SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૮] દશમાં અદ્ધા પચખાણના દશ ભેદ અને તેનું ફળ ૧૫૩ સિદ્ધગિરિ ઉપરથી નીચે પાડી દીધો. તે દૂર નાસી જઈને કોઈક ઠેકાણે ગુપ્ત રીતે રહ્યો. પછી ઉપસર્ગ રહિત થયેલા સંઘ સહિત સૂરિ મોટા ઉત્સવપૂર્વક સિદ્ધાચળજી આવ્યા, અને ત્યાં કપર્દી યક્ષને શત્રુંજય પર્વતના અધિષ્ઠાયક તરીકે સ્થાપ્યો. તેથી જ પૂર્વ આચાર્યોએ યુગાદીની સ્તુતિ કરતાં તેનું સ્મરણ કર્યું છે કે यः पूर्वं तंतुवायः सुकृतकृतलवैर्दूरितैः पूरितोऽपि, प्रत्याख्यानप्रभावादमरमृगदृशामातिथेयं प्रपेदे । सेवाहेवाकिशाली प्रथम जिनपदांभोजयोस्तीर्थरक्षा दक्षः श्रीयक्षराजः स भवतु भविनां विघ्नमर्दी कपर्दिः॥ ભાવાર્થ-“જે યક્ષરાજ પૂર્વ ભવમાં તંતવાય (વણકર) હતો તે વખતે પાપથી પૂરિત હતો; તો પણ પુણ્યના લેશ વડે પ્રત્યાખ્યાનના પ્રભાવથી દેવાંગનાઓનો અતિથિ થયો; તથા જે આદીશ્વરના ચરણકમળની નિરંતર સેવા કરવાથી શોભી રહ્યો છે તે તીર્થરક્ષણમાં ચતુર એવો કપર્દી યક્ષ ભવ્ય પ્રાણીઓના વિઘનો નાશ કરનાર થાઓ.” આ પ્રમાણે ગ્રંથિસહિત અભિગ્રહ પચખાણનું ફળ છે. (૧૦) દશમું નીપ્રિત્યાખ્યાન છે તેમાં સર્વ વિગઇનો ત્યાગ કરવો. તે પચખાણમાં આઠ અથવા નવ આગાર છે તેમાં જે પિંડરૂપ (કઠણ વસ્ત) માખણ ગોળ વગેરે ઉખેડી શકાય છે તે સહિતનું અર્થાત્ પિંડ તથા દ્રવ રૂપ બન્ને વિગઇનું પચખાણ કરે તેને “હિવત્ત વિશેut” નામના આગાર સહિત નવ આગાર સમજવા; અને જે દ્રવરૂપ એટલે ઉખેડી ન શકાય એવા એકલા દ્રવ વિગઇનું પચખાણ કરે તેને તે આગાર વિના બાકીના આઠ આગાર જાણવા. આ વિષય ઉપર ઘણો વિસ્તાર છે તે પ્રવચનસારોદ્ધારની વૃત્તિથી જાણી લેવો. વિગઇ ન વાપરવાનું ફળ પચખાણ ભાષ્યમાં કહ્યું છે તે આ પ્રમાણે विगइ विगइंभीओ, विगइगयं जो अ भुंजए साहु । विगइ विगइसहावा, विगइ विगई बला नेइ॥१॥ ભાવાર્થ-“વિગતિ જે નરકાદિક ગતિ તેથી ભય પામેલો એવો સાધુ વિગયગત એટલે નીવિયાતાં–તેનું ભોજન કરે છે. વિગય વિકૃતિના સ્વભાવવાળી છે, અર્થાત વિકાર કરનારી છે, તેથી તે બળાત્કારે તેના ખાનારને વિગતિ એટલે કુગતિમાં લઈ જાય છે.” માટે કારણ વિના વિગયનું ભોજન કરવું નહીં. આ પ્રમાણે કાળ પ્રત્યાખ્યાનના દશ પ્રકાર કહ્યા, તેનું ફળ માત્ર અર્થી ગાથા વડે કહ્યું છે. તેનો ભાવાર્થ એવો છે કે–નરકના જીવ અકામ નિર્જરાએ કરીને સો વર્ષે જેટલાં કર્મ ખપાવે તેટલાં કર્મ માત્ર એક નવકારશીના પચખાણથી શ્રદ્ધાળુ જીવ ખપાવે છે, તેવી જ રીતે પોરસીના પચખાણ વડે હજાર વર્ષનાં પાપકર્મ ખપાવે છે. સાઢપોરસીના પચખાણથી દશ હજાર વર્ષનાં અશુભ કર્મ ખપાવે છે, સર્વત્ર નારકી જીવનાં કર્મનું અનુસંધાન જાણવું. ૧ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ ને પક્વાન્ન તે વિગય કહીએ, તે દરેક વિગયના પાંચ પાંચ નીવિયાતા છે. જેમ ધ્ધ વિગયના ખીર, દૂધપાક વગેરે છે તેમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy