SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૩૯]. સર્વ વિસંવાદી નામે આઠમો નિહ્નવ ૧૧૫ કહેલો છે એમ મહર્ષિ શ્રીસુઘર્માસ્વામીએ કહ્યું છે).' ઇત્યાદિ શ્રી શય્યભવસૂરિનાં વચનથી વસ્ત્ર, વિત્ત, દેહ વગેરેમાં મૂછ ઉત્પન્ન થાય તે પરિગ્રહ છે. પ્રશ્ન-મુનિ જો વસ્ત્ર ગ્રહણ કરે તો પછી સાધુને અચેલ પરીષહ સહન કરવાનું કેમ કહ્યું છે? કેમ કે વસ્ત્ર ન હોય તો જ તે ઘટે છે. ઉત્તર-તારું કહેવું અયોગ્ય છે. કેમકે-જીર્ણપ્રાય વસ્ત્રથી પણ વસ્રરહિતપણું લોકમાં પ્રસિદ્ધ છે. જેમકે કોઈ સ્ત્રી જીર્ણ અને ફાટેલું વસ્ત્ર શરીરે વીંટીને કોઈ વણકરને કહે છે કે-“હે વણકર! ઉતાવળથી મારી સાડી વણીને મને આપ, કેમકે હું નાગી ફરું છું.” અહીં વસ્ત્ર સહિત છતાં પણ સ્ત્રીને વિષે નગ્રપણાનો શબ્દ પ્રવર્તે છે. શાસ્ત્રમાં પણ “નડ્ડા કીરડું નમાવો” એવું વાક્ય છે તે ઉપચારિક નગ્નભાવને માટે જ છે, તેથી વસ્ત્ર રાખવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી; તે જ પ્રમાણે મુખવસ્ત્રિકા રજોહરણ વગેરે ઉપકરણો પણ સંયમમાં ઉપકારી હોવાથી ગ્રહણ કરવાયોગ્ય છે. કહ્યું છે કે स्थानोपवेशनस्वाप - निक्षेपग्रहणादिषु ।। जंतुप्रमार्जनार्थं हि, रजोहरणमिष्यते ॥४॥ ભાવાર્થ-બકોઈ પણ સ્થાનને વિષે બેસવું, શયન કરવું, કોઈ વસ્તુ મૂકવી, લેવી વગેરે કાર્યમાં જંતુના પ્રમાર્જનને માટે રજોહરણની જરૂર છે.” संपातिमादिसत्वानां, रक्षायै मुखवस्त्रिका । भक्तपानस्थजंतूनां, परीक्षायै च पात्रकम् ॥१॥ ભાવાર્થ–“સંપાતિમ વગેરે જંતુઓના રક્ષણ માટે મુખવસ્ત્રિકાની જરૂર છે અને ભક્ત પાનને વિષે રહેલાં જંતુની જયણાને માટે પાત્રની જરૂર છે.” વળી પાત્ર વિના સજીવ ગોરસાદિક અજાણપણાથી હાથમાં લઈ લીધું પછી તેનું શું કરવું? તેમાં રહેલાં જીવની હિંસા જ થાય; તથા હાથમાં લીધેલાં પ્રવાહી પદાર્થો હાથમાંથી ગળે તેથી કુંથવા, કીડી વગેરે અનેક જીવોની હિંસા થાય, તથા ગૃહસ્થો મુનિએ વાપરેલા પાત્રો ઘોડે લૂછે તેથી પશ્ચાતુકર્માદિ દોષ લાગે; તેથી બાળ અને ગ્લાનાદિ સાધુઓની વૈયાવચ્ચને માટે તેમજ પારિષ્ઠાપનિકા સમિતિ જાળવવાને માટે સાધુને પાત્રનું ગ્રહણ કરવું યોગ્ય છે. વળી જઘન્યથી નવ પૂર્વમાં કાંઈક ઓછું ભણેલા, ઉત્તમ શૈર્ય અને સંહનનવાળા પણ “તવેખ કુત્તે સત્તા (તપ, સૂત્ર અને સત્વ વડે)'' ઇત્યાદિ ભાવનાએ કરીને પ્રથમ તુલના કર્યા પછી જ જિનકલ્પ અંગીકાર કરી શકે છે. બાકી શેરીના સિંહ સમાન તારા જેવાને માટે તો તીર્થકરોએ જિનકલ્પની આજ્ઞા આપી જ નથી. તેમજ તું તીર્થકરની તુલ્યતા કરે છે તે પણ યોગ્ય નથી. કેમકે જિનેશ્વરો તો પાણિપ્રતિગ્રહાદિ અનંત અતિશયોવાળા હોય છે. માટે તારું માનવું સર્વથા ત્યાજ્ય છે.” ઇત્યાદિ અનેક યુક્તિથી સમજાવ્યા છતાં પણ તે મિથ્યા અભિનિવેશથી શ્રી તીર્થંકરનાં તથા મુનીંદ્રોનાં અનેક વચનોનો ઉત્થાપક થયો. તે શિવભૂતિના કોડિન્ય અને કોટવર નામના બે બુદ્ધિશાળી શિષ્યો થયા. તેમનાથી તે મતની પરંપરા ચાલી. પછી તેઓએ અનુક્રમે “કેવળી આહાર કરે નહીં, સ્ત્રીઓ મોક્ષ પામે નહીં, તિવિહાર ઉપવાસમાં સચિત્ત જળ પીવામાં દોષ નહીં, દિગંબર ૧ ઊડીને પડતા. ૨ દહીં, દૂઘ, છાશ, ઘી વગેરે ગોરસ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy