SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ પત્રમાં રાજાએ જે ગતવ્યમ્ લખ્યું હતું તેના પહેલા અક્ષર (4) ઉપર નેત્ર આંજવાની સળીને ઘૂંકથી ભીની કરી તેના વડે નેત્રમાંથી અંજન લઈને અનુસ્વાર કર્યું. માથે અનુસ્વાર કરવાથી થીતચં ને બદલે ગંધીતત્રં થયું. અહો! અનુસ્વાર રૂપી એક માત્રા વઘવાથી એકાંત અહિતકારી અર્થ થઈ ગયો. પછી અશોક રાજાએ તે કાગળને પ્રમાદથી ફરી વાંચ્યા વિના જ બીડી દીઘો, અને અવન્તિ નગરીએ મોકલ્યો. કુમારે પણ પિતાની નામમુદ્રાથી અંકિત તે લેખને પોતાના બે હાથે ગ્રહણ કરીને મસ્તકે ચડાવ્યો. પછી તે લેખ વાંચીને અત્યંત ખેદ પામ્યો, નેત્રોમાં અશ્રુ આવ્યાં, અને લેખનો અર્થ કોઈને કહી શક્યો નહીં, એટલે તેના બીજા અનુચરોએ તે લેખ વાંચ્યો. તેથી તેઓ પણ ખેદ પામીને બોલ્યા કે “હે કુમાર! શા માટે ખેદ પામો છો? ફરીથી અમે આ કાગળનો નિર્ણય કરીશું.” તે સાંભળીને કુમાર બોલ્યો કે “આજ સુધી મૌર્ય વંશમાં કોઈ પણ ગુરુની આજ્ઞા ઉલ્લંઘન કરનાર થયો નથી; માટે જો કદાચ હું જ પ્રથમ આજ્ઞાલોપી થાઉં, તો મેં ચલાવેલા માર્ગને બીજા પણ અનુસરશે.” એમ કહીને કુમાર પોતે જ તપાવેલી શલાકાને પોતાની આંખમાં નાંખીને અંઘ થયો. કેટલેક દિવસે અશોક રાજાએ તે વૃત્તાંત જાણીને વિચાર્યું કે “કૂટ લેખ લખનાર તેમજ ફરીથી બરાબર વાંચ્યા વિના લેખ મોકલનાર એવા મને ધિક્કાર છે!” એમ પોતાના આત્માને નિંદવા લાગ્યો. પછી અનુક્રમે રાજાના જાણવામાં આવ્યું કે “કુમારની સાત્નિ માતાએ આ દુષ્ટ કામ કર્યું છે.” તે ઉપરથી સ્ત્રી જાતિનું દુષ્ટપણે જાણીને રાજાએ વિચાર્યું કે “આ પુત્ર અંઘ થવાથી હવે તે રાજ્યને અથવા માંડલિકપણાને પણ યોગ્ય નથી. અહો! મારે વિષે જેની આવી ભક્તિ છે તેને જ આવું અંઘપણું પ્રાપ્ત થયું.” પછી રાજાએ કુણાલને ઘણો સમૃદ્ધિવાળો ગ્રાસ આપ્યો અને તેની સાપત્ન માતાના કુમારને અવન્તિનું રાજ્ય આપ્યું. અનુક્રમે કુણાલકુમારને શરશ્રી નામની પત્ની થકી બત્રીસ લક્ષણવાળો પુત્ર થયો. તે પુત્ર મોટો થયો, ત્યારે કુણાલ રાજ્ય મેળવવાની ઇચ્છાથી પાટલિપુત્ર નગરે પ્રચ્છન્નપણે આવ્યો. ત્યાં રાજપુત્રપણે પ્રસિદ્ધ થયા વિના સંગીતવિનોદ કરતો અને સ્વેચ્છાથી નગરમાં ભમતો તે સર્વ લોકને અતિ પ્રિય થઈ પડ્યો. તે કુમાર જ્યાં જ્યાં જઈને સંગીત કરતો હતો, ત્યાં ત્યાં સંગીતથી કુરંગની જેમ આકર્ષાઈને પૌરજનો દોડી જતા હતા. લોકના મુખથી તે નરને ગાંધર્વકળામાં કુશળ સાંભળીને રાજા પણ તેનું સંગીત શ્રવણ કરવામાં ઉત્સુક થયો, એટલે રાજાએ તે અંધ માણસને બોલાવ્યો. તેણે જવનિકામાં રહીને ગાવાનું સ્વીકાર્યું. રાજાએ તે પ્રમાણે ગોઠવણ કરી ગાવાનો હુકમ કર્યો, ત્યારે તે કુણાલ પણ યથાસ્થાન મંદ્ર, મધ્ય ને તાર એ ત્રણ ગ્રામ તથા સાત સ્વર વગેરે સહિત રાગનું પોષણ કરતો સતો મધ્યમાં આ પદ્ય બોલ્યો प्रपौत्रश्चंद्रगुप्तस्य, बिन्दुसारस्य नप्तकः । । एषोऽशोकश्रियः पुत्रो, अन्धो मार्गति काकिणीम् ॥१॥ ભાવાર્થ-“ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર, બિન્દુસારનો પૌત્ર અને અશોકગ્રીનો પુત્ર આ આંઘળો કાકિણી માગે છે.” પઘાબંઘના મધ્યમાં ગવાયેલા આ અર્થને સાંભળીને રાજાએ પૂછ્યું કે-“હે ગાયક! તારું નામ શું?” તે બોલ્યો કે ૧ હરણની જેમ, ૨ પડદામાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy