SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૩] ઘર્મીજનની પ્રશંસા ૨૬૯ કરાવી, તેની યથાવિધિ પ્રતિષ્ઠા કરીને તેને પ્રાસાદ ઉપર સ્થાપન કર્યા. પછી અતિ હર્ષના આવેશથી ચૈત્યના શિખર પર ચડીને તેણે સુવર્ણ અને રત્નની વૃષ્ટિ કરી. તે જોઈને કવિ લોકો તેની પ્રશંસા કરવા પૂર્વક બોલ્યા કે– निरीक्षिता पुराप्यासीत् वृष्टिर्जलमयी जनैः । तदा तु दद्दशे क्षौम-स्वर्णरत्नमयी पुनः॥१॥ ભાવાર્થ-“સર્વ લોકોએ પહેલાં પણ જળની વૃષ્ટિ તો જોયેલી હતી જ, પણ આજ તો ક્ષૌમ (વસ્ત્ર), સુવર્ણ અને રત્નની વૃષ્ટિ જોવામાં આવી.” પછી શિખર પરથી ઊતરીને ચૌલુક્ય રાજાની પ્રેરણાથી આમૃભટ મંત્રીએ આરતી ઉતારવા વગેરેનું કાર્ય શરૂ કર્યું. તે વખતે શ્રી મુનિસુવ્રતસ્વામીની પાસે કુમારપાળ રાજા વિધિ કરાવનાર તરીકે રહ્યા. બોતેર સામંતો સુવર્ણના દંડવાળા ચામરને ઘારણ કરીને ઊભા રહ્યા, અને વાગભટ વગેરે મંત્રીઓ સર્વ સાહિત્ય તૈયાર કરી આપનારા થયા. પછી આરતી ઉતારીને મંગળદીપ પ્રગટ કર્યો, તે સમયે પ્રભુના ગુણ ગાનારા ગાયકોને બત્રીસ લક્ષ દ્રવ્યનું દાન આપ્યું. તેનું આવું લોકોત્તર ચરિત્ર જોઈને ચિત્તમાં આશ્ચર્ય ઉત્પન્ન થવાથી જન્મ પર્વત મનુષ્યની સ્તુતિ ન કરવાનો નિયમ ભૂલી જઈને શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા કે किं कृतेन हि यत्र त्वं, यत्र त्वं किमसौ कलिः । कलौ चेद् भवतो जन्म, कलिरस्तु कृतेन किम् ॥१॥ ભાવાર્થ-“હે મંત્રી! જ્યાં તું છે ત્યાં સત્યયુગે કરીને શું? અર્થાત્ જ્યાં તું છે ત્યાં સત્યયુગ જ છે, અને જ્યાં તું છે ત્યાં આ કળિયુગ શું છે? અર્થાત્ કળિયુગનું કાંઈ ચાલતું જ નથી; તેથી જો તારો જન્મ કળિયુગમાં હોય તો એવો કળિયુગ જ સર્વ કાળ રહો, સત્યયુગનું કાંઈ કામ નથી.” कृते वर्षसहस्रेण, त्रेतायां हायनेन च । द्वापरे यच्च मासेन, अहोरात्रेण तत्कलौ ॥२॥ ભાવાર્થ-જે કાર્ય સત્યયુગમાં હજાર વર્ષે સિદ્ધ થાય છે, ત્રેતા યુગમાં એક વર્ષે સિદ્ધ થાય છે અને દ્વાપરમાં એક માસે સિદ્ધ થાય છે, તે કળિયુગમાં માત્ર એક અહોરાત્રીમાં જ સિદ્ધ થાય છે. આ પ્રમાણે આમ્રભટની પ્રશંસા કરીને ગુરુ તથા રાજા પોતાને સ્થાનકે ગયા. (પાટણ ગયા.) અહીં ગુરુ તથા રાજાના ગયા પછી આદ્મભટ મંત્રીને અકસ્માતુ કોઈ દેવીના દોષથી મરણ તુલ્ય મૂછ આવી. તે વાત કોઈએ ગુરુ પાસે જઈને વિનંતિપૂર્વક નિવેદન કરી, ત્યારે ગુરુએ તરત જ જાણ્યું કે “તે મહાત્માએ પ્રાસાદના શિખર ઉપર ચડીને હર્ષથી નાચ કર્યો. તે વખતે કોઈ મિથ્યાદ્રષ્ટિ દેવીનો દ્રષ્ટિદોષ લાગવાથી આ થયું છે.” એમ જાણીને સંધ્યાકાળે યશશ્ચંદ્ર નામના ઉપાધ્યાયને સાથે લઈને ગુરુ આકાશ ગતિથી અતિ અલ્પ કાળમાં જ ભરુચની પરિસરભૂમિએ આવી પહોંચ્યા. ત્યાં સિંધુ દેવીના અનુનય માટે ગુરુએ કાયોત્સર્ગ કર્યો. તે દેવીએ જિલ્લા બંઘ કરીને ગુરુની અવગણના કરી, ત્યારે યશશ્ચંદ્ર ગણિએ ખારણિયામાં શાળિ નાંખીને તેના પર મુશલના પ્રહાર કરવાનું શરૂ કર્યું. તેના પ્રથમ પ્રહારથી જ દેવીના પ્રાસાદનો પ્રકંપ થયો, બીજા પ્રહારે દેવીની મૂર્તિ જ તેના સ્થાનથી ઊડીને “વજપ્રહારથી મારી રક્ષા કરો, રક્ષા કરો” એમ બોલતી પ્રભુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy