SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ કાંચળી માફક તજી દઈને અને યતિનો વેષ ગ્રહણ કરીને ત્યાંથી તત્કાળ વિહાર કર્યો. અહીં કુંડરિકે ઘણા કાળનો ભૂખ્યો હોવાથી તે જ દિવસે ઇચ્છા મુજબ ભક્ષાભક્ષના વિવેક વગર અનેક પ્રકારનું ભોજન કર્યું. તે આહાર કૃશ શરીરે નહીં પચવાથી તથા રાત્રિએ ભોગવિલાસને માટે જાગરણ કરવાથી તત્કાળ રાત્રિમાં જ વિસૂચિકાનો વ્યાધિ ઉત્પન્ન થયો, પેટ ફૂલી ગયું, અપાનવાયુ બંધ થયો અને તૃષાક્રાંત થવાને લીધે અત્યંત પીડા પામવા લાગ્યો. તે અવસરે ‘વ્રતનો ભંગ કરવાથી આ અતિ પાપી છે.'' એમ ધારીને સેવક પુરુષોએ તેનું ઔષધ કર્યું નહીં. તેથી તેણે વિચાર્યું કે—“જો આ રાત્રિ વીતી જાય, તો પ્રાતઃકાળમાં જ સર્વ સેવકોને હણી નાખું.'' એવી રીતે રૌદ્રધ્યાનમાં વર્તતો તે રાત્રિમાં જ કુંડરિક મૃત્યુ પામ્યો અને સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ઉત્પન્ન થયો. [સ્તંભ ૧૫ પુંડરિક રાજર્ષિએ તો પોતાની નગરીથી ચાલતાં જ અભિગ્રહ ઘારણ કર્યો કે—‘ગુરુ પાસે જઈ વ્રત ગ્રહણ કર્યા પછી જ આહાર લઈશ.’ એવો અભિગ્રહ કરીને ચાલતાં માર્ગમાં ક્ષુધા, તૃષા વગેરે પરિષહ સહન કરવા પડ્યા છતાં અને કોમળ દેહ છતાં પણ તે ખેદ પામ્યા નહીં. બે દિવસે છઠ્ઠનું તપ થતાં ગુરુ પાસે જઈને ચારિત્ર લીધું. પછી ગુરુની આજ્ઞા લઈને પારણું કરવા માટે ગોચરી લેવા ગયા. તેમાં તુચ્છ અને લૂખો આહાર પામીને તેના વડે તેમણે પ્રાણવૃત્તિ કરી. પરંતુ તેવો તુચ્છ આહાર પૂર્વે કોઈ વખત નહીં કરેલો હોવાથી તેમને અતિ તીવ્ર વેદના થઈ. તો પણ શુભ આરાધના કરીને પુંડરિક રાજાર્ષિ મૃત્યુ પામ્યા; અને સર્વાર્થસિદ્ધિ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. તે વિષે છઠ્ઠા અંગમાં કહ્યું છે કે— वाससहस्संपि जई, काउणवि संयमं विउलंपि । अंते किलिठ्ठभावो, नवि सिज्जइ कंडरियव्व ॥ १॥ ભાવાર્થ-“હજાર વર્ષ સુધી વિપુલ સંયમ પાળ્યા છતાં પણ જો અંતે ક્લિષ્ટ અધ્યવસાય થાય છે તો તે કુંડરિકની જેમ સિદ્ધિપદને પામતો નથી. अप्पेण वि कालेण, केइ जहा गहियसीलसामन्ना । સાહતિ નિયાનં, પુંડરિયમહારિસિવ નહારી ભાવાર્થ–માત્ર થોડો સમય પણ ચારિત્ર ગ્રહણ કરીને જે યથાર્થ પાળે છે તે પુંડરિક ઋષિની જેમ પોતાનું કાર્ય સિદ્ધ કરે છે.’ ‘એવી રીતે સભ્યપ્રકારે ચારિત્ર પાળીને કેટલાક જીવો થોડા કાળમાં મોક્ષગતિને પામે છે, અને બીજા અતિચારસહિત ઘણા કાળ સુધી ચારિત્ર પાળે છે તોપણ તેઓ સિદ્ધિપદને પામતા નથી.’’ વ્યાખ્યાન ૨૨૨ સત્સંગ ‘ઉત્તમ મનુષ્ય સત્સંગ કરવો,’ એવા સત્પુરુષના શિક્ષાવાક્યની પુષ્ટિને માટે કહે છે કે— उत्तमाधमयोः संगफलं लब्धं परीक्षया । प्रभाकरेण विप्रेण, ततः कार्या सुसंगतिः ॥ १ ॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy