SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રી ઉપદેશપ્રાસદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૬ સાથુ દેવદ્રવ્ય લે અને તેનો વ્યય કરે, તેમાં દોષ નહીં” વગેરે જિનાગમથી વિરુદ્ધ લગભગ આઠસો વચન નવાં રચ્યાં, અને તે વચનો તેઓ સ્વેચ્છાએ બોલવા લાગ્યા. માટે તેઓ સર્વવિસંવાદી (ઉત્થાપક) થયા. તે બોટિકની પરંપરામાં થયેલા બોટિકો દિગંબર કહેવાય છે. આ પ્રમાણે દિગંબર નામનો આઠમો નિહ્નવ પોતાનું શુદ્ધ બોધિરત્ન ગુમાવી બેઠો. કેમકે સમકિત (બોધિરત્ન) પામ્યા છતાં પણ કોઈને જતું રહે છે, માટે હે ભવ્ય પ્રાણીઓ! પ્રયત્ન વડે સમકિતનું રક્ષણ કરો. વ્યાખ્યાન ૨૪૦ ઢંઢક મત श्रीमद्वीरजिनं नत्वा, वक्ष्येऽहं श्रुतनिंदकान् । चरित्रं वंगचूलिकाध्ययनाद्धारितं यथा ॥१॥ ભાવાર્થ-“શ્રીમાનું વર જિનેશ્વરને નમસ્કાર કરીને વંગચૂલિકા નામના અધ્યયનમાંથી વાંચેલું શ્રુતના નિંદકનું ચરિત્ર હું કહું છું.” શ્રતનિંદકનું ચરિત્ર શ્રી વિરપરમાત્માના પાંચમા પટ્ટને ઘારણ કરનાર શ્રી યશોભદ્ર સૂરિના શિષ્ય શ્રી ભદ્રબાહુ સ્વામી શ્રુતકેવલી થયા. તેમના શિષ્ય અગ્નિદત્ત મિથિલા નગરીના ઉદ્યાનમાં પ્રતિમા અંગીકાર કરીને તપ કરતા હતા. તે વખતે મદિરા તથા માંસમાં આસક્ત એવા કોઈ બાવીશ મિત્રો કામલતા નામની વેશ્યા સાથે અયોગ્ય ચેષ્ટા કરતા હમેશાં ઉપવનમાં ક્રીડા કરતા હતા. એકદા મદિરાપાનથી ઉદ્ધત થયેલા તેઓ તે અગ્નિદત્ત મુનિને જોઈને તેમને હણવા માટે અતિ તીર્ણ ખડ્ઝ હસ્તમાં ઘારણ કરીને એક સાથે દોડ્યા. દોડતાં માર્ગમાં એક અંઘકૂપમાં તેઓ ઉપરાઉપરી પડ્યા. તેથી એક બીજાનાં શસ્ત્રો પરસ્પર લાગવાથી સર્વે મૃત્યુ પામી ગયા. તેઓની એ સ્થિતિ જોઈને અગ્નિદત્ત મુનિએ વિચાર્યું કે-“અરે રે! આ બિચારા સુકૃત કર્યા વિના અકાળે મૃત્યુ પામ્યા.” પછી તે સાધુ કાયોત્સર્ગ પારીને યશોભદ્ર ગુરુમહારાજ પાસે ગયા. ગુરુની પાસે વિનયપૂર્વક “તે બાવીશ મિત્રો જે મરણ પામ્યા, તેમની શી ગતિ થઈ અને શી ગતિ થશે?” તે પૂછ્યું. ત્યારે ત્રણ જ્ઞાનવાળા અને દ્રષ્ટિવાદના જાણનાર યશોભદ્ર ગુરુએ મૃતનો ઉપયોગ દઈને તેઓનું બહુ ભવભ્રમણનું ચરિત્ર કહી બતાવ્યું તે નીચે પ્રમાણે- “હે અગ્નિદત્ત! તે બાવીશ મનુષ્યો તને હણવા માટે દોડતાં અંઘકૂપમાં પડ્યા પછી અંતર્મુહૂર્તમાં જ તે ગણિકાની ઇચ્છાવાળા અધ્યવસાયથી મરીને તે જ વેશ્યાના જમણા સ્તનમાં પોતે જ કરેલા નખક્ષતમાં કૃમિપણે ઉત્પન્ન થયા. તેથી વેશ્યાને સ્તનમાં અત્યંત વેદના થવા લાગી. અનેક વૈદ્યોનાં ઔષધો નિષ્ફળ ગયાં. પ્રાંતે એક વૈદ્ય તેનો ઉપાય જાણીને તેના સ્તનને વિદારી તેમાંથી હાડ, માંસ અને રુધિરમાં અતિ તૃષ્ણાવાળા તે બાવીશ બેઇંદ્રિય કીડાઓને કાઢી જળના પાત્રમાં નાંખીને તે વેશ્યાને બતાવ્યા. ૧ મુનિને વહેવાની બાર પડિમાઓ છે તેને અંગીકાર કરીને. ૨ જળ રહિત ઘણો ઊંડો કૂવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy