SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદુ ભાષાંતર—ભાગ ૪ शौर्यमदः स्वभुजदर्शी, रूपमदो दर्पणादिदर्शी च । ામમઃ સ્ત્રીવર્શી, વિમવમસ્ક્વેષ નાસંધ ભાવાર્થ—‘શૌર્યના મદવાળો પોતાની ભુજાને જ જુએ છે, રૂપના મદવાળો આરીસા વગેરેમાં પોતાનું મુખ દેખ્યા કરે છે, કામના મદવાળો સ્ત્રીઓને જુએ છે, અને વૈભવના મદવાળો તો જન્માંધ જેવો જ હોય છે.’’ ૫૬ सावधयः सर्वमदा, निजनिजमूलक्षयैर्विनश्यति । ગુરુમન ઃ રુટિનો, વિસ્તૃમતે નિરવધિર્મોગીવ શા ભાવાર્થ-આ સર્વ મદો તો અવધિવાળા છે, એટલે તેઓ પોતપોતાના મૂળનો ક્ષય થવાથી નાશ પામે છે, પરંતુ સર્પના જેવો કુટિલ એક ગુરુમદ છે કે જે અવધિ વિના જ વિકાસ પામે છે.’’ मौने सामंतानां, निस्यंददृशि प्रवृद्धविभवानाम् । भ्रूभंगमुखविकारे, धनिकानां भ्रूयुगे विटादीनाम् ॥५॥ जिह्वासूद्धतविदुषां, रूपवतां दशनकेशवेशेषु । वैद्यानामोष्ठपुटे, ग्रीवायां गुरुनियोगिगणकानाम् ॥६॥ स्कंधतटे सुभटानां, हृदये वणिजां करेषु शिल्पवताम् । गंडेषु कुंजराणां, घनस्तनतटेषु तरुणीनाम् ॥७॥ ભાવાર્થ ‘સામંતોને મૌનપણામાં મદ રહે છે, અઘિક વૈભવવાળાને મટકું માર્યા વિનાની દૃષ્ટિમાં મદ રહે છે, ધનિકને ભૃકુટિનો ભંગ કરવામાં અથવા મુખના વિકારમાં મદ રહે છે, જાર પુરુષોને ભૃકુટિમાં મદ રહે છે, ઉન્નત વિદ્વાનોની જીભમાં મદ હોય છે, રૂપવાળાને દાંત તથા કેશની રચનામાં મદ રહે છે, વૈદ્યોને હોઠ ઉપર મદ રહે છે, મોટા અધિકારી તથા જોશીને ગ્રીવામાં મદ રહે છે, સુભટોને સ્પંથ ઉપર મદ રહે છે, વાણિયાઓને હૃદયમાં મદ રહે છે, કારીગરને હાથમાં મદ રહે છે, હાથીઓને ગંડસ્થલમાં મદ રહે છે, અને સ્ત્રીઓને પોતાના દૃઢ સ્તનમાં મદ રહે છે.’’ ઉન્નત ચિત્તવાળાને આવો મદ કરવો ઉચિત નથી. કેમકે– [સ્તંભ ૧૫ पातालान्न समुद्धतो बलिनृपो नीतो न मृत्युः क्षयं नोन्मृष्टं शशलांछनस्य मलिनं नोन्मूलिता व्याधयः । शेषस्यापि धरा विधृत्य न कृतो भारावतारः क्षणं चेतः सत्पुरुषाभिमानगणना मिथ्या वहन् लज्जसे ||८|| ભાવાર્થ-“હે આત્મા! તેં કાંઈ પાતાલમાંથી બલિ રાજાનો ઉદ્ધાર કર્યો નથી, યમરાજાને ક્ષય પમાડ્યો નથી, ચંદ્રનું મલિનપણું દૂર કર્યું નથી, વ્યાધિઓને નિર્મૂળ કર્યા નથી તથા પૃથ્વીને ધારણ કરીને શેષનાગનો એક ક્ષણવાર પણ ભાર ઉતાર્યો નથી, તેથી સત્પુરુષપણાના અભિમાનની ખોટી ગણના વહન કરતાં તારે શરમાવું જોઈએ.’’ (૬) હર્ષ એટલે કારણ વિના કોઈને દુઃખ આપીને અથવા પોતે શિકાર કે દ્યુત વગેરે અનર્થકારી વ્યસનનો આશ્રય કરીને મનમાં ખુશી થવું તે. આ હર્ષ દુર્ધ્યાનમાં જેમનું ચિત્ત મગ્ન થયું છે એવા અધમ પુરુષોને જ સુભલ છે. કહ્યું છે કે– ૧ વૈભવના મદવાળો ઊંચું જોતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy