SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૫] આ સ્થિરીકરણ ૨૭૫ ભાવાર્થ-“સત્ અનુષ્ઠાન (ક્રિયા), સમ્યકત્વ અને મન શુદ્ધિ વગેરે ગુણોનું તત્ત્વ સમજાવીને કુમારપાળ રાજાને ગુરુએ ઘર્મમાં સ્થિર કર્યો હતો.” - કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત પાટણમાં શ્રી કુમારપાળ રાજાને સાંખ્ય, બૌદ્ધ, કપિલ, જૈમિનીય, ચાર્વાક વગેરેના શાસ્ત્રોના રહસ્યો સાંભળીને મનમાં સંશય ઉત્પન્ન થયો; તેથી બાલ્યાવસ્થાથી જ બ્રહ્મચર્ય વ્રત પાળનાર શ્રી હેમચંદ્રસૂરિને તેણે પૂછ્યું કે “હે સ્વામી! સર્વે મતવાદીઓ પોતપોતાના પક્ષની પ્રશંસા કરે છે, અને પોતપોતાની ક્રિયાઓ કરે છે. તેમાં કયો પક્ષ પ્રમાણરૂપ જાણવો?” ગુરુએ ઉત્તર આપ્યો કે “સર્વે એકાંતવાદીઓને પરમાત્માએ કહેલા તત્ત્વથી પરાભુખ જાણવા. અનુષ્ઠાન પાંચ પ્રકારના છે, તેમાં (૧) આહાર, ઉપથિ, પૂજા અને વૃદ્ધિ વગેરે આ લોક સંબંધી સુખભોગની ઇચ્છાથી કરેલું જે અનુષ્ઠાન તે રૂડા ચિત્તને શીધ્ર હણનાર હોવાથી વિષાનુષ્ઠાન કહેવાય છે. જેમ અફીણ, વચ્છનાગ વગેરે સ્થાવર વિષ અને સર્પાદિક જંગમ વિષ જો ભક્ષણ કરવામાં આવ્યું હોય તો તે તત્ક્ષણ પ્રાણનો નાશ કરે છે, તેમ આ અનુષ્ઠાન પણ સચિત્તનો તત્કાળ નાશ કરે છે. (૨) ભવાંતરમાં દેવસંબંઘી ભોગ પ્રાપ્ત થવાની ઇચ્છાથી કરેલું અનુષ્ઠાન તે ગરલાનુષ્ઠાન કહેવાય છે. જેમ હડકાયા શ્વાનનું વિષ તથા કુદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલું ગરલ જાતિનું વિષ કાલાંતરે હણે છે, તેમ આ અનુષ્ઠાન પણ અદ્રષ્ટ પુણ્યફળની પ્રાપ્તિ થયા છતાં પણ કાલાંતરે અશુભ ફળદાયી થાય છે. (૩) પ્રણિઘાનાદિકને અભાવે સંમૂર્ણિત જીવની વૃત્તિ જેવું છે. અનુષ્ઠાન, તે અન્યોન્યાનુષ્ઠાન કહેવાય છે. આ ત્રીજા ભેદમાં ઘસંજ્ઞા અને લોકસંજ્ઞા એ બે સંજ્ઞાનો સમાવેશ થાય છે, તેમાં સૂત્ર તથા ગુરુના વાક્યથી અપેક્ષા રાખ્યા વિના અધ્યવસાય રહિત શૂન્ય ચિત્તે જ્ઞાન વિના જે અનુષ્ઠાન કરવું તે ઓળસંજ્ઞા કહેવાય છે, અને વર્તમાનકાળમાં શુદ્ધ ક્રિયા શોઘવા જઈએ તો તીર્થનો ઉચ્છેદ થવા સંભવ છે માટે જેમ કરતા હઈએ તેમ કરીએ' એમ કહીને સર્વ લોક જેમ કરતા હોય તેમ અનુષ્ઠાન કરે તે લોકસંજ્ઞા કહેવાય છે, પણ તીર્થોચ્છેદના ભયથી અશુદ્ધ ક્રિયા કરીને ગતાનુગતિક થવું, તેથી તો સૂત્રોક્ત ક્રિયાનો જ લોપ થાય. વળી “આ ઘર્મક્રિયાને ઘણા લોકો કરે છે, માટે અમે પણ કરીએ છીએ.” એમ કહેવું, ત્યારે તો મિથ્યાદ્રષ્ટિનો ઘર્મ કોઈ વખત પણ તજવા યોગ્ય થાય જ નહીં, તેથી ગતાનુગતિએ કરીને સૂત્રવર્જિત ઓઘસંજ્ઞાથી અથવા લોકસંજ્ઞાથી જે ક્રિયા કરવામાં આવે તે અન્યોન્યાનુષ્ઠાન પણ અસત્ (અશુભ) સમજવું. આ અનુષ્ઠાન અકામ નિર્જરાનું કારણ અને કાયકષ્ટનો હેતુ છે. (૪) માર્થાનુસારી થઈને ઉપયોગ પૂર્વક શુભ ક્રિયામાં રાગસહિત અનુષ્ઠાન કરે તે તદ્દેતુઅનુષ્ઠાન કહેવાય છે. આ ચોથું અનુષ્ઠાન એક પુદ્ગલપરાવર્તન સંસારશેષ રહે ત્યારે જ પ્રાપ્ત થાય છે. તે ચરમાવર્તન ઘર્મની યુવાવસ્થા જાણવી, તેનાથી અન્યને બાલ્યાવસ્થા જાણવી. જેમ યુવાવસ્થાને પામેલા માણસને બાલ્યાવસ્થામાં કરેલી ક્રિયાઓ લારૂપ લાગે છે, તેમ ઘર્મરાગ વડે યુવાવસ્થા પામેલા જીવને અસત્ ક્રિયાઓ લજાને માટે જ થાય છે. (૫) સ્યાદ્વાદ પક્ષની આજ્ઞા માન્ય કરીને તથા અંતઃકરણમાં સંવેગ ઘારણ કરીને ચિત્તની શુદ્ધિથી જે ક્રિયામાં આદર થાય તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. આ પાંચમા અનુષ્ઠાનવાળા જીવને સમ્યક્ પ્રણિઘાન તથા કાલાદિક પાંચે હેતુનું યથાર્થ ગ્રહણ હોય છે. ૧ એકાગ્ર ચિત્ત વગેરે. Jain Education International For Private & Personal Use Only 'WWW.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy