SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ વ્યાખ્યાન ૨૨૬] છ લશ્યાનું સ્વરૂપ પામ્યા તો તેવી ગતિમાં આત્મા શા હેતુ વડે જતો હશે?” ગુરુએ કહ્યું કે-“જીવોને જેવી લેશ્યાના પરિણામ હોય તેવી ગતિ તેને પ્રાપ્ત થાય છે.” રાજાએ પૂછ્યું કે-“હે સ્વામી! વેશ્યા કેટલા પ્રકારની છે?” ત્યારે ગુરુએ તેને છ લશ્યાનું સ્વરૂપ કહ્યું કે–“હે રાજા! આત્માના પરિણામવિશેષે કરીને લેશ્યાઓ છ પ્રકારની છે, જે આ પ્રમાણે अतिरौद्रः सदा क्रोधी, मत्सरी धर्मवर्जितः । निर्दयो वैरसंयुक्तः, कृष्णलेश्याऽधिको नरः॥४॥ ભાવાર્થ-જે માણસ મહા રૌદ્રધ્યાની હોય, સદા ક્રોધી હોય, સર્વ ઉપર દ્વેષી હોય, ઘર્મથી વર્જિત હોય, નિર્દય હોય અને નિરંતર વૈર રાખનારો હોય તેને વિશેષે કરીને કૃષ્ણલેશ્યાવાળો જાણવો. अलसो मंदबुद्धिश्च, स्त्रीलुब्धः परवंचकः । कातरश्च सदा मानी, नीललेश्याऽधिको भवेत् ॥२॥ ભાવાર્થ-નીલ ગ્લેશ્યાવાળો જીવ આળસુ, મંદબુદ્ધિ, સ્ત્રીમાં લુબ્ધ, પરને છેતરનાર, બીકણ અને નિરંતર અભિમાની હોય છે. शोकाकुलः सदा रुष्टः, परनिंदात्मशंसकः । સંગ્રામે તેનો દુસ્થ, વાપીત ૩ીહતરૂપી ભાવાર્થ-નિરંતર શોકમાં મગ્ન રહેનાર, સદા રોષવાળો, પરની નિંદા કરનાર, આત્મપ્રશંસા કરનાર, રણસંગ્રામમાં ભયંકર અને દુઃખી અવસ્થાવાળા માણસને કાપોત લેશ્યા કહેલી છે. विद्वान् करुणायुक्तः, कार्याकार्यविचारकः । लाभालाभे सदा प्रीतः, पीतलेश्याऽधिको नरः॥४॥ ભાવાર્થ-વિદ્વાન, કરુણાવાન, કાર્યાકાર્યનો વિચાર કરનાર અને લાભમાં કે અલાભમાં સદા આનંદી એવા માણસને પીત (તેજો) લેશ્યા અધિક હોય છે. क्षमावान् निरतत्यागी, देवार्चनरतो यमी' । शुचिभूतः सदानंदः, पद्मलेश्याऽधिको भवेत् ॥५॥ ભાવાર્થ-ક્ષમાયુક્ત, નિરંતર ત્યાગવૃત્તિવાળો, દેવપૂજામાં તત્પર, અહિંસા સત્યાદિ પાંચ યમને ઘારણ કરનાર, પવિત્ર અને સદા આનંદમાં મગ્ન એવો મનુષ્ય પઘલેશ્યાવાળો હોય છે. રાગદ્વેષિિનર્મા, શોર્નિવાવિવર્ણિતઃ | परात्मभावसंपन्नः, शुक्ललेश्यो भवेन्नरः॥६॥ ભાવાર્થ-રાગદ્વેષથી મુક્ત, શોક અને નિંદાથી રહિત તથા પરમાત્મભાવને પામેલો મનુષ્ય શુક્લ વેશ્યાવાળો કહેવાય છે. આ છ શ્યામાં પ્રથમની ત્રણ વેશ્યાઓ અશુભ છે, અને બીજી ત્રણ શુભ છે. તે છયેનું વિસ્તારથી સ્વરૂપ જણાવવા માટે જાંબુ ખાનારા તથા ગામ ભાંગનારા છ છ પુરુષનાં દ્રષ્ટાંત છે. તે આ પ્રમાણે ૧ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહપરિમાણ–એ પાંચ યમ. ભાગ ૪--૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy