SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૧૮] સુપાત્રદાનનું માહાત્મ્ય 39 ઘનાએ કેદ કર્યા છે, માટે તેની ફરિયાદ કરવા માટે આપણે શતાનિક રાજાની સભામાં જઈએ.'' આમ નિશ્ચય કરીને તે વહુઓએ રાજસભામાં જઈ રાજાને આશીર્વાદ દઈને કહ્યું કે—અમે ઉદરનિર્વાહને માટે તમારા નગરમાં આવ્યાં છીએ. પરંતુ તળાવ ખોદાવનાર ઘનાએ અમારા આખા કુટુંબનું હરણ કર્યું છે, તેને જીવતું રાખ્યું છે કે મારી નાંખ્યું છે તેની પણ ખબર નથી, માટે હે પાંચમા લોકપાળ! તમે તેની શોધ કરો.'' આવી ફરિયાદ સાંભળીને શતાનિક રાજાએ પોતાના સેવકોને મોકલી ઘનાને કહેવરાવ્યું કે—‘આ ફરિયાદણોના કુટુંબના માણસોને જલદી છોડી મૂકો.’’ ઘનાએ જવાબમાં કહેવરાવ્યું કે—“હું કદાપિ અન્યાય કરું જ નહીં, અને કદાચ કરું તો તેમાં રાજાને વચમાં આવવાની શી જરૂર છે?’’ આ પ્રમાણેનાં તેનાં ગર્વિષ્ઠ વચનો સાંભળીને, તે જમાઈ હતો તો પણ, તેને હણવા માટે રાજાએ સેના મોકલી. ઘનો પુણ્યશાળી હોવાથી લડાઈમાં જય પામ્યો. ત્યારે પ્રધાનોએ રાજાને વિનંતિ કરી કે—“હે રાજેંદ્ર ! આ ધનો કદાપિ અનીતિ કરે તેવો નથી, મહા ધર્માત્મા છે, અને પરસ્ત્રીનો સહોદર છે. માટે આ સ્ત્રીઓને જ વિશેષ પૂછવાથી કાંઈક ખબર પડશે.’’ એમ કહી રાજાના મનને શાંત કરી પ્રધાનોએ તે સ્ત્રીઓને પૂછ્યું કે—ઘના નામનો તમારો કોઈ સ્વજન છે?’’ તેઓ બોલી કે—“હા, અમારો દિયર ઘના નામે હતો. પણ તે ઘરની સમગ્ર લક્ષ્મીનો ત્યાગ કરી અમને મૂકીને ક્યાંક જતો રહેલો છે. તે જીવે છે કે નહીં તેની પણ અમને ખબર નથી.’ પ્રધાનોએ પૂછ્યું કે—“તમે તમારા દિયર ઘનાના શરીરનું કાંઈ પણ ચિહ્ન જાણો છો?’’ તેઓ બોલી કે—હા, તે જ્યારે નાનો હતો ત્યારે તેને નવરાવતાં અમે તેના પગમાં પદ્મનું ચિહ્ન જોયું હતું.’' તે સાંભળીને પ્રધાનોએ ઘનાને ત્યાં બોલાવ્યો. ધનો ત્યાં આવી પોતાની ભાભીઓને નમીને બોલ્યો કે—‘શું શ્રેણિક રાજાની પુત્રીના પતિ ઘનાને ઘારીને તમે મને બોલાવ્યો છે?’’ તે સ્ત્રીઓ બોલી કે “અમે ભક્તિપૂર્વક તમારા પગ ધોઈને, અમારા દિયર તમે છો કે નહીં, તેની ખાતરી કરીશું.'' ઘનાએ કહ્યું કે—‘પરસ્ત્રીનો સ્પર્શ કરવાથી પાપ લાગે છે. હું પરસ્ત્રી સાથે બોલતો પણ નથી, તો સ્પર્શની તો વાત જ શી કરવી?’’ પછી પ્રધાનોના અને રાજાના કહેવાથી ઘનાએ હાસ્ય કરવું તજી દઈને પોતાની ભાભીઓને આદરસત્કાર પૂર્વક પોતાને ઘેર મોકલી. પછી પોતાના પાંચસો ગામ પોતાના ભાઈઓને આપી બન્ને પત્નીઓને સાથે લઈને ઘનો રાજગૃહી નગરીમાં ગયો. ત્યાં બીજા શ્રેષ્ઠીઓની ચાર કન્યાઓને તે પરણ્યો. આ પ્રમાણે ધનાને કુલ આઠ સ્ત્રીઓ થઈ. અહીં ઘનાના ભાઈઓએ પાંચસો ગામોમાં અહંકારથી પોતાની આજ્ઞા પ્રવર્તાવી. તેમના દુર્ભાગ્ય વડે તે બધા ગામોમાં દુકાળ પડ્યો; લોકો કાગડાની જેમ નાસી ગયા. પછી તે દુર્ભાગી ત્રણે ભાઈઓ ઘઉંના પોઠિયા ભરીને રાજગૃહી નગરીમાં વેચવા માટે આવ્યા. ઘનાએ તેમને જોયા; એટલે તેમનો સત્કાર કરીને પોતાને ઘેર લઈ ગયો. પરંતુ તેમને નાના ભાઈને ઘેર રહેવાનું પસંદ પડ્યું નહીં. તેથી તેઓના કહેવાથી ઘનાએ સર્વ દ્રવ્યના સરખા ભાગ પાડી તેમને ચૌદ ચૌદ કરોડ સોનામહોરો આપી. તે દ્રવ્ય લઈને તેઓ નગર બહાર જતા હતા; તેવામાં ગામના સીમાડામાં જ ધનના અધિષ્ઠાયક દેવોએ તેમને રોક્યા, અને કહ્યું કે—“આ ધન તમારા ભાગ્યનું નથી. એ ધનનો ભોક્તા તો ભાગ્યશાળી ઘનો જ છે.’’ આવાં વચનો સાંભળીને તેઓ ગર્વ રહિત થયા, અને પાછા વળીને ઘનાને શરણે ગયા. ઘનાએ સત્કાર કરીને તેમને ઘરમાં રાખ્યા, એટલે તેઓ ત્યાં સુખે રહેવા લાગ્યા. ૧ રાજા પાંચમો લોકપાળ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy