SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૬ तीव्रा व्यथाः सुरकृता विविधाश्च यत्राक्रंदारवैः सततमभ्रभृतोऽप्यमुष्मात् । किं भाविनो न नरकात् कुमते बिभेषि યોવસે સુર્વિષ વષાઃારા ભાવાર્થ-“જે નરકના એક પરમાણુની દુર્ગઘથી પણ સમગ્ર નગરના મનુષ્યોનું મૃત્યુ થાય છે, જે નરકમાં સાગરોપમ પ્રમાણ નિરુપક્રમી આયુષ્ય છે, જે નરકભૂમિનો સ્પર્શ કરવત કરતાં પણ અત્યંત કઠોર છે, જેમાં ટાઢ અને તાપ સંબંધી દુઃખો અનંત ગુણા છે, વળી જે નરકમાં પરમાઘામી દેવતાઓની કરેલી વિવિધ પ્રકારની તીવ્ર વેદનાઓ છે અને જેમાં નારકી જીવોના આક્રંદના શબ્દોથી આકાશ પૂર્ણ થાય છે, એવા ભવિષ્યમાં પ્રાપ્ત થનાર નરકથી હે મૂર્ખ! તું કેમ ભય પામતો નથી? કે જેથી ક્ષણમાત્ર સુખને આપનારા વિષય અને કષાયોથી હર્ષ પામે છે?” बंधानिशंवाहनताडनानि - क्षुत्तृड्दुरामातपशीतवाताः। निजान्यजातीयभयापमृत्यु-दुःखानि तिर्यक्ष्विति दारुणानि ॥३॥ ભાવાર્થ-“બંઘન પામવું, અહર્નિશ ભાર વહન કરવો, માર સહન કરવા, સુઘા, તૃષા, સહન ન થઈ શકે એવા તાપ, ટાઢ અને પવન વગેરે સહન કરવા, તેમજ સ્વજાતિથકી તથા પરજાતિથકી ભય અને અકાળ મૃત્યુ પામવું વગેરે તિર્યંચ ગતિમાં પણ દારુણ દુઃખો છે.” मुधान्यदास्याभिभवाभ्यसूया-भियोंतगर्भस्थितिदुर्गतीनां । एवं सुरेष्वप्यसुखानि नित्यं, किं तत्सुखैर्वा परिणामदुःखैः॥४॥ ભાવાર્થ-“કાંઈ પણ ઉદરપૂર્તિ કે દ્રવ્યપ્રાપ્તિ વગેરે કારણ વિના ફોગટ નિરંતર ઇંદ્રાદિકની સેવા કરવી, વઘારે શક્તિવાળા દેવતાઓથી પરાભવ પામવો, બીજાને વઘારે ઋદ્ધિમાન અને સુખી જોઈને ઈર્ષ્યા આવવી, આગામી ભવમાં ગર્ભમાં સ્થિતિ થવાની જોઈને તેમજ દુર્ગતિ થવાની જોઈને તેથી ભય પામવું–ઇત્યાદિક દેવગતિમાં પણ નિરંતર દુઃખો રહેલાં છે, તેથી તે સુખોથી શું કે જેમાં પરિણામે દુઃખ રહેલું છે? सप्तभीत्यभिभवेष्टविप्लवा - निष्टयोगगददुःसुतादिभिः । स्याच्चिरं विरसता नृजन्मनः पुण्यतः सरसतां तदानय ॥५॥* ભાવાર્થ-“વળી મનુષ્ય ગતિમાં પણ સાત પ્રકારનો ભય, અન્યજનોથી પરાભવ, ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, અનેક પ્રકારની વ્યાધિઓ, કુપુત્રાદિ સંતતિ વગેરેથી થતો ઉપદ્રવ-ઇત્યાદિ અનેક દુઃખો રહેલાં છે અને તેથી મનુષ્ય જન્મ પણ વિરસ લાગે છે, તો તેને પુણ્યોપાર્જન વડે સરસ કર.” આ પ્રમાણે ચાર ગતિમાં અનેક પ્રકારનાં દુઃખો રહેલાં છે. पक्षिसमं नृणां जन्म, गुणाकरं प्रमादतः । लब्ध्वा न हिंसनीयं तत्, येन त्वं सद्गतिं भज ॥ ૧. કોઈ પણ કારણથી જે આયુષ્ય વિઘટે નહીં અર્થાત તૂટે નહીં તેવું આયુષ્ય. * આ પાંચે શ્લોકો શ્રી અધ્યાત્મકલ્પદ્રુમના આઠમા અધિકારમાંથી લીધેલા છે. ૨. કડવો. ૩. સારા રસવાળો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy