SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૭] અસ્વાધ્યાય કાળે સ્વાઘ્યાય અકર્તવ્ય ૧૯૫ પછી એક દિવસ ઘુવડ હંસની રજા લઈને પોતાને સ્થાને ગયો. જતી વખતે હંસને કહ્યું કે—‘‘તમારે પણ એક વખત મારે સ્થાને આવવું.’’ પછી હંસ પણ એક વખત ઘુવડને સ્થાને ગયો પણ ત્યાં તેને જોયો નહીં. ઘણે સ્થાને તેની શોધ કરતાં કોઈ વૃક્ષના કોટરમાં પેઠેલો દીઠો. તેને હંસે કહ્યું કે‘હે ભાઈ! બહાર આવ, બહાર આવ, હું હંસ તને મળવા આવ્યો છું.’’ ઘુવડ બોલ્યો કે—‘હું દિવસે બહાર નીકળવા શક્તિમાન નથી, માટે તું અહીં રહે. આપણે રાત્રે ગોષ્ઠી કરીશું.” પછી રાત્રે બન્ને જણ મળ્યા, અને કુશળ વાર્તા કરી. તે રાત્રે હંસ તેની સાથે જ સૂતો. હવે તે વનમાં તે રાત્રે એક સાથે રાત્રિવાસો રહ્યો હતો. તે પાછલી રાત્રે ત્યાંથી ચાલવા તૈયાર થયો. તે વખતે ઘુવડે મોટા વિસ્તા૨થી શબ્દ કર્યો, અને પોતે નદીના કોટરમાં પેસી ગયો. હંસને તેમનો તેમ ત્યાં સૂતો જ રહેવા દીઘો. ઘુવડનો શબ્દ સાંભળીને સાર્થપતિને ક્રોધ ચડ્યો, તેથી તે અપશુકનની નિવૃત્તિ કરવા માટે શબ્દવેથી બાણ માર્યું, તે વાગવાથી હંસ મૃત્યુ પામ્યો; માટે વિષમગોષ્ઠી કરવી નહીં. વળી અકાળે વિચરવું નહીં, અર્થાત્ અકાળચર્યાનો ત્યાગ કરવો. તે ઉપર માર્ગાનુસારીના ગુણોમાં કહ્યું છે કે– धर्मार्थस्वात्मनां श्रेयोऽभिवाञ्छन् स्थैर्यभृत्सदा । अदेशाकालयोश्चर्यां, विचारज्ञो विवर्जयेत् ॥१॥ ભાવાર્થ—હમેશાં સ્થિરતાને ઘારણ કરનાર અને ધર્મ, અર્થ તથા પોતાના આત્માનું કલ્યાણ ઇચ્છનાર વિચારવાળા પુરુષે દેશને અયોગ્ય અને કાળને અયોગ્ય ચર્યાનો ત્યાગ કરવો.’’ વળી ભાષણ પણ સમયને યોગ્ય કરવું. સમયોચિત ભાષણ અનેક મનુષ્યોના મનને સુખ કરનાર થાય છે. તે વિષે દૃષ્ટાંત નીચે પ્રમાણે– મહંમદ બેગડો અને લઘુક બ્રાહ્મણનું દૃષ્ટાંત–શ્રી ચાંપાનેર ગઢમાં મહમદ બેગડો નામે વૃદ્ધ બાદશાહ રાજ્ય કરતો હતો. તેનો અત્યંત માનીતો લઘુક નામનો બ્રાહ્મણ હતો. તેણે સરસ્વતી પાસેથી વરદાન મેળવ્યું હતું. એક દિવસ કાજી, મુલ્લાં, આખુન, બારહજારી તથા સૂબા વગેરેએ બાદશાહને વિજ્ઞપ્તિ કરી કે—“હે દીનદુઃખીના બાદશાહ! આપણા કુરાનમાં એવું કહ્યું છે કે‘પ્રાતઃકાળે હિંદુનું દર્શન થાય તો દોજખમાં જવું પડે, અને ચાળીશ રોજાનું ફળ જાય;' તેથી આ લહુઆનું પ્રાતઃકાળે દર્શન કરવું યોગ્ય નથી.’ તે સાંભળીને બાદશાહે તેઓને પ્રસન્ન કરવા માટે લહુઆનું બિલકુલ આવવું બંધ કર્યું. પછી એક દિવસ બાદશાહે કાજી, મુલ્લાં, શેખ, સૂબા વગેરેને ચાર પ્રશ્ન પૂછ્યા કે—‘‘સર્વનું બીજ શું? સર્વ રસમાં શ્રેષ્ઠ રસ કયો? કૃતજ્ઞ (કરેલા કામનો જાણનાર) કોણ? અને કૃતઘ્ર (કરેલા કામનો હણનાર) કોણ? એ ચાર પ્રશ્નનો જવાબ આપો.'' તેઓએ વિચારીને તેનો જવાબ આપ્યો, પણ બાદશાહે તે કબૂલ કર્યો નહીં. પછી બાદશાહે લહુઆને બોલાવીને તે કાજી વગેરેની રૂબરૂમાં જ ઉપરના ચાર પ્રશ્ન પૂછ્યા, એટલે લહુઆએ તરત જ જવાબ આપ્યો કે‘‘હે સ્વામી! સર્વનું બીજ જળ છે, સર્વ રસમાં શ્રેષ્ઠ ૨સ લવણ છે. કૃતજ્ઞ કૂતરો છે, અને કૃતઘ્ર જમાઈ છે. કહ્યું છે કે Jain Education International द्रुतमानय पानीयं, पानीयं पंकजानने । पानीयेन विना सर्व, सद्यः शुष्यति दग्धवत् ॥ १॥ For Private & Personal Use Only · www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy