SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૩૨] પાંચ સમવાય કારણથી કાર્યસિદ્ધિ ૮૫ અન્યદા કમરખ રાજાએ ગુરુ પાસે દેશના સાંભળીને વિચાર્યું કે-“કર્મનું ફળ મેં આ ભવમાં પ્રત્યક્ષ જોયું છે, માટે ગુરુનું વચન પ્રમાણ છે.” પછી તે કર્મનો જય કરવા માટે તેણે વૃદ્ધાવસ્થામાં ચારિત્ર ગ્રહણ કર્યું, અને દુરૂપ તપસ્યા કરીને સદ્ગતિનું ભાજન થયો. ભાવભાવને મિથ્યા કરવા કોઈ સમર્થ નથી, તે આ દ્રષ્ટાંતનું તાત્પર્ય છે. અહીં કર્મના બળથી જ ભાવિની તથા કમરખનો સંયોગ થયો છે.” વ્યાખ્યાન ૨૩૨ પાંચ સમવાય કારણથી કાર્યસિદ્ધિ હવે પાંચ કારણો મળીને જ કાર્ય થાય છે તે વિષે કહે છે– कालादिपंचहेतूनां, समवायो यदा भवेत् । तदा कार्यस्य निष्पत्तिः, स्यात् क्षुल्लककुमारवत् ॥१॥ ભાવાર્થ-“જ્યારે કાળાદિક પાંચે કારણનું એકત્ર મળવું થાય છે, ત્યારે જ ક્ષુલ્લકકુમારની જેમ કાર્યની ઉત્પત્તિ થાય છે.” ક્ષુલ્લક કુમારનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે ક્ષુલ્લકકુમારની કથા સાકેત નામના નગરમાં પુંડરીક નામે રાજા રાજ્ય કરતો હતો. તેનો નાનો ભાઈ કુંડરીક યુવરાજસ્થાને હતો. કુંડરીકને યશોભદ્રા નામની અતિ રૂપવંત સ્ત્રી હતી. તે જોઈને પુંડરીક રાજા કામરાગમાં મગ્ન થયો; તેથી તેણે દાસીદ્વારા તેને પોતાની ઇચ્છા જણાવી. યશોભદ્રાએ જવાબમાં કહેવરાવ્યું કે-“હે પૂજ્ય! તમે સમગ્ર પ્રજાના સ્વામી છો, તેથી નીતિપથનો ત્યાગ કરવો આપને ઉચિત નથી.” આ પ્રમાણેનું યશોભદ્રાનું વચન દાસીએ રાજાને કહ્યું. એટલે રાજાએ ફરીથી કહેવરાવ્યું કે-“હે સ્ત્રી! સ્ત્રીઓનો “ના” કહેવાનો સ્વભાવ જ હોય છે; પરંતુ હે કૃશાંગી! મશ્કરી મૂકીને મને પતિ તરીકે અંગીકાર કર.” યશોભદ્રાએ કહ્યું કે-“કુળ તથા ઘર્મની મર્યાદા હું મૂકીશ નહીં. તું આવાં દુષ્ટ વચનો બોલતાં કેમ લજ્જ પામતો નથી?” તે સાંભળીને રાજાએ વિચાર્યું કે–“જ્યાં સુધી મારો ભાઈ જીવે છે ત્યાં સુધી આ મને ચાહશે નહીં, માટે તેને મારી નાંખું.” એમ ઘારીને કપટથી તેણે પોતાના નાના ભાઈને મારી નાંખ્યો. કહ્યું છે કે त्रपावरत्रया बद्धास्तावत्तिष्ठति जंतवः । अविवेकबलं यावन्न कामरसनिर्मितम् ॥१॥ ભાવાર્થ-જ્યાં સુધી કામદેવના રસથી ઉત્પન્ન થયેલું અવિવેકરૂપી બળ હોતું નથી, ત્યાં સુઘી જ લજ્જરૂપી વાઘરી (દોરી) થી બંઘાયેલા જંતુઓ મર્યાદામાં રહે છે.” પછી યશોભદ્રાએ વિચાર કર્યો કે-“જે દુષ્ય પોતાના ભાઈની હત્યા કરી તે અવશ્ય મારા શીલનો પણ ભંગ કરશે, માટે મારે પરદેશ ચાલ્યા જવું યોગ્ય છે.” એમ ઘારીને ગર્ભવંતી એવી તે યશોભદ્રા ગુપ્ત રીતે ત્યાંથી નાસી ગઈ; અને “શીલનું રક્ષણ કરવા માટે દીક્ષા જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાઘન નથી” એમ માનીને તેણે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામ્યો. તે જોઈને સર્વે સાથ્વી વગેરેએ તેને પૂછ્યું. ત્યારે તેણે સર્વ સત્ય વૃત્તાંત કહી બતાવ્યું. પછી શ્રાવકોએ શાસનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy