SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ કરવા લાગ્યા, અને ચોરો ચારે બાજુ ફરતાં ફરતાં તાળીઓ પાડવા લાગ્યા. પછી નાચ કરતાં કરતાં મુનિ પ્રાકૃત ભાષામાં આ પ્રમાણેની ગાથા બોલવા લાગ્યા अधुवे असासयंमि, संसारंमि दुक्खपउराए । किं नाम हुज्ज कम्मं, जेणाहं दुग्गइं न गच्छेज्जा ॥१॥ ભાવાર્થ-“અધ્રુવ, અશાશ્વત અને દુઃખથી પૂર્ણ એવા સંસારમાં એવું કયું કર્મ છે કે જેથી જીવ દુર્ગતિમાં ન જાય?” આ વગેરે પાંચસો ગાથા કપિલ મુનિએ કહી. તે સાંભળીને તે પાંચસો ચોર પ્રતિબોધ પામ્યા. તેઓને ગુરુએ ચારિત્ર આપ્યું અને દેવતાએ મુનિવેશ આપ્યો. તે ઘારણ કરીને તેઓ મહર્ષિ થયા. પછી તે સર્વે મુનિ ગુરુની સાથે પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. કેટલાક વર્ષ સુઘી વિહાર કરીને કપિલ કેવળી મોક્ષે પઘાર્યા. આ પ્રમાણે કપિલ મુનિ સમ્યક ભાવ વડે કેવળજ્ઞાન પામ્યા, અને બળભદ્ર આદિ ચોરોને પ્રતિબોધ પમાડીને સિદ્ધિપદને પ્રાપ્ત થયા.” વ્યાખ્યાન ૨૨૧ શુદ્ધાશુદ્ધ વ્રત પાલનનું ફળ बहुकालं व्रतं चीर्णं, सातिचारं निरर्थकम् । एकमपि दिनं साधोव्रतं शुचि शुभंकरम् ॥१॥ ભાવાર્થ-“અતિચાર સહિત ઘણા કાળ સુઘી વ્રતનું આચરણ કર્યું હોય તો પણ તે નિરર્થક છે; અને માત્ર એક જ દિવસ પવિત્રપણે એટલે અતિચાર રહિત મુનિવ્રતનું પાલન કર્યું હોય તો તે શુભ ફળને આપે છે.” આ ઉપર એક દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે કુંડરિક પુંડરિકની કથા જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નામે નગરી હતી. તેમાં મહાપદ્મ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને બે પુત્રો થયા. પછી રાજાએ ઘર્મ શ્રવણ કરતાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી મોટા પુત્ર પુંડરિકને રાજગાદી આપી, અને નાના પુત્ર કુંડરિકને યુવરાજપદવી આપી. પોતે દીક્ષા લઈ કર્મનો ક્ષય કરીને મુક્તિ પામ્યા. - એકદા કેટલાક સાઘુઓ તે નગરીમાં આવ્યા. તેમને વાંદવા માટે બન્ને ભાઈઓ ગયા. તેમને મુનિએ ઘર્મનું તત્ત્વ આ પ્રમાણે સમજાવ્યું કે । भ्राम्यन् भवार्णवे प्राणी, प्राप्य कृच्छान्नृणां भवं । पोतवद्यो हारयति, मुधा कोऽन्यस्ततो जडः॥१॥ ભાવાર્થ-જે પ્રાણી આ સંસારસમુદ્રમાં ભટકતાં મહા કષ્ટ વહાણ સમાન મનુષ્યભવને પામીને ફોગટ ગુમાવી દે છે, તેના થકી વઘારે મૂર્ખ બીજો કોણ કહેવાય? આ પ્રમાણે દેશના સાંભળીને વૈરાગ્ય પામેલા બન્ને ભાઈઓ ઘેર આવ્યા. પછી પુંડરિકે નાના ભાઈને કહ્યું કે-“હે વત્સ!આ રાજ્ય ગ્રહણ કર, હું દીક્ષા ગ્રહણ કરીશ.” કુંડરીક બોલ્યો કે-“હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy