SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ વ્યાખ્યાન ૨૮૦] ચારિત્રાચારનો ત્રીજો ભેદ-એષણા સમિતિ રક્ષણ કરતી નથી. કોઈ વખત મેઘના જળથી રાજમાર્ગ અતિ કાદવવાળો થયો હોય, ત્યારે ડાહ્યા પુરુષો પણ આડે રસ્તે ચાલે છે. માટે હે વત્સ! આ મૃત્યુ આપનારી આપત્તિનું કોઈ પણ પ્રકારે ઉલ્લંઘન કર. પછી તેનું નિવારણ કરવા માટે ગુરુ પાસે જઈને આલોચના કરી લેજે.” એમ કહીને ઘનમિત્ર મુનિ નદી ઊતર્યા. વળી તેને વિચાર થયો કે “આ પુત્ર મારી શરમથી નદીનું જળ પીશે નહીં. કેમકે લwવાન પુરુષો અકાર્ય કરતાં પોતાના પડછાયાથી પણ શંકા પામે છે. તેથી હું તેના દ્રષ્ટિમાર્ગથી જરા દૂર જાઉં.” એમ વિચારીને તે આગળ ચાલ્યા. પેલા બાળ સાધુ પણ નદીને કાંઠે આવ્યા એટલે અત્યંત તૃષાતુર હોવા છતાં પણ વિચાર કરવા લાગ્યા કે “પરમાત્માએ અનેષણીય ભક્ત પાન લેવાનું નિષિદ્ધ કર્યું છે. એષણા ત્રણ પ્રકારની કહી છે–ગવેષણા, ગ્રહમૈષણા અને પરિભોગેષણા. આ ત્રણે એષણા આહાર, ઉપાધિ અને શય્યાદિ સર્વ વિષયમાં શોઘવી જોઈએ. તેમાં પ્રથમ આઘાકર્માદિ સોળ ઉત્પાદન દોષ કહેલા છે, અને ઘાત્યાદિ સોળ ઉદ્ગમ દોષ કહેલા છે. તે બત્રીશ દોષ પહેલી ગષણામાં શોધવાના છે, બીજી ગ્રહણષણામાં અંકિતાદિ દશ દોષ શોઘવાના છે, અને ત્રીજી પરિભોગેષણામાં અંગારાદિ પાંચ દોષ શોઘવાના છે. એ રીતે યતનાવાળો મુનિ સુડતાળીશ દોષરહિત નવ કોટી વિશુદ્ધ એવા ભક્તપાનાદિક આહારને, ઔધિક અને ઉપગ્રહિક એવા બે પ્રકારના ઉપથિને અને વસતિને ગ્રહણ કર છે, તે એષણા સમિતિ કહેવાય છે. તેવી શુદ્ધિથી રહિત અગ્રાહ્ય એવું આ જળ હમણાં મહા કષ્ટથી હું પીઉં છું. પછી ગુરુ પાસે તેની આલોચના લઈશ.” એમ વિચારીને અંજળીમાં જળ લઈ તેણે પીવા માટે મુખ પાસે હાથ લાવ્યો, તેવામાં તેને બીજો વિચાર થયો કે “હું હમણાં જલાદિકના જીવોને અભયદાન આપું કે તૃષા નિવારણ કરવા વડે મારા જીવને સુખી કરું? જો મારા જીવને આ લોકસંબંધી સુખ આપું છું, તો બીજા જીવોને મોટું દુઃખ થાય છે. વળી તેથી મારું ચતુર્ગતિ રૂપ સંસારપરાવર્તન વૃદ્ધિ પામશે, તેમજ અનંત તીર્થકરોની આજ્ઞાનો લોપ થશે. વળી આ જીવો સર્વે મારા આત્માના સંબંઘી છે. કેમકે મારો આત્મા આ જીવોના કુળમાં અનેક વાર રહેલો છે. શ્રીમાનું તીર્થકરોએ તો છકાય જીવોની દયા સંયમઘારી સાધુઓના ઉત્કંગમાં મૂકી છે. વળી હે જીવ! તે નરકમાં રહીને આનાથી પણ અનંતગણી તૃષાનું દુઃખ પરાધીનપણાએ અનંતીવાર સહન કર્યું છે. હમણાં તું સ્વતંત્ર થયો છે, તેથી આવા અકાર્યમાં પ્રવર્તે છે, પણ હે જીવ! શા માટે આત્મગુણને ભ્રષ્ટ કરે છે? અથવા હે જીવ! તારા એક જીવને માટે અનેક જીવનો વઘ કરવાના ભયથી તું જરા પણ ડરતો કેમ નથી? અરે! મારા ચિત્તની મૂઢતાને ધિક્કાર છે! પ્રત્યક્ષ રીતે માત્ર એક ક્ષણ સુખને આપનાર તૃષાચ્છદ રૂપ આ નિર્મળ અને શીતળ જળને તું અમૃત તુલ્ય માને છે. પણ તે અમૃતમય નથી, તે તો નિશે વિશ્વની ઘારાના પાન સમાન છે, એમ તારે જાણવું. કેમકે એક જળના બિંદુમાં જિનેશ્વરે અસંખ્ય જીવો કહેલા છે. અને તે બિંદુ પણ જો સેવાળના લવથી પણ મિશ્રિત હોય તો તે અનંત જીવરૂપ થાય છે. કહ્યું છે કે त्रसाः पूतरमत्स्याद्याः, स्थावराः पनकादयः । नीरे स्युरिति तत्पाता, सर्वेषां हिंसको भवेत् ॥१॥ ભાવાર્થ-પૂરા, મત્સ્ય વગેરે ત્રણ અને પનક વગેરે સ્થાવર જંતુઓ જળમાં હોય છે, માટે તે જળનો પીનાર તે સર્વ જીવોનો હિંસક થાય છે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy