SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૭] દર્શનાચારનો આઠમો ભેદ-પ્રભાવના ૨૮૯ છે.’’ પછી તે વેશ્યાએ તેની અનેક પ્રકારે વિડંબના કરી, તો પણ તેણે પોતાનું ધૈર્ય મૂક્યું નહીં. તે મુનિએ વિચાર્યું કે “પૂર્વે મેં કારણસર દ્વેષથી અકાર્ય કર્યું હતું, પણ આજે જો રાગથી હું તે અકાર્ય કરું તો જરૂર મારા મહાવ્રતરૂપી ગુણની હાનિ થાય, માટે યાવજ્જીવ દેવ ગુરુની સાક્ષીએ અંગીકાર કરેલા પંચ મહાવ્રતોનું પાલન કરવું તે જ યોગ્ય છે.’’ એમ વિચારીને તેમણે રજોહરણ વગેરે સર્વ સાધુના વેષને દીવાથી સળગાવીને ભસ્મીભૂત કરી નાંખ્યા અને અધ્યાત્મરૂપ અમૃત વડે ભાવલિંગ ધારણ કર્યું. પરિણામે લાભ જોઈને તે ભસ્મ આખે શરીરે ચોપડી. આવી રીતે અવધૂતનો વેષ ધારણ કરી કાચબાની જેમ ઇંદ્રિયો ગોપવીને આખી રાત્રિ ધ્યાનતત્પ૨પણે નિર્ગમન કરી. પેલી વેશ્યા પોતાનું સમગ્ર પરાક્રમ બતાવીને છેવટે થાકી ગઈ, અને બીજો કોઈ ઉપાય નહીં સૂઝવાથી તે નિદ્રાવશ થઈ ગઈ. પ્રાતઃકાળ થતાં રાજા પોતાની રાણીઓ અને અનેક પૌરલોકો સહિત તે ઉદ્યાનમાં આવ્યા. સેવકે તાળું ઉઘાડ્યું, તો અંદરથી ‘‘અલખ નિરંજન જગન્નાથને નમસ્કાર'’ એ શબ્દને મોટા સ્વરથી બોલતો અને શરીરે નગ્ન, યોગધારી, અવિકારી, અલમસ્ત જેવો એક અવધૂત યોગી કે જેના આખા શરીરે ભસ્મ ચોળેલી હતી તેવો બહાર નીકળ્યો. તેને જોઈને સર્વ લોક ચમત્કાર પામ્યા. તે વખતે રાણીએ રાજાને કહ્યું કે “હે સ્વામી! તમારું કહેવું અસત્ય થયું. આ તો કોઈ યોગી નીકળ્યો પણ જૈન સાધુ તો નથી.'' પછી રાજાએ પોતાના સેવકને પૂછ્યું કે ‘“તેં આવું અવળું કેમ કર્યું?’ સેવક બોલ્યો—‘હે સ્વામી! મેં તો આપની આજ્ઞા પ્રમાણે જ સર્વ કર્યું હતું, ત્યાર પછી શું થયું તે હું જાણતો નથી.’’ ત્યારે રાજાએ વેશ્યાને રાત્રિનું વૃત્તાંત પૂછ્યું. વેશ્યા બોલી કે ‘“હે સ્વામી! હું શું કહું? હું તો ભોગનિમિત્તે મારું સર્વ સામર્થ્ય બતાવી બતાવીને થાકી ગઈ, પણ તેણે તો ઇંદ્રની અપ્સરાઓથી પણ સ્ખલિત ન થાય તેવી મહા યોગશક્તિ બતાવી. ત્રણ જગતમાં તેના જેવો કોઈ મુનિ નથી.'' આ પ્રમાણે સર્વ વૃત્તાંત જાણીને રાજા પ્રતિબોધ પામ્યો, અને તેણે પોતાના ચિત્તને, વિત્તને અને સમગ્ર પૌરજનોને જૈનધર્મમય કર્યા. તેથી જૈનસાધુઓના જ્ઞાન, ધ્યાન, નિઃસ્પૃહતા, ત્યાગ વગેરે ગુણો નગરમાં માયા નહીં, અર્થાત્ તે તે ગુણોની અત્યંત પ્રશંસા થવા લાગી. આ પ્રમાણે તે સાધુએ જૈનશાસનની પ્રભાવના કરીને ફરીથી મુનિવેશ અંગીકાર કર્યો, અને અલ્પ સમયમાં જ તેણે પોતાનો આત્મધર્મ પ્રગટ કર્યો. આ વિદ્યાસિદ્ધનું દૃષ્ટાંત જાણવું. બુદ્ધિસિદ્ધ ઉપર અભયકુમાર વગેરેના દૃષ્ટાંતો જાણવાં. યોગસિદ્ધ ઉપર સુવર્ણસિદ્ધિ વગેરેના જાણવાવાળા શ્રી કાલિકાચાર્ય વગેરેના દૃષ્ટાંતો જાણવા. આ સર્વે વિદ્યા પ્રભાવકમાં ગણવા. (૮) આઠમા ‘રાજસમૂહમાં સંમત’’ પ્રભાવક એટલે રાજા વગેરે સમગ્ર લોકે માન્ય કરેલા. તે ૫૨ સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રસૂરિ, વિજયહીરસૂરિ આદિના દૃષ્ટાંતો જાણવા. આ આઠે પ્રભાવક જૈનધર્મના ઉદ્યોતક છે. તેઓના અભાવે જૈન મતનો મહિમા અધિકતર થતો નથી, માટે તેઓને જિનશાસનરૂપ પ્રાસાદના સ્તંભ સમાન ગણવા. દર્શનાચારના વિચારને જાણનારા અને શાસનના મેઢીભૂત પ્રભાવકોએ શાસનના કાર્યમાં પોતાની સમગ્ર શક્તિને ગોપવવી નહીં, પણ સમગ્ર શક્તિથી શાસનનો ઉદ્યોત કરવામાં પ્રયાસ કરવો. Jain Educatભગ ૪ ૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy