SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૮ દુષ્ટપણું બતાવવું તે દુષ્ટ પ્રતિચ્છિત, ૧૦ મલિન અંતઃકરણથી શ્રુતપાઠ કરવો, ૧૧ અકાળે સ્વાધ્યાય કરવો, ૧૨ કાળે સ્વાધ્યાય ન કરવો, ૧૩ અસ્વાધ્યાય વખતે સ્વાધ્યાય કરવો અને ૧૪ સ્વાધ્યાય વખતે સ્વાધ્યાય ન કરવો. ‘વ્યંજનનું અન્યથા કરવું' તેના પાંચ પ્રકાર છે. પ્રથમ તો પ્રાકૃત સૂત્ર હોય તેને સંસ્કૃત ભાષામાં બોલવું તે. જેમકે સંયોગાવિમુવલ્પ્સને ઠેકાણે સંયોગાદ્વિપ્રમુત્સ્ય એમ કહેવું. બીજું પદોને પશ્ચાનુપૂર્વાએ બોલવા અથવા ઊલટ સુલટ બોલવા. જેમકે વિમુત્ત્ત સંયોગા. ત્રીજું કહેલા પદો નહીં બોલતાં તે જ અર્થવાળા બીજા પર્યાયી શબ્દો બોલવા, જેમકે સંબંધા વિઝિબલ્લ. ચોથું એક વર્ણને બદલે બીજો વર્ણ બોલવો, જેમકે સંયોગના સકારને બદલે ગમે તે અક્ષર બોલવો. પાંચમું વર્ણનું વિપરીતપણું કરવું, જેમકે સંયોગને બદલે (સંયોગનો અર્થ સંબંધ છે, અને વિપ્રમુક્તનો અર્થ વિવર્જિત છે) વિયોગ શબ્દ બોલવો. આ પ્રમાણે અર્થમાં તેમજ વ્યંજનાર્થ ઉભયમાં અન્યથા કરવાથી તેમજ ન્યૂનાધિક કરવાથી ઉત્પન્ન થતા દોષો જાણી લેવા, તેમાં વ્યંજનને અન્યથા કરવાના સંબંધમાં ‘‘ચૈત્યવંદનના પ્રાકૃત સૂત્રોને હું સંસ્કૃત ભાષામાં કરું’’ એમ સિદ્ધસેન દિવાકર બોલ્યા હતા, તેથી તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત કરવું પડ્યું હતું. તે દૃષ્ટાંત પ્રથમ કહી ગયા છીએ. વ્યંજન અઘિક વા૫૨વાના સંબંધમાં કુમારપાળ રાજાનું દૃષ્ટાંત આ પ્રમાણે— કુમારપાળ રાજાનું દૃષ્ટાંત એકદા પાટણ નગરમાં કુમારપાળ રાજા સામંતો, મંત્રીઓ અને શેઠ સાર્થવાહાદિકે પરિવરેલા રાજસભામાં બેઠા હતા. તે વખતે તેમણે શ્રી જયસિંહ રાજાના વૃદ્ધ મંત્રીઓને પૂછ્યું કે—“હું સિદ્ધરાજથી ગુણમાં હીન છું, અઘિક છું કે સમાન છું?” તે સાંભળીને તે મંત્રીઓ બોલ્યા કે—“મહારાજ! સિદ્ધરાજમાં અઠ્ઠાણું ગુણ હતા અને બે જ દોષ હતા, અને આપને વિષે તો બે ગુણ અને અઠ્ઠાણું દોષ રહેલા છે.” આ પ્રમાણે મંત્રીનાં વચન સાંભળીને તે રાજાને પોતાના દૂષિત આત્મા ઉપર ખેદ થયો, તેથી તેણે ખડ્ગ ઉપર દૃષ્ટિ કરી. તેટલામાં તેના અભિપ્રાયને જાણી ગયેલા તે મંત્રીઓ બોલ્યા કે—“હે સ્વામિન્! અમે વિચાર્યા વિના માત્ર બહિવૃત્તિની જ વાત કરી છે. પણ તત્ત્વદૃષ્ટિથી જોતાં તો આપ તેનાથી અધિક છો.” તે સાંભળીને રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તેઓ બોલ્યા કે—“સિદ્ધરાજમાં જે અઠ્ઠાણું ગુણ હતા તે યુદ્ધમાં કાય૨૫ણું તથા સ્ત્રીલંપટપણું એ બે દોષથી ઢંકાઈ ગયા હતા, અને આપનામાં જે કૃપણતા વગેરે અઠ્ઠાણું દોષ છે તે સંગ્રામશૂરતા અને ૫૨નારીસહોદરતા એ બે ગુણોથી ઢંકાઈ ગયા છે, માટે સત્ત્વપણું તથા ૫૨સ્ત્રીબાંધવતા એ બે ગુણોના આધારભૂત હોવાથી આપ જ સર્વ ગુણીજનોમાં શિરોમણિ છો.'' આ પ્રમાણે મંત્રીનાં વચન સાંભળીને રાજાનો અંતરાત્મા સંતોષ પામ્યો. તે વખતે કોઈ વિદ્વાન રાજાને ઉદ્દેશીને એક શ્લોક બોલ્યો કે– पर्जन्य इव भूताना - माधारः पृथिवीपतिः । विकलेऽपि हि पर्जन्ये, जीव्यते न तु भूपतौ ॥१॥ ભાવાર્થ—‘પ્રાણીઓનો મેઘની જેમ રાજા જ આધાર છે; પરંતુ કદી મેઘની અકૃપા થઈ હોય તો જિવાય છે, પણ રાજાની અકૃપા થઈ હોય તો જિવાતું નથી.’’ ૧ ઉપલા પદોનાં આ પદો પર્યાય થાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy