SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૬] દર્શનાચારનો સાતમો ભેદ-સાધર્મીવાત્સલ્ય ૨૮૫ ભાવાર્થ—“જેનાં માંસ તથા અસ્થિ ચર્મથી આચ્છાદન કરેલાં છે એવી વિષ્ટા અને મૂત્રની હાંડી સમાન સ્ત્રીઓમાં જે પ્રિયત્વ છે તે માત્ર મમતાથી જ ઉત્પન્ન થયેલું છે.’’ गणयन्ति जनुः समर्थवत्, सुरतोल्लाससुखेन भोगिनः । मदनाहि विषोग्रमूर्छनामयतुल्यं तु तदेव योगिनः ॥३॥ ભાવાર્થ—“કામી પુરુષો જે ભોગવિલાસના સુખથી પોતાનો જન્મ સફળ માને છે તે જ સુખને યોગી પુરુષો કામદેવરૂપી સર્પના વિષથી થયેલી ઉગ્ર મૂર્છારૂપ મહાવ્યાધિ સમાન માને છે.’ દરેક પદાર્થમાં પ્રિય અને અપ્રિયપણું સ્વમનોકલ્પિત જ હોય છે. ખરેખરી રીતે તો કોઈ પણ વસ્તુ ઇષ્ટ કે અનિષ્ટ છે જ નહીં. કેમકે સમગ્ર વિકલ્પનો ઉપશમ થવાથી મતિનો ભેદ રહેતો જ નથી. કહ્યું છે કે— समतापरिपाके स्याद् विषयग्रहशून्यता । यया विशदयोगानां वासीचन्दनतुल्यता ॥ १ ॥ ભાવાર્થ‘સમતા ગુણ પરિપક્વ થાય, ત્યારે વિષયગ્રહ શૂન્ય થઈ જાય છે (વિષયેચ્છા નાશ પામે છે); અને તેથી નિર્મળ યોગવાળા તે આત્માને વાસી (ફરસી) અને ચંદનમાં તુલ્યતા થઈ જાય છે, અર્થાત્ તે બન્નેમાં ભેદ જણાતો નથી.’’ આ પ્રમાણે સંવેગના વશથી ઉત્પન્ન થયેલા પશ્ચાત્તાપરૂપી અગ્નિથી તેનું અંતઃકરણ બળવા લાગ્યું, અને હમેશાં પોતાની પત્નીને જોતાં જ તે પોતાનું મુખ નીચું કરવા લાગ્યો. તે જોઈને તેની ભાર્યાએ વિચાર્યું કે ‘‘આ મારા પતિ હજુ સુધી લગ્ન છોડતા નથી, તેથી તે જલદીથી ધર્મ પામશે; સર્વથા નિર્લજ્જ અને વાચાળ માણસ ઘર્મને અયોગ્ય હોય છે, પણ આ મારા સ્વામી તેવા નથી.’’ પછી તે સ્ત્રી હમેશાં સામાયિકને વખતે તથા પઠન પાઠનને વખતે સર્વ સ્થાને વ્રત ભંગ કરવાનું ફળ વારંવાર કહેવા લાગી—‘વ્રત ગ્રહણ કરવું સહેલું છે, પણ તેનું પાલન કરવું દુષ્કર છે. તેના ચાર` ભાંગા થાય છે.’’ ઇત્યાદિ વચનો સાંભળીને સુભદ્ર પોતાની સ્ત્રીના સ્વભાવની સ્તુતિ કરવા લાગ્યો પણ તેના મનમાં વ્રતભંગનું દુઃખ શલ્યની જેમ નિરંતર ખટકતું હતું; તેથી તે પ્રતિદિન અધિક અધિક દુર્બળ થવા લાગ્યો. તે જોઈને તેની પત્નીએ આગ્રહથી દુર્બળ થવાનું કારણ પૂછ્યું, ત્યારે તે નિઃશ્વાસ નાંખીને ખેદપૂર્વક બોલ્યો કે “હે પ્રિયા! જે મોક્ષસુખના હેતુભૂત વ્રત મેં ચિરકાળથી પાલન કર્યું હતું તે વ્રતનો ક્ષણિક સ્થિતિવાળા મનકલ્પિત સુખને માટે ભંગ કરીને મૂર્ખ પણ ન કરે તેવું અકાર્ય મેં કર્યું છે તેની ચિંતાથી હું દુર્બળ થાઉં છું. હવે મને ભ્રષ્ટ થયેલાને એનું પ્રાયશ્ચિત્ત કોણ આપશે? મારી ભાવનાનો વૃત્તાંત તો કુંભારને ઘેર જઈને મિથ્યા દુષ્કૃત આપનાર ક્ષુલ્લક મુનિના જેવો થયો છે. જીવોને હણીને પછી ‘મેં મોટું દુષ્કૃત કર્યું, મેં મોટું દુષ્કૃત કર્યું' એમ કહેવું ને ધ્યાન વૈરાગ્ય ધારણ કરવા તે વ્યર્થ અને વંઘ્ય છે.” આ પ્રમાણે શુભ પરિણામથી બોલતા તેને અંતઃકરણથી શુદ્ધ જાણીને તથા “સ્ત્રીની સન્મુખ માત્ર દાક્ષિણ્યતા સાચવવા માટે આ બહારનો દેખાવ નથી’’ એવી સંપૂર્ણ પરીક્ષા કરીને તેમજ ‘સંવેગને વશ થયેલું તેનું ચિત્ત ઇન્દ્રની અપ્સરાઓથી ૧ વ્રત ગ્રહણ કરવું સહેલું ને પાળવું દુષ્કર, ગ્રહણ કરવું મુશ્કેલ પણ પાળવું સુકર, ગ્રહણ કરવું પણ સહેલું અને પાળવું પણ સહેલું અને ગ્રહણ કરવું પણ મુશ્કેલ ને પાળવું પણ મુશ્કેલ, આ પ્રમાણે ચોભંગી થાય છે. તેમાં ત્રીજો ભાંગો શ્રેષ્ઠ છે. ચોથો કનિષ્ઠ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy