SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૭ રહ્યો. ત્યાંથી ચંપાપુરીમાં મંડિતના દેહમાં વીશ વર્ષ રહ્યો, તે શરીર પણ મૂકીને વારાણશી નગરીમાં રાહના શરીરમાં ઓગણીશ વર્ષ રહ્યો, ત્યાંથી આતંભિકા નગરીમાં ભારંડના શરીરમાં અઢાર વર્ષ રહ્યો, તેનો પણ ત્યાગ કરીને વિશાલાનગરીમાં અર્જુનના શરીરમાં સત્તર વર્ષ રહ્યો, તેનું શરીર પણ મૂકીને શ્રાવસ્તિનગરીમાં મંખલીપુત્રનું શરીર પરિષહને સહન કરવામાં સમર્થ જોઈને તેમાં આવ્યો છું, તે સોળ વર્ષ સુધી રહેવાનો છું. હે કાશ્યપગોત્રી! આ પ્રમાણે એકસો તેત્રીશ વર્ષમાં સાત શ૨ી૨ બદલવા જોઈએ એવું અમારા શાસ્ત્રમાં કહેલું છે.’ આ પ્રકારે ગોશાળાનાં વચન સાંભળી પ્રભુ બોલ્યા કે—જેમ કોઈ ચોર પોતાના શરીરને છુપાવવાની ઇચ્છાથી ઉનના એક તંતુએ કરીને અથવા રૂના પુંમડાએ કરીને અથવા એક તૃણે કરીને પોતાના શરીરનું આચ્છાદન કરે, તેવી રીતે તું ફોગટ તારા આત્માને શા માટે છુપાવે છે?’’ પ્રભુનાં આવાં વચન સાંભળીને ગોશાળો ક્રોધ કરી વીતરાગ પ્રભુને અયોગ્ય વચનો બોલીને આશાતના કરવા લાગ્યો. તે સાંભળી નહીં શકાવાથી ભગવાનના પૂર્ણ ભક્ત સર્વાનુભૂતિ મુનિએ ગોશાળાને કહ્યું કે—‘હે મંખલીપુત્ર! શા માટે જૂઠું બોલે છે? અને તેજોલેશ્યાદિ વિદ્યાના આપનારા ગુરુની શા માટે આશાતના કરે છે?’’ તે સાંભળીને અતિ ક્રોધ પામેલા ગોશાળાએ સર્વાનુભૂતિ મુનિને તપના તેજથી (તેજોલેશ્યાથી) ભસ્મસાત્ કરીને ફરીથી સ્વામીની આશાતના કરવા માંડી ત્યારે પ્રભુના શિષ્ય સુનક્ષત્રમુનિએ તેને કહ્યું કે—“અરે! ત્રણ ભુવનના ગુરુની અવજ્ઞા કેમ કરે છે? આવા આચરણથી તારી નરકગતિ થશે.'' તે સાંભળીને ગોશાળાને વધારે ક્રોધ ચડ્યો; તેથી તેજોલશ્યા વડે તે સાધુને પણ બાળી દીધા. અને ફરીથી પ્રભુને અયોગ્ય વાક્ય વડે નિંદવા લાગ્યો. ત્યારે શ્રી જિનેશ્વર બોલ્યા કે—આવી કુબુદ્ધિથી અને મિથ્યાત્વથી તું આવા દુર્લભ મનુષ્યભવને હીન ગતિમાં કેમ નાંખે છે?'’ તે સાંભળીને પણ તેને ક્રોધ ચડ્યો; તેથી તેણે સાત આઠ પગલાં પાછા હઠીને પ્રભુના ઉપર પણ તેજોલશ્યા મૂકી; પરંતુ તે તેજોલેશ્યા ભગવાનની પ્રદક્ષિણા કરીને પાછી ફરી, અને ગોશાળાના શરીરમાં પેઠી. તે વખતે પ્રભુના શરીરના બહારના દેખાવમાં કાળાશ જોઈને ગોશાળાએ ભગવાનને કહ્યું કે—“મારા તપના તેજથી છ માસમાં તમારું મૃત્યુ થશે.’’ ત્યારે પ્રભુ બોલ્યા કે—‘હું તો હજુ સોળ વર્ષ સુધી કેવળી અવસ્થાએ વિચરીશ, પરંતુ તું તો પિત્તજ્વરના વ્યાધિથી સાત દિવસમાં જ છદ્મસ્થપણે મરણ પામીશ.’ પછી પ્રભુએ ગૌતમ આદિ મુનિઓને બોલાવીને કહ્યું કે–‘‘તમે ધર્મવાક્યો વડે આને ઉપદેશ આપો.'' તે સાંભળીને ગૌતમાદિ ગણધરો તેને ઉપદેશ આપવા લાગ્યા; પરંતુ તે તો ઊલટો તેથી કોપ પામીને તે મુનિઓને બાઘા ઉપજાવવાનો ઉપાય ચિંતવવા લાગ્યો; પણ તેની શક્તિનો નાશ થઈ ગયેલો હોવાથી તે સર્વ પ્રયત્નમાં નિષ્ફળ થયો. પછી તેના શરીરમાં દાહ થવાથી “અરે રે! આ મહાપુરુષનું વાક્ય નિષ્ફળ નહીં થાય’’ એમ વિચારતો, દીર્ઘ નિસાસા નાખતો અને ‘અરે રે! આ શું થયું!’ એમ બોલતો ત્યાંથી નીકળ્યો. માર્ગમાં પૃથ્વીપર પગ પછાડતો તે શીતોપચારને માટે કુંભકારને ઘેર ગયો, અને મદ્યપાન કરીને તથા હાથમાં આમ્રફળ રાખીને તે નૃત્ય કરવા લાગ્યો. તે વખતે જિનેશ્વરે સર્વ સાધુઓને કહ્યું કે—‘આ ગોશાળાએ મારા વનિમિત્તે જે તેજોલેશ્યા મૂકી હતી તે સોળ દેશ બાળી નાંખે તેવી ઉગ્ર હતી, પરંતુ તે તેના જ શરીરમાં પેઠી છે, તેની વેદનાથી તે હાલમાં શીત ઉપચાર કરે છે.’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy