SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૧૨] પૂજાનો વિધિ ક્રોઘાતુર થયેલા વિષ્ણુ મુનિએ વૈક્રિય લબ્ધિથી લાખ યોજન પ્રમાણ શરીર વિક્ર્વીને એક પગ પૂર્વ દિશાની જંબૂદ્વીપની અંગતી ઉપર અને બીજો પગ પશ્ચિમ દિશાની જગતી ઉપર મૂકીને કહ્યું કે–“હે પાપી!હવે ત્રીજો પગ મૂકવાની જગ્યા ક્યાં આપે છે?” તે સાંભળીને ભયભ્રાંત થયેલો નમુચિ મૌન રહ્યો, એટલે વિષ્ણુમુનિએ ત્રીજું પગલું નમુચિની પીઠ પર મૂક્યું, તેથી જેમ ત્રિવિક્રમે બલીરાજાને પાતાલમાં પેસાડી દીઘો હતો, તેમ તે નમુચિ પણ દ્રવ્યથી અને ભાવથી બન્ને પ્રકારે પાતાલમાં ગયો. તે સમયે પર્વતો પણ કંપવા લાગ્યા, ગ્રહો ભયભીત થયા, અને ઇંદ્રાદિક દેવો પણ “આ શું?” એમ સંભ્રાંત થઈ ગયા. પછી અવધિજ્ઞાન વડે તેનું કારણ જાણીને ઇંદ્ર વિષ્ણુમુનિના ક્રોઘને શાંત કરવા માટે સંગીત જાણનારાં ગંધર્વોને મોકલ્યા. તેઓએ મુનિના કર્ણ પાસે શાંતતા રૂપ અમૃતમય ગીતનૃત્યનો આરંભ કર્યો, તેથી મુનિનો કોપાગ્નિ શાંત થયો, અને તેઓ મૂળ સ્વરૂપે સ્થિત થયા. મહાપદ્મ ચક્રી પણ લજ્જ સહિત આવીને મુનિને નમ્યો. તેને મુનિએ ઓળંભો દીવો કે “તું રાજ્ય પાળતાં છતાં શાસનની આવી હીલના અને સાધુઓને આવી પીડા થાય, તો પછી બીજા શુદ્ર રાજાઓના રાજ્યમાં તેમ થાય તો તેનો શો દોષ?' ઇત્યાદિક ચક્રવર્તીને ઉપદેશ આપીને આચાર્ય પાસે આવી યથાર્થ કહેવા વડે આલોચના કરી, અને પ્રાયશ્ચિત્ત લઈને પ્રતિક્રમણ કર્યું. આ ઠેકાણે શાસનની ભક્તિને માટે તેમણે કર્યું છે તેથી તેમને કાંઈ દોષ નથી, તો પણ સક્ઝાયધ્યાનાદિકમાં કિંચિત્ બૃશત્વ અને વિભાવ પ્રસંગ– થવાથી તે ગુરુની સમક્ષ ઈર્યાપથિકી પડિકમવા વડે આલોચ્યું. પ્રાંતે વિષ્ણુકુમારમુનિ મોક્ષગતિ પામ્યા. આ પ્રમાણે મહા ઉત્પાત શાંત થવાથી જાણે નવો જન્મ અને ચૈતન્ય પામ્યા હોય તેમ સર્વ મનુષ્યોએ શુભ વસ્ત્ર અન્નપાન વગેરે ગ્રહણ કર્યા અને પરસ્પર જુહાર કર્યા. તે ઉપરથી મનુષ્યો દર વર્ષે પડવાને દિવસે ઉત્તમ વસ્ત્ર, અન્ન, પાન, જુહાર અને ઘરની શોભા વગેરે મહોત્સવ કરે છે. જે સાઘુઓની નિંદા કરે છે તે મનુષ્ય છતાં પણ પશુ સમાન જ છે, તેવું સર્વ સ્થાને પ્રસિદ્ધિમાં લાવવા માટે અને જણાવવા માટે રાજાએ ઘેરઘેર ગોહિસો કરાવ્યો. હજુ પણ મારવાડ વગેરેમાં છાણનો ગોહિસો કરવામાં આવે છે. જુહાર કરવાને દિવસે પહેલા ગણઘર શ્રી ગૌતમસ્વામીએ શ્રી વીતરાગ શબ્દના અર્થને વિચારતાં કેવળજ્ઞાન રૂપ લક્ષ્મીને, જિનેંદ્ર શાસનના રાજ્યને અને ગુણના સમૂહની શક્તિને પ્રાપ્ત કરી હતી. વ્યાખ્યાન ૨૧૨ પૂજાનો વિધિ निश्चयाद् भव्यजीवेन, पूजा कार्या जिने शितुः । दमयन्त्येव कल्याणसुखसंततिदायिनी ॥१॥ ભાવાર્થ-“ભવ્ય પ્રાણીએ દમયંતીની જેમ કલ્યાણ અને સુખની શ્રેણિ આપનારી જિનેશ્વરની પૂજા અવશ્ય કરવી.” ૧ દ્રવ્યથી શરીર પાતાલમાં પેસી ગયું; ભાવથી મરીને સાતમી નરકે ગયો. ૨ કાંઈક સક્ઝાય ધ્યાનાદિકમાં હાનિ આવવી. ૩ વિભાવ ગાનો પ્રસંગ પડવો. ૪ “ગોહિસો ? તે કાંઈ સમજાતું નથી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy