SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ વ્યાખ્યાન ૨૧૪] અલ્પ જ્ઞાન પણ સુખનું કારણ તેવામાં મુનિ ત્રીજી ગાથા બોલ્યા. તે સાંભળીને તેનો અર્થ તેણે એવો થાર્યો કે “તું કોમળ છે, રાત્રીએ ચાલવાનો તારો સ્વભાવ છે. તું અમારાથી બીએ છે; પણ અમારાથી તને ભય નથી. દીર્ઘપૃષ્ઠ નામના મંત્રીથી તારે ભય રાખવાનો છે.’' આવો અર્થ ઘારી તમામ શંકા દૂર થવાથી તે બારણું ઉઘાડી અંદર આવ્યો; અને પોતાના જ્ઞાની પિતાને મારવાની ઇચ્છા કરનારા એવા પોતાની નિંદા કરતા સતા ગર્દભિલ્લું અન્નુપાત સહિત પિતા મુનિને વાંદીને પોતાનો અપરાધ નિવેદન કરવા પૂર્વક ખમાવ્યા. તે સર્વ સાંભળી મુનિ તો મૌન જ રહ્યા, કેમકે “મૌનું સર્વાર્થસાધમ્.’ પછી રાજા પોતાને ઘેર આવ્યો. પ્રાતઃકાળે તેણે પોતાના ભટો (સિપાઈઓ) પાસે મંત્રીના ઘરની તપાસ કરાવીને ભોંયરામાંથી પોતાની બહેનને મેળવી અને મંત્રીને તેના કુટુંબ સહિત દેશમાંથી કાઢી મૂક્યો, અને જ્ઞાની મુનિની પ્રશંસા કરી તેમને નમીને તેમણે કહેલો ધર્મ અંગીકાર કર્યો. આ પ્રમાણે પુરના લોક સહિત પોતાના કુટુંબને પ્રતિબોધ કરીને યવરાજર્ષિ ગુરુમહારાજ પાસે આવ્યા. ગુરુમહારાજ પણ સર્વ વૃત્તાંત સાંભળીને વિસ્મય પામ્યા. પછી યવમુનિ પણ આળસ છોડીને વિનય સહિત શ્રુતનો અભ્યાસ કરવા લાગ્યા. ભણવાનું ફળ પ્રત્યક્ષ જોવાથી જ્ઞાનાભ્યાસ કરી તપ તપીને તેઓ અનુક્રમે તેઓ મોક્ષે ગયા. હવે આ દૃષ્ટાંતનું વ્યતિરેકી દૃષ્ટાંત કહે છે– यैर्नाधीतः श्रुतग्रंथः, कर्णाधान यच्छ्रुतम् 1 स्वमतिकल्पनात्पूर्वं वदेत् स मौढ्यमश्रुते ॥ १ ॥ ભાવાર્થ-‘જેણે ‘શ્રુતગ્રંથનો અભ્યાસ કર્યો નથી, અને કાને સાંભળીને પછી પોતાની મતિકલ્પનાથી જવાબ આપે છે તે મૂર્ખપણાને પામે છે.’ આ વિષે એક દૃષ્ટાંત છે કે—કોઈ ગચ્છના આચાર્યે પોતાના આયુષ્યનો અંત સમીપ જાણીને ઉપદેશથી કાંઈક સિદ્ધાંતને અને સ્થૂલ સમાચારીને જાણનારા કોઈ સાધુને આચાર્યપદે સ્થાપન કર્યા. તે આચાર્યને પોતાને આગમનું જ્ઞાન નહીં હોવા છતાં પણ તે ગુરુના મહિમાથી પ્રસિદ્ધિને પામ્યા. અન્યદા વિહાર કરતાં કરતાં તે પૃથ્વીપુર નામના નગરે ગયા. ત્યાંના શ્રાવકોએ મોટા ઓચ્છવથી તેમને પુરપ્રવેશ કરાવ્યો. તે નગરમાં પૂર્વે જૈનાચાર્યોએ રાજસભામાં અનેક પરવાદીઓને ઘણી વાર પરાભવ પમાડ્યો હતો. તે પરવાદીઓએ ફરીથી જૈનોની ઉન્નતિ જોઈને ઈર્ષ્યાળુ થયા સતા, પણ પૂર્વે પરાભવ પામેલા હોવાથી ફરીથી પોતાના મહત્વની હાનિ થશે, એવા ભયથી આ નવીન આચાર્યના શાસ્ત્ર સંબંધી જ્ઞાનની પરીક્ષા કરવા માટે પોતાના વર્ગમાંથી એક સેવકને તેમની પાસે મોકલ્યો. તેણે સૂરિને પ્રશ્ન કર્યો કે—“હે ભગવન્! પુદ્ગલને કેટલી ઇંદ્રિયો હોય?”’ ત્યારે સિદ્ધાંતના જ્ઞાન રહિત સૂરિએ ઘણી વાર સુધી વિચાર્યું તો “પુદ્ગલ એક સમયમાં લોકાંત સુધી જાય છે.’’ એવું કોઈક સ્થળે સાંભળેલું તે તેમના સ્મરણમાં આવ્યું. પછી ‘પંચેંદ્રિય વિના આટલી બધી શક્તિ ક્યાંથી હોય?’' એમ પોતાના મનમાં નિશ્ચય કરીને સિદ્ધાંતાદિકની અપેક્ષા વિના જ સ્વમતિકલ્પનાથી તેને પ્રત્યુત્તર આપ્યો કે—“હે ભદ્ર! પુદ્ગલને પાંચ ઇંદ્રિયો હોય.’’ આવો ઉત્તર સાંભળીને આને પોતાના શાસ્ત્રનું પણ જ્ઞાન નથી, તો પછી અન્ય શાસ્ત્રનું જ્ઞાન તો ક્યાંથી જ હોય?’' એમ વિચારીને તેણે ૧ સિદ્ધાંતનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy