________________
વ્યાખ્યાન ૨૫૨] સમકિતમાં નિઃશંકતા
૧૭૧ કે-“આની પાસે કાંઈ પણ વ્રત રહ્યું છે કે સર્વથા ભ્રષ્ટ થયા છે તેની પરીક્ષા કરું.” એમ વિચારીને તેણે ઉત્તમ અલંકારથી શોભતો એક રાજકુમાર વિકર્થો. સૂરિએ તેને જોઈને કહ્યું કે–“હે બાળક!તું એકલો આવા અઘોર વનમાં કેમ ભમે છે? તારું નામ શું છે?” બાળક બોલ્યો કે-“મારું નામ પૃથ્વીકાયિક છે. હું આપને શરણે આવ્યો છું. ચોર, શ્વાપદ વગેરેના ઉપદ્રવથી મારું રક્ષણ કરો.”
बालं मां दीनताप्राप्तं, पाहि पाहि प्रभो ततः ।
तैरेव भूषिता भूर्ये, रक्षेयुः शरणागतम् ॥१॥ ભાવાર્થ-“હે પૂજ્ય! દીનતા પામેલા આ બાળકનું આપ રક્ષણ કરો, રક્ષણ કરો, કેમકે જેઓ શરણે આવેલાનું રક્ષણ કરે છે તેઓના વડે જ આ પૃથ્વી શોભે છે.”
આ પ્રમાણે તે બાળકે નમ્રતાથી કહ્યા છતાં તે લોભી આચાર્ય બાળકની ડોક મરડવા જતા હતા, તેવામાં તે બાળકે ફરીથી કહ્યું કે-“હે ભગવન્! એક દ્રષ્ટાંત સાંભળો. પછી જેમ યોગ્ય લાગે તેમ કરજો. કોઈ ગામમાં એક કુંભાર રહેતો હતો. તે એક દિવસ માટી ખોદતાં માટીની ખાણ પોતા પર પડતી જોઈને બોલ્યો કે
__ यत्प्रसादादलिभिक्षा, ददे ज्ञातीश्च, पोषये ।
साप्याक्रामति भूमिर्मा, तज्जातं शरणाद्भयम् ॥१॥ ભાવાર્થ-જેની કૃપાથી હું બલિદાન અને ભિક્ષા આપું છું તથા કુટુંબનું પોષણ કરું છું તે જ પૃથ્વી આજે મને દાટી દે છે; તેથી જેનું શરણ હતું તેનાથી જ મને ભય પ્રાપ્ત થયું.
હે પૂજ્ય આચાર્ય! તેવી જ રીતે હું પણ ભય પામીને આપને શરણે આવ્યો, પરંતુ આપ જ મને મારવા તૈયાર થયા; તેથી મને પણ જેનું શરણ હતું તેનાથી જ ભય પ્રાપ્ત થયું.” આ પ્રમાણે સાંભળીને પણ તે આચાર્યો “હે બાળક! તું ચતુર છે.” એમ કહીને તે બાળકને મારી નાખ્યો, અને તેનાં અલંકારો લઈને પોતાનાં પાત્રમાં નાંખ્યાં.
આગળ ચાલતાં અપ્રકાયિક નામના બીજા બાળકને પ્રથમની જેમ જ જોયો, તેનાં અલંકારો પણ લેવા માટે આચાર્ય તેવી જ રીતે તેને મારવા તૈયાર થયા. તે વખતે તે બાળકે પણ એક દ્રષ્ટાંત કહ્યું કે–“કોઈ એક પુરુષ સુભાષિતમાં ચતુર હતો. તે એક વખત ગંગાનદી ઊતરતાં તેના પ્રવાહમાં તણાયો, તે વેળાએ નદીને કાંઠે ઊભેલા લોકોએ તેને કહ્યું કે–“હે ભાઈ! કાંઈક સુભાષિત બોલ.” ત્યારે તે બોલ્યો કે
येन रोहंति बीजानि, येन जीवंति कर्षकाः ।
तस्य मध्ये विपद्यते, जातं मे शरणाद्भयम् ॥४॥ ભાવાર્થ-જેના વડે સર્વ બીજો ઊગે છે અને જેના વડે ખેડૂતો જીવે છે, તે જ પાણીમાં હું મરણ પામું છું. તેથી મને જેનું શરણ હતું તેનાથી જ ભય થયું.”
તે સાંભળીને સૂરિએ કહ્યું કે–“હે વત્સ! તું બહુ સારું ભણ્યો જણાય છે.” એમ બોલીને તેને પણ મારી નાખી તેનાં અલંકાર લઈ લીઘાં.
આગળ જતાં તેજસ્કાયિક નામના ત્રીજા બાળકને જોઈને તેનાં પણ અલંકાર લેવા તૈયાર થયા. ત્યારે તે બાળકે પણ પૂર્વની જેમ પોતાનું નામ પ્રગટ કરીને દ્રષ્ટાંત કહ્યું કે “કોઈ આશ્રમમાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org