SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનાચારનો બીજો ભેદ-નિષ્કાંક્ષા વ્યાખ્યાન ૨૬૯ દર્શનાચારનો બીજો ભેદ–નિષ્કાંક્ષા હવે નિષ્કાંક્ષા નામના બીજા આચાર વિષે કહે છે– निष्कांक्षित्वमनेकेषु, दर्शनेष्वन्यवादिषु । દ્વિતીયોય વર્શનાચારો, ગંગીાર્ય: શુમાત્મમિઃ ।! ભાવાર્થ-અન્ય વાદીઓના અનેક દર્શનોને વિષે આકાંક્ષા રહિત થવું, એ બીજા દર્શનાચારને સત્પુરુષે અંગીકાર કરવો.’ हित्वा स्याद्वादपक्षं यः, कांक्षति परशासनम् । હાંક્ષાોષાન્વિતઃ સ ચા-પન્યાન્ય વર્ગનોત્સુઃ ।।૨। ભાવાર્થ-જે માણસ સ્યાદ્વાદ પક્ષને છોડીને પરશાસનની આકાંક્ષા રાખે છે તેને કાંક્ષા દોષવાળો જાણવો, અને તે અન્ય અન્ય દર્શનમાં વારંવાર ઉત્કંઠિત થયા કરે છે.’” આ હકીકત દૃષ્ટાંત વડે પુષ્ટ કરે છે— વ્યાખ્યાન ૨૬૯] ૨૪૫ ક્ષુલ્લક શિષ્યનું દૃષ્ટાંત વસંતપુરમાં દેવપ્રિય નામે શ્રેષ્ઠી રહેતો હતો. યુવાવસ્થામાં તેની ભાર્યા મરણ પામવાથી તેને વૈરાગ્ય થયો, તેથી પોતાના આઠ વર્ષના પુત્ર સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. તે ક્ષુલ્લક (બાળક) શિષ્ય પરિષહોને સહન કરી શકતો નહીં, તેથી તેણે પિતાને કહ્યું કે “હે પિતા! હું ઉપાનહ (જોડા) વિના ચાલી શકતો નથી. મને તો બ્રાહ્મણોનું દર્શન શ્રેષ્ઠ લાગે છે કે જેમાં પગના રક્ષણને માટે ઉપાનહ રાખવાનો વિધિ છે.’’ તે સાંભળીને ગુરુએ વિચાર્યું કે “આ શિષ્ય બાળકબુદ્ધિ છે, માટે કદાચિત્ તેને ઉપાનહ નહીં અપાવું તો તે કદાચિત્ સર્વથા ધર્મરહિત થઈ જશે.’' એમ ધારીને તેણે કોઈ શ્રાવક પાસે યાચના કરીને તેને માટે ઉપાનહ કરાવી આપ્યા. પછી એકદા પુત્રે કહ્યું કે ‘“હે પિતા! તડકા વડે મારું માથું તપી જાય છે, તેથી મારાથી ચાલી શકાતું નથી, તો તાપસોનું દર્શન શ્રેષ્ઠ લાગે છે કે જેમાં છત્ર ધારણ કરી શકાય છે.’’ તે સાંભળીને સર્વથા ઘર્મપરાન્મુખ થવાની ભીતિથી પિતાએ છત્રની પણ અનુમતિ આપી. વળી એકદા ક્ષુલ્લકે કહ્યું કે ‘“હૈ તાત! ભિક્ષા માટે હું અટન કરી શકતો નથી. મને તો પંચાગ્નિ સાધન કરનારનો આચાર શ્રેષ્ઠ લાગે છે; કેમકે ઘણા લોકો સન્મુખ આવીને તેમને ભિક્ષાદિક આપી જાય છે.’’ પિતાએ પૂર્વની જેમ વિચાર કરીને પોતે જ ભિક્ષા લાવી આપવા માંડી. એ પ્રમાણે અન્યદા પૃથ્વી પર સંથારો કરવાને અશક્તિમાન થયેલા પુત્રે પ્રાતઃકાળે ઊઠીને સૂવા માટે પલંગ માગ્યો અને તેને માટે શાક્ય મતના આચારની પ્રશંસા કરી, ત્યારે પિતાએ લાકડાની પાટ સૂવા માટે આપી. પછી સ્નાન કર્યા વિના પુત્રને ઠીક પડ્યું નહીં તેથી શૌચમૂળ ધર્મની પ્રશંસા કરી. ત્યારે પિતાએ પ્રાસુક જળ લાવીને તેનાથી સ્નાન કરવાની અનુજ્ઞા આપી. એ પ્રમાણે લોચને સહન નહીં કરવાથી ક્ષૌર કરાવવાની પણ અનુજ્ઞા આપી. વળી એકદા પુત્રે કહ્યું કે ‘“હે પિતા! હું બ્રહ્મચર્ય પાળવા સમર્થ નથી.’’ એમ કહીને ગોપી તથા કૃષ્ણની લીલાની પ્રશંસા કરી. એ સાંભળીને પિતાએ વિચાર્યું કે “ખરેખર આ પુત્ર સર્વથા અયોગ્ય છે, કિંચિત્ પણ પરમાર્થ જાણતો નથી. આટલા દિવસ તેણે જે માગ્યું તે મેં મોહને લીધે આપ્યું, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy