SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૫] જ્ઞાનાચારનો સાતમો ભેદ–અથનિહ્નવ ૨૨૭ જઈને વિજ્ઞપ્તિ કરી કે “હે રાજનુ! પાંચ પાંડવો હિમાલયમાં ગળી જઈને સિદ્ધિ પામ્યા છે, એવી વેદવ્યાસની વાણીને હેમચંદ્રાચાર્ય “શત્રુંજય ઉપર તેઓ સિદ્ધિ પામ્યા છે” એમ કહીને દૂષણ આપે છે તે ઘટિત નથી.” તે સાંભળીને રાજાએ આચાર્યને બોલાવ્યા, એટલે આચાર્ય રાજસભામાં આવ્યા. રાજાએ પૂછ્યું કે “હે ભગવન્! આજકાલ વણિકજન પાસે વ્યાખ્યાનમાં શું વંચાય છે?” આચાર્યે કહ્યું કે “પાંડવચરિત્ર વંચાય છે.” રાજાએ પૂછ્યું કે “તેમાં પાંડવો જ્યાં સિદ્ધિ પામ્યા છે?” ત્યારે પોતે સ્વીકાર કરેલા શ્રી જિનેશ્વરના આગમના અર્થનો આશ્રય કરીને આચાર્યે કહ્યું કે “નિર્મળ ચારિત્ર અને તપસ્યા વડે આઠ પ્રકારનાં દુષ્ટ કર્મોનો નાશ કરીને અનશન વડે અનેક મુનિઓ સહિત પાંડવો સિદ્ધાદ્રિ ઉપર સિદ્ધિ પામ્યા છે.” તે સાંભળીને રાજાએ કહ્યું કે “હિમાલય ઉપર પાંડવો સિદ્ધિ પામ્યા છે, એ વ્યાસવાક્યના પ્રમાણપણાથી આપનું વાક્ય અપ્રમાણ છે.” ત્યારે સૂરિ બોલ્યા કે “હે રાજન! ભારતમાં જે કહ્યું છે તે સાંભળો-રણસંગ્રામમાં અર્જુનની બાણાવલિથી વિઘાયેલા અને પૃથ્વી પર પડેલા એવા જન્મથી જ દાન દેવાના શીલવાળા (દાનેશ્વરી) શ્રી કર્ણરાજાનાં દાતારપણાની પરીક્ષા કરવા માટે વિશ્વેશ્વર શ્રી કૃષ્ણભગવાન બ્રાહ્મણનું રૂપ ઘારણ કરીને “હે કર્ણ રાજા! મને કાંઈક આપો” એમ બોલતા તેની પાસે આવ્યા. કર્ણ રાજા પણ તે વખતે પોતાની પાસે બીજું કાંઈ ન હોવાથી હાથમાં પાષાણ લઈને સુવર્ણની રેખવાળા પોતાના દાંત પાડી તેમાંનું સુવર્ણ આપવા તૈયાર થયો. તે જોઈ “હું તારા પર પ્રસન્ન થયો છું” એમ બોલતા શ્રી પુરુષોત્તમ પ્રગટ થયા. તે જોઈને કર્ણ બોલ્યો કે “હે પરમેશ્વર! આપના દર્શન થવાથી મને સિદ્ધિ તો મળશે જ; પરંતુ જો આપ તુષ્ટ થયા હો તો જે સ્થાને કોઈની દાહક્રિયા થઈ ન હોય, ત્યાં મારી દાહક્રિયા કરજો.” તે સાંભળીને શ્રી કૃષ્ણ કર્ણના શરીરને લઈને તેવું સ્થાન શોઘવા લાગ્યા. પરંતુ કોઈ જગ્યાએ તેવું સ્થાન ન મળવાથી સમુદ્રમાં સ્તંભની જેવું એક પર્વતનું શિખર હતું, તેને તેવું . સ્થાન માનીને ત્યાં કર્ણને માટે ચિંતા કરવા તૈયાર થયા, તેવામાં આકાશવાણી થઈ કે अत्र द्रोणशतं दग्धं, पांडवानां शतत्रयम् । दुर्योधनसहस्रं च, कर्णसंख्या न विद्यते ॥१॥ ભાવાર્થ-“આ સ્થાને સો દ્રોણ, ત્રણસો પાંડવ અને એક હજાર દુર્યોધનનો દાહ થયો છે, અને કેટલા કર્ણનો દાહ થયો છે તેની તો સંખ્યા જ નથી.” તેથી હે રાજ! જો ત્રણસો પાંડવો ત્યાં બળ્યા હોય, તો અમારા પાંચ પાંડવો શત્રુંજય ઉપર સિદ્ધ થયા, અને આપના પાંડવો હિમાલયમાં સિદ્ધિ પામ્યા, એમ માનવામાં શું ખોટું છે?” આ પ્રમાણે શ્રી હેમાચાર્યની યુક્તિથી રાજા પ્રસન્ન થયો, અને શ્રી હેમાચાર્ય રાજાએ વિસર્જન કરવાથી પોતાના ઉપાશ્રયે આવ્યા. આ દ્રષ્ટાંત સાંભળીને મોટું કષ્ટ ઉત્પન્ન થાય તો પણ બુદ્ધિમાન માણસ સિદ્ધાંતના શબ્દાર્થને દૂષણ લગાડે નહીં. એ પ્રમાણે પરમ મુનિઓએ પરમ રહસ્ય નિર્ણત કર્યું છે, તે આદરવું. બારાક્ષરી જાણનાર ભરડાનું દ્રષ્ટાંત ઘનસાર નામના ગામમાં અતિ મૂર્ખ એવા ઘણા ભરડાઓ રહેતા હતા. પોતાના મધ્યે કોઈ પણ પંડિત નથી એમ ઘારીને તેઓ સર્વેએ એકઠા થઈને એક ભરડાના નંદન” નામના પુત્રને કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy