SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ વ્યાખ્યાન ૨૩૫] જ્ઞાનવિજ્ઞાનયુક્ત ક્રિયા ભાવાર્થ-ગમે તેવું અધ્યયન કર્યું હોય તે નિરર્થક થતું નથી, પરંતુ જ્યારે વિજ્ઞાનયુક્ત થાય છે ત્યારે જ તેનું ફળ મળે છે.” તે ઉપર દ્રષ્ટાંત એક રાજા હતો. તે જે કોઈ નવી કવિતા કરી લાવે તેને પાંચસો દીનાર ઇનામ આપતો. એકદા એક સરોવરને કાંઠે કોઈ મૂર્ખ બ્રાહ્મણે બે બળદ બાંધ્યા હતા. ત્યાં પાણી પીવા માટે એક મોટો મદોન્મત્ત આખલો આવ્યો. તે પાણી પીતાં પીતાં પગ વડે પૃથ્વી ખોદતો હતો. તે જોઈને બ્રાહ્મણે એક કવિતા કરી કે ઘસે ઘસે ને અતિ ઘસે, ઉપર ઘાલે પાણી; જિણે કારણ એ ઘસે ઘસાવે, તે વાત મેં જાણી.” એટલે “મારા બળદને મારવાની તારી ઇચ્છા છે, એ વાત મેં જાણી.” પછી તે બ્રાહ્મણ તે કવિતા લઈને રાજા પાસે ગયો. રાજાએ તેને પાંચસો સોનામહોર આપી. તે લઈને હર્ષ પામતો બ્રાહ્મણ ઘેર ગયો. પછી આવો રાજાનો ખર્ચ નહી સહન થવાથી મંત્રીએ રાજપુત્રની સંમતિથી રાજાને મારી નાંખવા માટે એક હજામને મોકલ્યો. તે હજામ દાઢી મૂંડવાના મિષથી રાજા પાસે ગયો, અને રાજાના કંઠમાં સજાયો મારવાના વિચારથી તે હજામ સજાયાને તીક્ષ્ણ કરવા માટે પથ્થર પર પાણી નાંખીને ખૂબ ઘસવા લાગ્યો. તે વખતે કાળ નિર્ગમન કરવા માટે રાજા પોતાના હાથથી ભીંત પર લખેલી પેલા બ્રાહ્મણવાળી કવિતા બોલ્યો. તે સાંભળીને અર્થના પ્રગટપણાથી હજામે વિચાર્યું કે–“રાજાએ મારો હેતુ જાણી લીઘો. એટલે તે હજામ ભયથી રાજાના પગમાં પડીને બોલ્યો કે હે સ્વામી! આમાં મારો દોષ નથી. પણ તમારા પુત્ર તથા પ્રઘાને મને એમ કરવા કહ્યું છે.” તે સાંભળીને રાજાએ આશ્ચર્ય પામી સર્વ વૃત્તાંત હજામ પાસેથી જાણી લીધું. પછી હજામને અભયદાન આપીને પોતે મૌન જ રહ્યો. અનુક્રમે પ્રધાનને તથા પુત્રને યોગ્ય શિક્ષા કરીને નિર્ભય થયો.” આ પ્રમાણે એક સાઘારણ કવિતાથી પણ રાજા મરતાં બચ્યો. હે શિષ્ય! આ દ્રષ્ટાંતનો સાર એ છે કે–સાઘુઓએ ગમે તેવું વાક્ય સાંભળ્યું હોય અથવા અધ્યયન કર્યું હોય પણ તેનો ઉપયોગ સ્યાદ્વાદ માર્ગ કરવો; તેથી તેનું સર્વ ભણેલું ગુણકારી થાય છે. વળી હે શિષ્ય! વિદ્યા તો અવશ્ય ગ્રહણ કરવી. વિદ્યા વિના વખત આવ્યે મૂંઝાવું પડે છે. તે ઉપર એક દ્રષ્ટાંત સાંભળ કોઈ એક દરિદ્રી પુરુષ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે વિવિઘ ઉપાય કરતો પૃથ્વીપર ભટકતો હતો, પણ કાંઈ મેળવી શક્યો નહોતો. એક દિવસ કોઈ વિદ્યાસિદ્ધ પુરુષ હાથમાં એક ઘડો રાખી તેની પૂજા કરીને બોલ્યો કે હે કુંભ! શવ્યા, ભોજન, સ્ત્રી ઇત્યાદિ સર્વ સામગ્રી સહિત એક મહેલ બનાવ.” તે સાંભળીને તે કામકુંભે સર્વ કરી દીધું. પછી પ્રાતઃકાળે તે સર્વનો ઉપસંહાર કરી દીઘો. તે બધું જોઈને પેલા દરિદ્રી બ્રાહ્મણે વિચાર્યું કે-“મારે બીજો નિષ્ફળ ઉદ્યમ શા માટે કરવો જોઈએ? આ વિદ્યાસિદ્ધની જ સેવા કરું, તો સર્વ દારિત્ર્યનો નાશ થશે.” એમ વિચારીને તે સિદ્ધની વિવિઘ પ્રકારે સેવા કરીને તેને પ્રસન્ન કર્યો. એટલે એક દિવસ સિદ્ધ કહ્યું કે-“તારી શી ઇચ્છા છે?” ત્યારે બ્રાહ્મણે પોતાની દરિદ્ર અવસ્થા જણાવી. તે સાંભળીને સિદ્ધ વિચાર્યું કે व्रतं सत्पुरुषाणां च, दीनादीनामुपक्रिया । तदस्योपकृतिं कृत्वा, करोमि सफलं जनुः॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy