SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૩૩] સદ્ગુણના વિચારની પણ દુર્લભતા આવી પરીક્ષા કરવામાં ચતુર જે કૂતરો તે નિર્ગુણ પુરુષની તુલ્ય શી રીતે થાય? પછી પ્રવીણ સૂરિએ તે શ્લોકના ચોથા પાદમાં કહ્યું કે–મનુષ્ય વેળ વરાશ્ચરતિ ‘તેઓ મનુષ્યરૂપે ગધેડા છે.’’ તે સાંભળીને ગર્દભ બોલ્યો કે— शीतोष्णं नैव जानामि, भारं सर्वं वहामि च । तृणभक्षणसंतुष्टः प्रत्यहं भद्रकाकृतिः ॥ १ ॥ ભાવાર્થ—“હું શીત કે ઉષ્ણ કાંઈ જાણતો નથી, સર્વ પ્રકારનો ભાર વહન કરું છું, તૃણના ભક્ષણથી સંતોષી છું, અને નિરંતર (ભદ્રક) ભોળી આકૃતિવાળો છું. માટે મારી ઉપમા નિર્ગુણ પુરુષને ઘટે નહીં.'' ફરીથી સૂરિએ કહ્યું કે-મનુષ્યરૂપેણ મવંતિ જાળવ્યા. “તેઓ મનુષ્યરૂપે કાગડા છે.” ત્યારે કાગડો બોલ્યો કે ૯૩ प्रियं दूरं गतं गेहे, प्राप्तं जानामि तत्क्षणात् । न विश्वसामि कस्यापि, काले चालयकारकः ॥ १॥ ભાવાર્થ-‘દૂર દેશ ગયેલા પતિને ઘેર આવતો જાણીને તુરત કહું છું, કોઈનો વિશ્વાસ કરતો નથી, અને વર્ષાકાળમાં માળો બાંધીને રહું છું.' કોઈ સ્ત્રીએ કાગડાને સોનાના પાંજરામાં રાખેલો જોઈ તેની સખીએ પૂછ્યું કે, પોપટને તો સૌ પાંજરામાં રાખે છે પણ તેં આવા કાગડાને કેમ રાખ્યો છે? એટલે તે બોલી- अत्रस्थः सखि लक्षयोजनगतस्यापि प्रियस्यागमं वेत्याख्याति च धिक् शुकादय इमे सर्वे पठतः शठाः । मत्कांतस्य वियोगतापदहनज्वालावलीचंदनं काकस्तेन गुणेन कांचनमये व्यापारीतः વારે રા ભાવાર્થ—“હે સખી! કાગડો લાખ યોજન દૂર રહેલા પતિનું આગમન અહીં બેઠાં જાણે છે, અને કહે છે. આ પોપટ વગેરે સર્વે ભણ્યા છે, પણ શઠ છે; અને આ કાગડો તો મારા પતિના વિયોગ તાપરૂપી અગ્નિની જ્વાળાવળીમાં ચંદન સમાન છે, માટે તે ગુણને લીધે મેં સુવર્ણના પાંજરામાં તેને રાખ્યો છે.’ Jain Education International ફરીથી સૂરિ કહે છે કે—મનુષ્ય વેળ હિ તામ્રવૂડા:. ‘“તેઓ મનુષ્યરૂપે કરીને કૂકડા છે” તે સાંભળીને કૂકડો કહે છે કે—મારા ગુણ સાંભળો. એક કવિએ મારા વિષે કહ્યું છે કે– भो लोकाः सुकृतोद्यता भवत तं लब्ध्वा भवं मानुषं मोहांधाः प्रसरत्प्रमादवशतो माहार्यमाहार्यथा । इत्थं सर्वजनप्रबोधमधुरो यामेऽर्धयामे सदा कृत्वौर्ध्वं निजकंधरं प्रतिदिनं कोकूयते कुर्कुटः ॥ १ ॥ ભાવાર્થ-‘હે લોકો! મનુષ્યભવ પામીને તમે સત્કૃત્ય કરવામાં ઉદ્યમી થાઓ, પ્રસાર પામતા પ્રમાદના વશથી મોહાંધ થઈને મનુષ્યભવ વ્યર્થ હારો નહીં. આ પ્રમાણે સર્વ લોકને પ્રબોધ કરવામાં નિપુણ એવો કૂકડો હમેશાં પહોરે ને અડધે પહોરે પોતાનું મસ્તક ઊંચું રાખીને બોલે છે.’’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy