SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ નથી, માટે તારા રાજાને તેના બળની પરીક્ષા કરવા માટે જલદી અહીં લાવ.” તે સાંભળી સુવેગ ભયસહિત પાછો ફરીને થોડા જ દિવસમાં પોતાના નગરમાં આવ્યો, અને બાહુબલીનું સર્વ વૃત્તાંત ભરત મહારાજાને કહ્યું. તેણે જણાવ્યું કે-“બાહુબલીને ઇંદ્ર પણ જીતવા સમર્થ નથી.” તે સાંભળીને ભરત ચક્રી પોતાના સવા કરોડ પુત્ર અને સૈન્ય સહિત તક્ષશિલા નગરી તરફ ચાલ્યા. બાહુબલી પણ પોતાના પુત્રો તથા સૈન્ય સહિત સામા આવ્યા. તેનો મોટો પુત્ર સોમયશા એકલો પણ ત્રણ લાખ હાથી, ઘોડા અને રથનો જીતનાર હતો; તેને ત્રણ લાખ પુત્રો હતા, તેમાં સૌથી નાના પુત્ર પણ એકલો એક અક્ષૌહિણી સેના જીતવાને સમર્થ હતો. ચક્રીના સૈન્યમાં ચોરાશી લાખ ડંકાઓ, અઢાર લક્ષ દંદુભિ અને સોળ લાખ બીજાં વાજિંત્રો હતાં, તે બઘાંનો એક જ વખતે નાદ થવા લાગ્યો. તે સાંભળીને ઉત્સાહ પામેલા બન્ને પક્ષના વીરો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. નિરંતર યુદ્ધ ચાલતાં એક દિવસે અનિલગ નામનો વિદ્યાધર કે જે બાહુબલીનો ભક્ત હતો તે ચક્રીના સેનાપતિને અસ્ત્રવિદ્યાવડે જીતીને આકાશમાર્ગે ચક્રીની હાથીની સેનામાં પેઠો, અને દડાની જેમ હાથીઓને આકાશમાં ઉછાળીને તેમને પૃથ્વી પર પડતાં મુષ્ટિથી હણવા લાગ્યો. તે બીજા કોઈ પણ પ્રકારથી પરાજય નહીં પામે એમ જાણીને ચક્રીએ તેના પર ચક્ર રત્ન છોડ્યું. ચક્રને જોતાં જ તે ભયથી નાઠો. પછી તે મેરુ પર્વતની ગુફાઓમાં કે સમુદ્ર વગેરેમાં જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પૂર્વ જન્મમાં કરેલાં કર્મની જેમ ચક્ર રત્ન તેની પાછળ ને પાછળ જ ગયું. છેવટે પોતાના રક્ષણ માટે તેણે વિદ્યાના જોરથી વજનું પાંજરું બનાવ્યું અને તેમાં તે પેઠો. તે વખતે ચક્ર રત્નના અધિષ્ઠાયક દેવોએ તેને કહ્યું કે-“અરે! તારા પરાક્રમને ફોગટ કેમ લક્તિ કરે છે?” વજપિંજરમાં રહેતાં તેને છ માસ વીતી ગયા. છ માસને અંતે અભિમાન આવવાથી તે બહાર નીકળ્યો. એટલે ચક્ર રત્ન તેનું મસ્તક કાપીને ચક્રીના હાથમાં ગયું. આવી રીતે યુદ્ધ કરતાં બાર વર્ષ વ્યતીત થઈ ગયાં. એક દિવસ ચક્રીનો મોટો પુત્ર સૂર્યયશા બાહુબલીના સૈન્યમાં દાવાનળની જેમ પ્રસર્યો અને થોડી વારમાં કાકાની પાસે આવી પહોંચ્યો. તેને જોઈને બાહુબલીએ કહ્યું કે-“હે વત્સ! તું નાનો છતાં મારી સેનામાં પેઠો, તેથી મને આનંદ થાય છે. તારા જેવા પરાક્રમી પુત્રથી અમારો વંશ ઉદ્યોતને પામ્યો છે, પરંતુ ત્રણ લોકમાં પણ મારા ક્રોઘને સહન કરવાને કોઈ શક્તિમાન નથી, માટે તું મારી દ્રષ્ટિથી દૂર જતો રહે.” સૂર્યયશા બોલ્યો કે–“હે કાકા! આજે તમારા વિના મારો યુદ્ધમનોરથ કોણ પૂર્ણ કરશે?' એમ કહીને તેણે ઘનુષનો ટંકાર કર્યો. તે વખતે આકાશમાં રહીને યુદ્ધ જોનારા દેવતાઓએ એકત્ર થઈને બન્ને પક્ષના સુભટોને યુદ્ધ કરવાનો નિષેઘ કર્યો અને બન્ને ભાઈઓ પાસે આવીને કહ્યું કે-“હે યુગાદીશના પુત્રો! તમારા પિતાએ આ વિશ્વનું પાલન કર્યું છે, તેનો સંહાર કરવા માટે તમે કેમ તૈયાર થયા છો? માટે તેમ કરવું તમને ઉચિત નથી. પરંતુ તમારે બળની પરીક્ષા કરવી હોય તો તમો બે જ જણ પરસ્પર અમારાં ઠરાવી આપેલાં વૃષ્ટિ યુદ્ધ, વાન્ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, દંડ યુદ્ધ અને અસ્ત્ર યુદ્ધ–એ પાંચ પ્રકારનાં યુદ્ધ કરો, અમે મધ્યસ્થ રહીને જોઈશું.” આ પ્રમાણેનું દેવતાનું વચન બન્ને ભાઈઓએ અંગીકાર કર્યું, એટલે દેવતાઓ તથા મનુષ્યો ૧ અક્ષૌહિણી સેનામાં ૨૧૮૭૦ હાથી, તેટલા જ રથો, ૬૫૬૧૦ ઘોડા અને ૧૦૯૩૫૦ પાયદળ હોય છે. અન્યત્ર બીજી રીતે પણ તેનું પ્રમાણ કહેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy