SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૩૦] ભવિતવ્યતાની પ્રબલતા यथा छायातपौ नित्यं, सुसंबद्धो परस्परम् । एवं कर्म च कर्ता च संश्लिष्टा वितरेतरम् ॥६॥ ભાવાર્થ-જેમ છાયા અને આતપ હમેશાં પરસ્પર સંબંધવાળા છે, તેમ કર્મ અને તેનો કર્તા પણ પરસ્પર મળેલા છે. હવે ઉદ્યમ વિષે કહે છે– न येथैकेन हस्तेन, तालिका संप्रपद्यते । तथोद्यमपरित्यक्तं, न फलं कर्मणः स्मृतम् ॥७॥ ભાવાર્થ-જેમ એક હાથે તાળી પડતી નથી, તેમ ઉદ્યમ વિના એકલા કર્મનું ફળ કહેલું નથી. पश्य कर्मवशात्प्राप्तं, भोज्यकाले च भोजनम् । हस्तोद्यमं विना वक्त्रे, प्रविशेन्न कथंचन ॥८॥ ભાવાર્થ-જુઓ! કર્મના વશથી ભોજનને વખતે જમવાનું તો મળ્યું, પણ હાથનો ઉદ્યમ કર્યા વિના મુખમાં કોઈ પણ પ્રકારે તે પેસતું નથી.’’ ૮૧ આ પ્રમાણે ગુરુમહારાજનાં વચનો સાંભળીને રાવણે ફરીથી પૂછ્યું કે—“હે સ્વામી! મૃત્યુને જીતવાનો કોઈ પણ ઉપાય છે?’’ ત્યારે ગુરુ બોલ્યા કે “હે ત્રણ ખંડના રાજા રાવણ! परिहरति न मृत्युः पंडितं श्रोत्रियं वा धनकनकसमृद्धं बाहुवीर्यं नृपं વા ત तपसि नियतयुक्तं सुस्थितं दुःस्थितं वा वनगत इव वह्निः सर्वभक्षी कृतांतः ॥ १ ॥ Jain Educat ભાવાર્થ–પંડિતને, વેદશ બ્રાહ્મણને, ધનસુવર્ણની સમૃદ્ધિવાળાને, બાહુના પરાક્રમવાળા રાજાને, નિરંતર તપસ્યા કરનારને, સારી સ્થિતિવાળાને અથવા નબળી સ્થિતિવાળાને કોઈને પણ મૃત્યુ છોડતું નથી; કેમકે વનમાં રહેલા દાવાનળની જેમ કૃતાંત (યમ) સર્વભક્ષી છે.’’ ये पातालनिवासिनोऽसुरगणा ये स्वैरिणो व्यंतरा ज्योतिष्कविमानवासिविबुधास्ताराश्च ये चंद्रादयः । वैमानिका सौधर्मादिसुरालयेषु सुखिनो ये चापि स्ते सर्वेऽपि कृतांतवासमवशा गच्छन्ति किं शोच्यते ॥ २॥ ભાવાર્થ-જે અસુરકુમારો પાતાળમાં વસેલા છે, જે વ્યંતરો સ્વેચ્છાચારી છે, જે જ્યોતિષ વિમાનવાસી દેવો તારા અને ચંદ્ર વગેરે છે, અને જે સુધર્માદિક વિમાનમાં સુખે વસેલા વૈમાનિક દેવો છે, તે સર્વે પણ પરાધીનપણે યમરાજના વાસમાં જાય છે, અર્થાત્ મરણ પામે છે, તો પછી હે રાવણ! તું શાને માટે શોક કરે છે?’’ આ પ્રમાણેના ગુરુમહારાજના ઉપદેશથી રાવણ પ્રતિબોઘ પામ્યો, અને હમેશાં શાંતિનાથ જિનેશ્વરની ભક્તિ કરવા લાગ્યો. એક દિવસ રાવણ પુષ્પક નામના વિમાનમાં બેસીને પોતાની પત્ની મંદોદરી સહિત અષ્ટાપદ તીર્થે ગયો. ત્યાં ભરતચક્રીએ કરાવેલા ચૌમુખ જિનાલયમાં દ્રવ્યપૂજા કર્યા બાદ હાથમાં વીણા લઈને ભાગ ૪-૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy