SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૮ કોઈનો દોષ નથી. પરંતુ સંસારનાં દુઃખનું વિસ્મરણ કરવા માટે પરમાત્માનું સ્મરણ અહર્નિશ કરવું જોઈએ. કેમકે વીતરાગના ગુણો સંભાર્યા વિના સંસારનો મોહ કેમ નાશ પામે? મિથ્યાત્વમાં મગ્ન થયેલા મૂઢ પુરુષોને ધિક્કાર છે, કે જેઓ સાંસારિક ઇચ્છા પૂર્ણ કરવા માટે પ્રથમ અથવા પૂર્ણ થયા પછી પરમાત્માની સ્તુતિનાં વાક્યો વડે સ્તુતિ કરે છે કે “અહો! આ ભગવાન સત્ય છે. તેણે મારું કાર્ય તરત પાર પાડ્યું. મારાં પુત્રપુત્રીના વિવાહાદિક સંબંધો ક્યાંયથી પણ લાવીને મેળવી આપ્યા.” કેટલાક એમ પણ બોલે છે કે “પરમેશ્વરે આ યુદ્ધમાં મને મોટો યશ આપ્યો.” ઇત્યાદિ પોતપોતાનાં સાંસારિક કાર્યોમાં મિથ્યા પ્રભુનો પ્રયત્ન માને છે.” આમ વિચારીને શ્રેષ્ઠીએ પોતાના મનમાં જરા પણ વિચિકિત્સા ઘારણ કરી નહીં. પછી શ્રેષ્ઠીએ ઘનના અભાવને લીધે ખેતી કરવા માંડી. તેની સ્ત્રી હમેશાં પકવાન વગેરે ખાતી હતી અને શ્રેષ્ઠીને ચોળા વગેરે કુત્સિત અન્ન આપતી હતી. તેથી શ્રેષ્ઠી તો માત્ર નામથી જ ભોગસાર રહ્યો, પણ તેની સ્ત્રી તો ખરેખરી ભોગવતી થઈ. અનુક્રમે તે કુલટા થઈ, અને પરપુરુષ સાથે યથેચ્છ ભોગ ભોગવવા લાગી. એકદા શ્રી શાંતિનાથના અધિષ્ઠાયક દેવે વિચાર્યું કે “હાલમાં અનેક લોકોના મનને આનંદ આપનારી અને ઉદાર એવી ભગવાનની ઘૂંપાદિક સુગંધી દ્રવ્ય વડે પૂજા કેમ થતી નથી?” પછી અવધિજ્ઞાનના ઉપયોગથી ભોગસારનું દરિદ્રપણું તેના કારણભૂત જાણીને તેણે વિચાર્યું કે “આ શ્રેષ્ઠી જિનેશ્વરનો પૂર્ણ ભક્ત છે, તેને આ જ ચોળાનું ખેતર લણવાનો વખત આવ્યો છે, અને તેની સ્ત્રી કુલટા થઈ છે, તેથી શ્રેષ્ઠી ઉપર જરા પણ ભક્તિભાવ રાખતી નથી, માટે મારે આ શ્રેષ્ઠીનું સાન્નિધ્ય કરવું જોઈએ.” એમ વિચારીને તે દેવતાએ શ્રેષ્ઠીના ભાણેજનું રૂપ લીધું, અને મામાને ઘેર જઈને મામીને પ્રણામ કર્યો અને પૂછ્યું કે “મારા મામા ક્યાં ગયા છે?” મામી બોલી કે “તારા મામા ખેતર ગયા છે, ત્યાં ખેતર ખેડતા હશે.” તે સાંભળીને તે ખેતરે ગયો, ત્યાં મામાને પ્રણામ કરીને બેઠો, ત્યારે મામાએ પૂછ્યું કે “તું શા માટે આવ્યો છે?” ભાણેજરૂપે આવેલ દેવતા બોલ્યો કે “તમને સહાય કરવા માટે આવ્યો છું” મામાએ કહ્યું કે “ઘેર જઈને ખાઈ લે.” ભાણેજ બોલ્યો કે “આપણે સાથે જમીશું.” મામાએ કહ્યું કે “આજે ખેતરમાં લણવાનું કામ ચાલે છે, તેથી ઘણું મોડું થશે, ત્યાં સુધી તું બાળક છે માટે સુઘા શી રીતે સહન કરી શકીશ?” ભાણેજ બોલ્યો કે “કાંઈ હરકત નહીં. હું પણ તમારી સાથે લણવાનું કામ કરીશ.” એમ કહીને દૈવીશક્તિથી તેણે બધું ખેતર લણીને ટૂંકા વખતમાં એકત્ર કર્યું. પછી મામાએ કહ્યું કે “આ બઘા ચોળા શી રીતે લઈ જઈશું?” તે સાંભળીને તે દેવતા સર્વે ચોળા ઉપાડીને ઘર તરફ ચાલ્યો. તેમને આવતા જોઈને પેલી સ્ત્રીએ પોતાના ઘરમાં આવેલા જારને ગમાણમાં સંતાડી દીઘો, અને લાપસી વગેરે મિષ્ટાન્ન એક કોઠીમાં સંતાડી દીઘાં. એટલામાં ભાણેજે આવીને મામીને જુહાર કરીને કહ્યું કે “મામા આવ્યા છે, તેની આગતાસ્વાગતા કરો.” એમ બોલતા બોલતા તેણે ચોળાનો ભારો જોરથી ગમાણમાં નાંખ્યો, અને દાણા કાઢવા માટે ચોળાને કૂટવા લાગ્યો. તેના પ્રહારથી પેલો જાર પુરુષ જર્જરિત થઈ ગયો, અને પોતે હમણાં જ મૃત્યુ પામશે એમ માનવા લાગ્યો. પછી ભોગવતીએ પોતાના જારને મૃતપ્રાય થઈ ગયેલો જાણીને ભાણેજને કહ્યું કે “તમે બન્ને થાકી ગયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy