SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ વ્યાખ્યાન ૨૨૨] સત્સંગ ભાવાર્થ-“પ્રભાકર નામનો બ્રાહ્મણ ઉત્તમ અને અઘમ સંગતિનું ફળ પામ્યો છે તેનું દ્રષ્ટાંત સાંભળીને સુજ્ઞજનોએ પરીક્ષા કરીને સત્સંગ કરવો.” પ્રભાકર વિપ્રનું દ્રષ્ટાંત વીરપુર નામના નગરમાં દિવાકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો, તે પોતાના ષટ્કર્મમાં તત્પર હતો. તેને પ્રભાકર નામે પુત્ર હતો. તે સાતે વ્યસનમાં આસક્ત હતો, અને નિરંકુશ હાથીની જેમ સ્વેચ્છાએ ચોતરફ ભમતો હતો. એક દિવસ તેને તેના પિતાએ શિખામણ દીઘી કે-“હે પુત્ર! તું સત્સંગ કર. ઘૂર્ત અને અઘમજનોના સંગથી સારું શીલ પણ નાશ પામે છે. કહ્યું છે કે पश्य सत्संगमाहात्म्यं, स्पर्शपाषाणयोगतः।। लोहं स्वर्णीभवेत् स्वर्णयोगात् काचो मणीयते ॥४॥ ભાવાર્થ–“સત્સંગનું માહાસ્ય જુઓ કે પારસ પાષાણ(પથ્થર)ના યોગથી લોઢું સુવર્ણ થાય છે અને સુવર્ણના યોગથી કાચ મણિ થાય છે.” विकाराय भवत्येव, कुलजोऽपि कुसंगतः । कुलजातोऽपि दाहाय, शंखो वह्निनिषेवणात् ॥२॥ ભાવાર્થ-ઊંચ કુળનો મનુષ્ય પણ કુસંગથી વિકાર પામે છે. જુઓ! ઉત્તમ જાતિનો શંખ પણ અગ્નિનું સેવન કરે છે તો તે દાહને અર્થે થાય છે. માટે હે પુત્ર! તું વિદ્વાનોનો સંગ કરીને શાસ્ત્રાભ્યાસ કર, કાવ્યરૂપી અમૃત રસનું પાન કર, કળાઓ શીખ, ઘર્મ કર, અને પોતાના કુળનો ઉદ્ધાર કર.” આ પ્રમાણે ઘણી શિખામણ આપી, પરંતુ તે તો કહેવા લાગ્યો કે न शास्त्रेण क्षुधा याति, न च काव्यरसेन तृट् । एकमेवार्जनीयं तु, द्रविणं निष्फलाः क्रियाः॥१॥ ભાવાર્થ-“શાસ્ત્રથી કાંઈ સુઘાનો નાશ થતો નથી અને કાવ્યના રસથી કાંઈ તૃષા મટતી નથી, માટે માત્ર ઘનને જ ઉપાર્જન કરવું; તે સિવાયની સર્વ કળાઓ નિષ્ફળ છે.” આવી પુત્રની ઉક્તિથી ખેદ પામેલો દિવાકર મૌન રહ્યો. તેને ફરી શિખામણ આપી નહીં. પછી પોતાના મૃત્યુ સમયે વાત્સલ્યને લીધે પુત્રને બોલાવીને કહ્યું કે-“હે પુત્ર! જો કે મારા વાક્ય ઉપર તને આસ્થા નથી, તો પણ આ શ્લોકને ગ્રહણ કર કે જેથી મારું સમાધિ મરણ થાય.” कृतज्ञस्वामिसंसर्ग - मुत्तमस्त्रीपरिग्रहम् । कुर्वन्मित्रमलोभं च, नरो नैवावसीदति ॥४॥ ભાવાર્થ-“કૃતજ્ઞ (કદરદાન) સ્વામીનો સંગ કરનાર, ઉત્તમ કુળની સ્ત્રી સાથે વિવાહ કરનાર અને નિર્લોભી મિત્ર કરનાર મનુષ્ય કોઈ વખત પણ ખેદ પામતો નથી.” उत्तमैः सह संगत्यं, पंडितैः सह संकथाम् । જુધેિ સહ મિત્રત્વ, વેળો નૈવ સતિ ારા ભાવાર્થ-“ઉત્તમ પુરુષોની સંગતિ, પંડિતો સાથે વાર્તાલાપ અને નિર્લોભીની મૈત્રી કરનાર માણસ કદી પણ ખેદ પામતો નથી.” ભાગ ૪-છે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy