SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન 284] તપાચારનો પહેલો ભેદ–અનશન (311 તિર્યંચ, મનુષ્ય અને દેવતાની ગતિમાં ઉત્પત્તિ સમયથી આરંભીને પોતપોતાના આયુકર્મના દળિયાં પ્રતિસમય વેદીને ઘટાડવાં, તેવા પ્રકારના મરણને આવી ચિમરણ કહેલું છે. (2) “વધાર” અવધિ એટલે મર્યાદા. નારકાદિક ભવ સંબંધી આયુકર્મનાં દળિયાંનો અનુભવ કરીને મરે, અને મરણ પામ્યા પછી પાછો ફરીને જ્યારે તે જ દળિયાંનો અનુભવ કરીને મરે, ત્યારે તે દ્રવ્યથી અવધિમરણ કહેવાય છે; કેમકે પરિણામની વિચિત્રતા છે, તેથી ગ્રહણ કરીને ત્યાગ કરેલાં કર્મદળિયાંનું પણ ફરીથી ગ્રહણ સંભવ છે. એ પ્રમાણે ક્ષેત્રાદિકમાં પણ ભાવના કરવી. (3) શંતિવમર” અંતિક એટલે છેલ્લું થયેલું, અર્થાતુ નરકાદિ ગતિનાં આયુકર્મનાં દળિયાંને અનુભવીને મરણ પામે, અને મરણ પામ્યા પછી ફરીથી કોઈ પણ વખતે તે દળિયાંને અનુભવીને મરે જ નહીં તે દ્રવ્યથી અંતિકમરણ કહેવાય છે, એ પ્રમાણે ક્ષેત્રાદિકથી પણ જાણવું. (4) “વર્નર’ વલતું એટલે ચારિત્રથી પાછા વળતાં મરણ થાય તે, અર્થાત્ મુનિ સંબંધી દુષ્કર તપ તથા ચારિત્રનું સેવન કરવું અથવા ગ્રહણ કરેલું ચારિત્ર મૂકી દેવું. તે બન્નેમાં અસમર્થ થઈને “હવે તો આમાંથી જલદી છુટાય તો ઠીક” એમ વિચારતાં જે મરણ થાય તે વડન્મરણ કહેવાય છે. આ મરણ વ્રતના પરિણામથી ભ્રષ્ટ થયેલા મુનિઓને જ સંભવે છે. (5) “વશર્તમર' વશર્ત એટલે ઇંદ્રિયોના વિષયને આધીન થવાથી પીડાતાં, દીવાની શિખા જોઈને આકુળવ્યાકુળ થયેલા પતંગની જેમ આકુળવ્યાકુલ થઈને મરણ પામે તે વાર્તમરણ કહેવાય છે. (6) “સત્તઃશન્યર લક્ઝદિકના કારણથી, થઈ ગયેલા દુરાચરણની આલોચના ન કરવી તે અન્તઃશલ્ય કહેવાય છે. તેવા શલ્યવાળાનું જે મરણ તે અન્તઃશલ્ય મરણ કહેવાય છે. આ મરણ અતિ દુષ્ટ છે. (7) “તદ્ધવર’ હાલ જે ભવમાં પ્રાણી વર્તે છે, તે ને તે જ ભવને યોગ્ય એવું આયુષ્ય બાંધીને તે ભવનું આયુષ્ય ક્ષય કરીને મરે તે તદ્ભવ મરણ કહેવાય છે. આ મરણ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચને જ હોય છે, પણ અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચને (જુગળિયાને) તેમજ દેવ તથા નારકીને ફરીને અનંતર તદ્ભવનો અભાવ હોવાથી આ મરણ હોતું નથી. (8) “વામર’ બાલ એટલે મિથ્યાવૃષ્ટિનું અથવા અવિરત સમ્યગ્દષ્ટિનું જે મરણ તે બાળમરણ કહેવાય છે. | (9) “પંડિતર સર્વવિરતિ પામેલા શ્રમણનું જે મરણ તે પંડિતમરણ કહેવાય છે. (10) મિશ્રમર' બાલપંડિત એવા દેશવિરતિ શ્રાવકનું જે મરણ તે મિશ્રમરણ કહેવાય છે. (11) “છસ્થર’ મતિ, કૃત, અવધિ અને મન:પર્યાય એ ચાર જ્ઞાનવાળા મુનિનું જે મરણ તે છદ્મસ્થમરણ કહેવાય છે. (12) “રેવન્ટીમર' જેમણે સમગ્ર ભવપ્રપંચનો અપુનર્ભવપણે નાશ કર્યો છે એવા કેવળીનું મરણ તે કેવલીમરણ કહેવાય છે. (13) “વફાયર” અકાશમાં થયેલું જે મરણ તે વૈહાયસમરણ કહેવાય છે, અર્થાત્ ઊંચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy