SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૯ સર્વ શુભ ક્રિયાઓ (અનુષ્ઠાન) સમ્યકત્વ સહિત હોય, તો જ ફળદાયી થાય છે. કહ્યું છે કે સવ્યવસદિતા દ્ધ, શુદ્ધા રાનાદિ ક્રિયા . तासां मोक्षफलं प्रोक्ता, यदस्य सहचारिता ॥१॥ ભાવાર્થ-“દાનાદિક સર્વ ક્રિયાઓ સમ્યક્ટ્ર સહિત કરી હોય તો જ તે શુદ્ધ છે, અને તે ક્રિયાઓને મોક્ષ રૂપ ફળ કહ્યું છે, કારણ કે તે ક્રિયામાં સમ્યક્ત્વનું સહચારીપણું કહ્યું છે.” સમ્યક ક્રિયાની ઇચ્છાવાળા પુરુષે અવશ્ય ચિત્તશુદ્ધિ કરવી જોઈએ. કહ્યું છે કે उचितमाचरणं शुभमिच्छतां, प्रथमतो मनसः खलु शोधनम् । गदवतां ह्यकृते मलशोधने, किमुपयोगमुपैति रसायनम् ॥१॥ ભાવાર્થ-“ઉચિત એવી શુભ ક્રિયાને ઇચ્છનાર પુરુષે પ્રથમ મનની શુદ્ધિ કરવી જોઈએ, કેમકે રોગી માણસનું મલશોઘન કર્યા વિના તેને રસાયણ આપ્યું હોય, તો તે પણ શું ગુણ કરે? કંઈ ગુણ નથી કરતું.” અહો! મનરૂપી પવન એટલે બઘો બળવાન છે કે તે શ્રી જિનેશ્વરના વચનરૂપી ઘનસારની ચોરી કરે છે, કામદેવરૂપી અગ્નિને પ્રદીપ્ત કરે છે અને શુભ મતિ રૂપ વૃક્ષશ્રેણિને ઉમૂલન કરે છે. મન જ્યારે અતિ ચપળ થાય છે ત્યારે વચન, નેત્ર તથા હાથ વગેરેની ચેષ્ટા વિપરીત જ થાય છે. અહો! ગાઢ દંભને ઘારણ કરનારા માણસોએ આવી ઘૂર્તતાથી જ આખા જગતને છેતર્યું છે, માટે પ્રથમ વ્યવહારનયમાં રહીને અશુભ વિકલ્પની નિવૃત્તિ કરવી, કેમકે શુભ વિકલ્પ અશુભ વિકલ્પમય વ્રતની સેવા વડે જેમ એક કાંટો બીજા કાંટાને કાઢે છે, તેમ શુભ વિકલ્પ અશુભ વિકલ્પને દૂર કરે છે. ત્યાર પછી સુવર્ણની જેવા નિશ્ચયનયની દૃઢતા થવાથી વ્યવહારનયની મર્યાદા દૂર થાય છે, અને કાંઈ પણ સંકલ્પ વિકલ્પ વિના સર્વ નિવૃત્તિઓ સમાધિ માટે જ થાય છે; પરંતુ કદાગ્રહનો સ્વીકાર કર્યો સતે ચિત્તની શુદ્ધિ થતી નથી, મિથ્યાત્વની હાનિ થતી નથી અને તત્ત્વની પ્રાપ્તિ પણ થતી નથી. કેમકે જેના અંતઃકરણમાં કદાગ્રહરૂપી અગ્નિ પ્રજ્વલિત થઈ રહેલો છે, ત્યાં તત્ત્વવિચારણારૂપ વલ્લી ક્યાંથી જ રહે? તથા શાંતિ રૂપ પુષ્પ અને હિતોપદેશરૂપ ફળની તો બીજે જ શોઘ કરવી, ત્યાં તે હોય જ નહીં. નિવોએ અનેક વ્રતો આચર્યા, અનેક પ્રકારની તપસ્યાઓ કરી, અને પ્રયત્નથી પિંડશુદ્ધિ પણ કરી, અર્થાત્ શુદ્ધ આહાર ગ્રહણ કર્યો, તો પણ તેમને કાંઈ પણ ફળ મળ્યું નહીં, તેમાં માત્ર કદાગ્રહ જ અપરાધી છે, માટે કદાગ્રહના ત્યાગ વડે જ ક્રિયાયોગ અને જ્ઞાનયોગની શુદ્ધિ થાય છે. ક્રિયાયોગ શરીરાદિકની ચપળતા નાશ કરવામાં સમર્થ છે અને જ્ઞાનયોગ ઇંદ્રિયોનું દમન કરીને આત્મસ્વરૂપમાં રમણ કરનાર છે. અપ્રમત્ત ગુણઠાણે વર્તતા મુનિઓ ધ્યાનથી જ શુદ્ધ છે, તેથી તેમને આવશ્યકાદિ ક્રિયા કરવાનું નિયતપણું નથી. બીજાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે यश्चात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः । आत्मन्येव च संतुष्टस्तस्य कार्यं न विद्यते ॥१॥ ભાવાર્થ-“જે માણસને આત્માને વિષે જ આનંદ છે, જે આત્માએ કરીને જ તૃપ્ત છે, અને આત્માને વિષે જ જે સંતુષ્ટ છે તેને કાંઈ પણ કાર્ય બાકી રહેતું નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy