SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૫ ભાવાર્થ-“પત્રથી વિશેષ બીજી કોઈ આધિ (મનની પીડા) નથી, ક્ષય રોગથી બીજી કોઈ રોગ નથી, સેવક વિના બીજો કોઈ દુઃખી નથી, અને કામ પુરુષ વિના બીજો કોઈ આંઘળો નથી.” (૨) ક્રોધ એટલે બીજાનો અથવા પોતાનો વિનાશ વિચાર્યા વિના કોપ કરવો તે. આવો ક્રોઘ ચંડકોશિયાની જેમ દુર્ગતિનું કારણ હોવાથી સસ્તુરુષને કરવા યોગ્ય નથી. કહ્યું છે કે संतापं तनुते छिनत्ति विनयं सौहार्दमुत्सादयत्युद्वेगं जनयत्यवद्यवचनं सूते विधत्ते कलिम् । कीर्तिं कृतति दुर्मतिं वितरति व्याहंति पुण्योदयं दत्ते यःकुगतिं स हातुमुचितोरोषः सदोषः सताम् ॥१॥ ભાવાર્થ-“જે (ક્રોધ) સંતાપને વિસ્તારે છે, વિનયને છેદી નાંખે છે, મિત્રતાને ઉખેડી નાંખે છે, ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, પાપકારી વચનોને જન્મ આપે છે, ક્લેશ કરાવે છે, કીર્તિને કાપી નાંખે છે, દુર્મતિને વિસ્તારે છે, પુણ્યના ઉદયનો નાશ કરે છે, તથા નરકાદિ કુગતિને આપે છે, તેવા દૂષણવાળો ક્રોઘ સન્દુરુષોએ ત્યાગ કરવા લાયક છે.” વળી द्रुमोद्भवं हंति विषं न हि द्रुमं, न वा भुजंगप्रभवं भुजंगमम् । ૧૯ઃ સમુત્પત્તિપર્વ દત્યહો, વાદોવાઇi aોધતાદત્તે પુનઃ Tરા ભાવાર્થ-“વૃક્ષથી ઉત્પન્ન થયેલું વિષ વૃક્ષને હણતું નથી, તેમજ સર્પથી ઉત્પન્ન થયેલું વિષ સર્પને હણતું નથી, પરંતુ આ ક્રોઘરૂપી ભયંકર વિષ તો આકરા દાહવાળું હોવાથી પોતાના ઉત્પત્તિસ્થાનને પણ બાળે છે, તે આશ્ચર્ય છે.” (૩) લોભ એટલે દાન આપવા યોગ્ય (પાત્ર) ને યથાશક્તિ દાન આપવું નહીં અથવા અન્યાયથી પરદનને ગ્રહણ કરવું તે. લોભ સર્વ પાપનું મૂળ છે, તેની ઉપર સાગર શ્રેષ્ઠી, સુભૂમ ચક્રી, મમ્મણ શ્રેષ્ઠી અને લોભનંદી વગેરેનાં દ્રશંતો પ્રસિદ્ધ છે. લોભથી વ્યાકુળ થયેલા પુરુષો અનેક પાપનાં કાર્યો કરે છે. કહ્યું છે કે क्रयविक्रयकूटतुला, लाघव निक्षेपभक्षण व्याजैः । एते हि दिवसचौरा, मुष्णंति महाजने वणिजाः॥१॥ ભાવાર્થ-“મહાજનમાં ગણાતા આ વણિકરૂપી દિવસના ચોરો લેવા તથા દેવાનાં ખોટાં તોલાં કરીને લઘુલાઘવી કળા વડે ઓછું આપીને, થાપણ રાખેલા દ્રવ્યનું ભક્ષણ કરીને, અને વ્યાજના વેપાર કરીને દુનિયાને લૂંટી લે છે.” हृत्वा धनं जनानां, दिनमखिलं विविधवचनरचनाभिः । વિતરતિ ગૃહે વિરતા, ટેન વારિત્રિતયમ્ રા. ભાવાર્થ-“લોભી માણસ આખો દિવસ વિવિધ પ્રકારના વચનની રચના કરીને માણસોનું ઘન હરણ કરે છે. પણ તે નીચ પોતાના ઘરમાં ત્રણ કોડી પણ મહા મુશ્કેલીથી વાપરે છે.” आख्यायिकानुरागी, व्रजति सदा पुस्तकं श्रोतुम् । दष्ट इव कृष्णसर्पः, पलायते दानधर्मेभ्यः॥३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy