SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૮] દશમા અલ્લા પચખાણના દશ ભેદ અને તેનું ફળ ૧૫૫ તું નિર્દોષ છે.” તે સાધ્વીને જોઈને ત્યાંના લોકો અતિ આશ્ચર્ય પામ્યા. પછી જિનેશ્વરે તેને કૃપાથી બે ચૂલિકા આપી. સાથ્વીનો સંદેહ નષ્ટ થયો, એટલે શાસનદેવી તેને પાછી પોતાને સ્થાને લાવી. સંઘે કાયોત્સર્ગ પાર્યો. પછી યક્ષાઆર્યાએ શ્રીસંઘને કહ્યું કે–“શ્રી સીમંધર સ્વામીએ મારા મુખથી સંઘને માટે પદો તથા ચાર અધ્યયન મોકલ્યાં છે.” તે વિષે પરિશિષ્ટ પર્વમાં કહ્યું છે કે– भावना च विमुक्तिश्च, रतिकल्पमथापरम् । तथा विविक्तचर्या च, तानि चैतानि नामतः॥१॥ ભાવાર્થ-“ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને એકાંત ચર્યા એ ચાર અધ્યયનોનાં નામ છે.” अप्येकया वाचनया, मया तानि धृतानि च । દ્રિતાનિ ૨ સંધાય, તત્તથાRધ્યાનપૂર્વમ્ રોય ભાવાર્થ-“મેં એક જ વાચનાએ કરીને તે ઘારણ કરેલાં છે, અને તે જેવાં ગ્રહણ કર્યા હતાં તેવાં જ મેં શ્રીસંઘની પાસે કહી સંભળાવ્યાં છે.” आचारांगस्य चूले द्वे, आद्यमध्ययनद्वयम् । दशवैकालिकस्यान्य-दथ संघे नियोजितम् ॥३॥ ભાવાર્થ-“પૂર્વોક્ત ચાર અધ્યયનમાંના પહેલા બે અધ્યયન શ્રી આચારાંગ સૂત્રની ચૂલિકારૂપે અને બાકીના બે દશવૈકાલિક સૂત્રની ચૂલિકારૂપે શ્રીસંઘે જોડી દીઘાં.” - ત્યાર પછી હમેશાં યક્ષા આર્ય શ્રી સ્થૂલભદ્ર વગેરે મુનિઓની પાસે શ્રી સીમંધર સ્વામીએ કહેલા શ્રીયક મુનિના પચખાણના ફળનું વર્ણન કરતી હતી. શ્રીયક મુનિએ યક્ષા આર્યાની પ્રેરણાથી એક ઉપવાસ માત્ર કરવાથી શુભ ગતિ પ્રાપ્ત કરી. સીમંધર સ્વામીએ પણ તે બન્નેની પ્રશંસા કરી, માટે સૌએ તપ કરવું તથા બીજાને કરાવવું.” વ્યાખ્યાન ૨૪૯ પ્રત્યાખ્યાનની દશ ભેદ प्रत्याख्यानं द्विधा प्रोक्तं, मूलोत्तरगुणात्मकम् । द्वितीयं दशधा ज्ञेय-मनागतादिभेदकम् ॥१॥ ભાવાર્થ-“મૂલ ગુણ તથા ઉત્તર ગુણ રૂપ બે પ્રકારનાં પ્રત્યાખ્યાન શાસ્ત્રમાં કહેલાં છે, તેમાં ઉત્તર ગુણ પ્રત્યાખ્યાનના અનાગત વગેરે દશ ભેદ કહેલા છે.” વિશેષાર્થ–પ્રતિ એટલે અવિરતિ રૂપ પ્રવૃત્તિનું પ્રતિકૂળપણે આધ્યાન એટલે કહેવું અર્થાત્ વિરતિ કરવી તેનું નામ પ્રત્યારથાન કહેવાય છે. તેના બે ભેદ છે. પહેલું મૂલગુણ પ્રત્યાખ્યાન તે સાધુને પંચ મહાવ્રતરૂપ અને શ્રાવકોને પાંચ અણુવ્રતરૂપ છે. બીજું ઉત્તરગુણ પ્રત્યાખ્યાન તે સાધુને પિંડવિશુદ્ધિ વગેરે અને શ્રાવકોને ગુણવ્રત આદિ છે. પ્રત્યાખ્યાન સમયે શિષ્ય વિનયપૂર્વક સારી રીતે ઉપયોગ રાખીને ગુરુના વચનાનુસાર પ્રત્યાખ્યાન ગ્રહણ કરવું. તે પ્રમાણે પ્રત્યાખ્યાન લેવાના ચાર ભાંગા છે. (૧) શિષ્ય પોતે પ્રત્યાખ્યાનનું સ્વરૂપ જાણતો હોય અને તેવા જ જ્ઞાનવાળા ગુરુ પાસે પચખાણ લે. (૨) ગુરુ જ્ઞાનવાન હોય અને શિષ્ય અજાણ હોય. (૩) શિષ્ય જાણતો હોય અને ગુરુ અજાણ હોય અને (૪) શિષ્ય તથા ગુરુ બન્ને અજાણ હોય. આ ચાર ભાંગામાં પહેલો ભંગ શુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy