર્વાર્થસિદ્ધ નામના મહા વિમાનમાં તે દેવપણે ઉત્પન્ન થયા. પછી ગૌતમ ગણઘરે ભગવાનને પૂછ્યું કે “હે ભગવંત! આપના શિષ્ય ઘન્ય મુનિ કઈ ગતિમાં ગયા?” ભગવાન બોલ્યા કે “હે ગૌતમ! અહીંથી કાળઘર્મ પામીને ઘન્ય મુનિ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે, અને તેત્રીશ સાગરોપમની સ્થિતિ ભોગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઊંચ કુળને વિષે ઉત્પન્ન થશે, અને દીક્ષા લઈ કેવળજ્ઞાન પામીને મોક્ષે જશે.” “આ પ્રમાણે ઘન્યઋષિએ સમતાપૂર્વક પાપકર્મની નિર્જરા કરવા માટે બન્ને પ્રકારના અનશન તપનું સેવન કર્યું, તેમજ જે ક્ષણે દીક્ષા લીધી તે જ ક્ષણે પૌદ્ગલિક સુખની તમામ આશાઓ તજી દીથી. ઘન્ય ઘન્ના અણગારને!' વ્યાખ્યાન 285 તપાચારનો બીજો અને ત્રીજો ભેદ ઊનોકરી અને વૃતિસંક્ષેપ उनोदरितपोद्रव्यभावभेदात्मकं परैः / विशिष्यज्ञायमानत्वात् महत्फलं निरन्तरम् // 1 // ભાવાર્થ-“ઊનોદરી તપ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારનું છે. તેનું વિશેષપણું જાણવાથી તે નિરંતર મહલ્ફળને આપનારું છે.” આ અર્થનું સમર્થન કરવા માટે આ પ્રમાણે ભાવના કરવી કે, “હમેશાં આહાર કરતાં છતાં પણ સાધુ શ્રાવક વગેરેને ઊનોદરી તપથી મોટું ફળ પ્રાપ્ત થાય છે.” તેમાં ઉપકરણ તથા ભક્તપાનાદિક સંબંથી ઊનોદરી તે દ્રવ્યથી ઊનોદરી જાણવું, અને ક્રોઘાદિકનો જે ત્યાગ કરવો તે ભાવથી ઊનોદરી જાણવું. “સાધુ શ્રાવક વગેરેએ કદાચિત પણ યથેચ્છપણે કંઠ સુઘી ઠાંસીને છાયા ઓડકાર આવે તેટલું તો જમવું જ નહીં.” નવ પ્રકારની બ્રહ્મચર્યગતિમાં પણ એવો નિષેઘ કરેલો છે. જો કે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, માસક્ષપણ વગેરે અનેક પ્રકારનાં તપમાં દ્રવ્યથી તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy