SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ દમયંતીની કથા કોસલા નગરીમાં નિષધ નામે રાજા હતો. તેને નળ અને કુબર નામના બે પુત્રો હતા. તે અરસામાં વિદર્ભ દેશમાં ભીમ નામે રાજા હતો. તેને દમયંતી નામની એક પુત્રી હતી. તેનાં સર્વે અંગો સુંદર હતાં, અને તે સમગ્ર કળાઓમાં કુશળ હતી. અનુક્રમે વૃદ્ધિ પામતી તે પુત્રી અઢાર વર્ષની થઈ, ત્યારે ભીમરાજાએ પુત્રીને યોગ્ય વર મેળવવાની ઇચ્છાથી સ્વયંવરનો આરંભ કર્યો. ત્યાં નળ અને કુબર સહિત નિષધ વગેરે ઘણા રાજાઓ ગયા. પછી પોતાની દાસીએ કરેલ વર્ણન સાંભળી દમયંતીએ નળના કંઠમાં વરમાળા આરોપણ કરી. પછી શુભ દિવસે પાણિગ્રહણના ઉત્સવમાં ભીમરાજાએ નળને હાથી, ઘોડા, રથ, રત્ન વગેરે આપ્યું. કેટલાક દિવસ ત્યાં રહીને પછી પુત્રો અને વહુ સહિત નિષથ રાજા કોસલા નગરી તરફ ચાલ્યો. તે વખતે ભીમરાજા પુત્રીને શિખામણ આપીને પાછો વળ્યો. માર્ગે ચાલતાં તેઓ એક મોટા જંગલમાં આવી પહોંચ્યા. તે વખતે સૂર્ય અસ્ત પામ્યો, ગાઢ અંધકારથી માર્ગ પણ દેખાવા ન લાગ્યો, તેથી તેનું સૈન્ય પગલે પગલે વારંવાર સ્ખલના પામતું દિગ્મૂઢ થઈ ગયું. તે વખતે દમયંતીએ પોતાનું કપાળ લૂહીને અંગરાગથી ઢંકાયેલું સ્વાભાવિક તિલક તેજસ્વી કર્યું. તેના તેજથી તે દંપતીએ નજીકમાં પ્રતિમા ઘારણ કરી રહેલા` એક મુનિને જોયા. તે સાધુના શરીર સાથે એક મદોન્મત્ત વનનો હાથી પોતાની સૂંઢ ઘસતો હતો, તેથી હાથીનો મદ સાધુના શરીરે ચોટતો હતો, તેની ગંધથી ભમરાઓ ગુંજારવ કરીને નિઃસ્પૃહ એવા તે મુનિને પીડા કરતા હતા. આ પ્રમાણે મુનિનું સ્વરૂપ જોઈને નિષધરાજા વગેરે સર્વે પોતપોતાના વાહનમાંથી ઊતરીને તેમને નમ્યા, અને તેમણે કહેલી ધર્મદેશના સાંભળ્યા પછી તેમને પૂછ્યું કે—‘હે સ્વામી! દમયંતીના કપાળમાંથી ઉદ્યોત શી રીતે પ્રગટ થયો?’ [સ્તંભ ૧૫ ત્યારે મુનિએ તેના પૂર્વજન્મનું વૃત્તાંત કહ્યું કે—પૂર્વભવમાં તેણે પાંચસો આંબિલ કર્યાં હતાં, ભાવી તીર્થંકર શ્રી શાંતિનાથની પૂજા કરી હતી, તપની સમાપ્તિમાં વિધિપૂર્વક ઉદ્યાપન કર્યું હતું, અને ચોવીશ તીર્થંકરોના ભાલસ્થળમાં રત્નજડિત સુવર્ણના તિલકો કરાવીને ચડાવ્યાં હતા; તે પુણ્યના પ્રભાવથી આ ભવે તેના ભાલસ્થળમાં તિલકને આકારે સૂર્યના ખંડના જેવો સ્વાભાવિક ઉદ્યોત થયો છે.’’ આ પ્રમાણે અમૃત સમાન વાણી સાંભળીને હર્ષ પામેલા નિષધ વગેરે પોતાના પુરમાં આવ્યા. ત્યાર પછી નિષઘરાજા નળને રાજ્યાભિષેક કરી, પોતે દીક્ષા ગ્રહણ કરીને સ્વર્ગમાં ગયા, અને નળરાજા અનુક્રમે ત્રણ ખંડનો સ્વામી થયો. હવે તેનું રાજ્ય લેવાની ઇચ્છાથી કુબર હમેશાં તેનાં છિદ્ર જોવા લાગ્યો. એકદા નળ પણ ભાઈની સાથે દ્યુત રમવા લાગ્યો. તે સંબંધમાં ઘણા આસ જનોની શિખામણ પણ તેણે માની નહીં, અને રમતાં રમતાં અનુક્રમે દૈવયોગે નળરાજા પોતાની પૃથ્વી અને સ્ત્રીને પણ હારી ગયો, એટલે કુબરે આનંદ પામીને કહ્યું કે‘હે ભાઈ! હવે પૃથ્વીને અને સ્ત્રીને મૂકી દે.’’ ત્યારે નળ માત્ર એક જ વસ્ત્ર ધારણ કરીને કોસલા નગરીમાંથી એકલો જવા લાગ્યો. નગરના લોકોએ તથા પ્રધાનોએ કુબરની પ્રાર્થના કરીને દમયંતીને સાથે મોકલી. તે સ્ત્રી પુરુષ ચાલતાં ચાલતાં એક મોટા અરણ્યમાં ૧ કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy